________________
ભિક્ષુવાત્રિશિકા/પ્રસ્તાવના મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ સુંદર રીતે બતાવ્યું છે. પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં મુખ્યત્વે નીચેની બાબતો આવરી લેવાઈ છે : • ઉગ્ર તપસ્વરૂપ ભેદનક્રિયાથી ભેદ્ય એવાં અશુભ કર્મોને આગમના
ઉપયોગથી ભેદનારા ભાવભિક્ષુનું સ્વરૂપ, • ભાવભિક્ષુનાં પર્યાયવાચક નામો, • ગુણવાન એવા ભાવસાધુનાં અન્ય નામો, • ભાવસાધુનાં લિંગો, • સુવર્ણના દૃષ્ટાંત દ્વારા ભિક્ષુ અને ભિક્ષુથી વિપરીત ભાવવાળા સાધુનું
સ્વરૂપ, • ભાવભિક્ષુશબ્દથી જે વાચ્ય થઈ ન શકે તેનું સ્વરૂપ, • અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ, • પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ, • ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણોનું વર્ણન,
આ રીતે ભિક્ષુબત્રીશીમાં આવતા વિષયોની સમજૂતી સંક્ષેપમાં આ પ્રસ્તાવનામાં જણાવેલ છે. તે અંગે વિશેષ સમજૂતી ‘ભિક્ષુદ્ધાત્રિશિકામાં આવતા પદાર્થોની સંક્ષિપ્ત સંકલના તથા ભિક્ષુદ્ધાત્રિશિકાના પદાર્થોનો સુગમતાથી બોધ કરવા માટે સંક્ષિપ્ત ટ્રી=વિષયવૃક્ષ બનાવેલ છે, તે જોવાથી પ્રાપ્ત થશે; અને વિશેષ તો શ્રીમદ્ મહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ રચિત પંક્તિઓ ઉપરથી તૈયાર કરેલ શબ્દશઃ વિવેચન જોવાથી અપૂર્વ પદાર્થદર્શન થયાની અનુભૂતિ થશે.
૧૮મી યોગભેદબત્રીશી અને ૧૯મી યોગવિવેકબત્રીશીની સંકલના તૈયાર થયા પછી ઉઠ્ઠી સાધુસામગ્મબત્રીશી, ૨૭મી ભિક્ષુબત્રીશી અને ૨૮મી દીક્ષાબત્રીશીની સંકલનાનું કાર્ય ચાલી રહ્યું છે. દ્વાદિંશદ્દ્ધાત્રિશિકા ગ્રંથની અન્ય ધાત્રિશિકાઓનું શબ્દશઃ વિવેચન પણ લખાઈ રહ્યું છે, જે ક્રમશઃ ગીતાર્થ ગંગા સંસ્થા દ્વારા પ્રકાશિત થશે.
આ બત્રીશીના ગુજરાતી વિવેચનના પૂફસંશોધન કાર્યમાં ધૃતોપાસક સુશ્રાવક શ્રી શાંતિભાઈ શિવલાલ શાહનો સુંદર સહકાર પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાચનની અમૂલ્ય તક સાંપડી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org