________________
આપ્તવાણી-૮
૨૧
કપાઈ જાય તો આત્મા એટલો ‘શોર્ટ’ થઈ જાય. બાકી આ હૃદયમાં તો ફક્ત મનનું સ્થાન છે, મનનું સ્થૂળ સ્થાન છે. મન હૃદયમાં પ્રગટ થાય છે. હવે એ સૂક્ષ્મ મનનું સ્થાન અહીં કપાળે અઢી ઈંચ અંદર છે. અને સ્થૂળ મનનું સ્થાન હૃદયમાં છે.
ભાજત પ્રમાણે સંકોચ-વિકાસ પામે !
પ્રશ્નકર્તા : આત્મા કપાઈ જાય ખરો ?
દાદાશ્રી : આત્મા કપાય નહિ, છેદાય નહિ, કશું ય ના થાય. પ્રશ્નકર્તા : અહીંથી હાથ કપાઈ જાય તો પછી ?
દાદાશ્રી : આત્મા એટલો સંકોચાઈ જાય. આત્માનો સ્વભાવ સંકોચ
અને વિકાસ છે, એ પણ આ સંસાર અવસ્થામાં. સિદ્ધ અવસ્થામાં એવું નથી. સંસાર અવસ્થામાં સંકોચ અને વિકાસ બેઉ થઈ શકે. આ કીડી હોય ને તે એમાં ય આત્મા આખો છે. અને હાથીમાં ય એક જ આખો આત્મા છે. પણ એ વિકાસ થયેલો છે. હાથ-પગ કાપે ને ત્યારે આત્મા સંકોચાઇ જાય અને એ પણ અમુક ભાગ કપાઈ જાય ને તો સંકોચાય. પછી ના સંકોચાય !
પ્રશ્નકર્તા : જેમ મનુષ્યના આખા શરીરમાં આત્મા છે, એવી રીતે કીડીમાં અને હાથીમાં પણ આખા શરીરમાં આત્મા છે ?
દાદાશ્રી : હા, આખા શરીરમાં આત્મા હોય છે. કારણ કે આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે. જેટલા પ્રમાણમાં ભાજન હોય એટલા પ્રમાણમાં એ વિકાસ પામે. ભાજન નાનું હોય તો એટલા પ્રમાણમાં સંકોચ પામે !
પ્રશ્નકર્તા : દેહ છૂટે તે વખતે એક છેડો અહીંયા હોય ને બીજો છેડો પંજાબ હોય એવું કહે છે, એ કઈ રીતે ? એ સમજાવો.
દાદાશ્રી : આત્મા સંકોચ-વિકાસનું ભાજન છે, એટલે ગમે એટલો લાંબો થાય. તે જ્યાં ઋણાનુબંધ હોય ને ત્યાં જવું પડે ને ? ત્યારે અહીંથી કંઈ ઓછો પગે ચાલીને જવાનો છે ? એને પગ ને આ સ્થૂળ શરીર છે જ નહિ ને !
૨૨
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : તો બે જગ્યાએ રહી શકે ?
દાદાશ્રી : હા. અહીંથી જ્યાં જવાનું હોય ત્યાં સુધી એટલો ખેંચાય. પછી ત્યાં મહીં પેસવાની શરૂઆત થઈ હોય અને અહીંથી બહાર નીકળતો જતો હોય. જેમ સાપ અહીં દરમાંથી નીકળતો હોય તો એક બાજુ બહારે ય હોય ને બીજો ભાગ અંદરે ય હોય, એના જેવી વાત છે આ !
પ્રશ્નકર્તા : પણ દેહને કાપી નાખે, છેદન કરે તો ય આત્મા દેખાતો
નથી.
દાદાશ્રી : આત્મા દેખાય એવો છે જ નહિ ! પણ દેહને કાપી નાખે તો આત્મા નીકળી જાય છે ને ? માણસ મરી જાય છે ત્યારે કોણ નીકળી જાય છે ?
પ્રશ્નકર્તા : આત્મા નીકળી જાય છે.
દાદાશ્રી : હા, નીકળે છે, છતાં એ દેખાય એવો નથી. પણ છે ખરો. એ પ્રકાશ છે, અજવાળારૂપે છે. આ અજવાળું જ છે બધું એનું ! એ ના હોય તો પછી બધું ખલાસ થઈ ગયું. એ નીકળી જાય, એટલે પછી જોયેલું તમે ? નનામી જોયેલી ? એમાં અજવાળું હોય છે પછી ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો એ આત્મા નીકળી ગયો છે ! એટલે આત્મા તો પોતે જ્યોતિસ્વરૂપ છે.
મૃત્યુ પછી પુતઃપ્રવેશ શક્ય ?!
પ્રશ્નકર્તા : હૃદય ધબકતું બંધ થઈ જાય ત્યારે આપણે કહીએ છીએ કે મોત આવ્યું.
દાદાશ્રી : અને ડૉકટરો ય કહે છે કે, ભઈ ગયા !' હૃદય ધબકે ત્યાં સુધી નાડી ધબકે અને નાડી ના ધબકે એટલે ડૉકટરો જાણે કે નાડી ના ચાલે એટલે માણસો ના જીવે, એટલે ‘ગયા’ એમ આપણને કહી દે.
પ્રશ્નકર્તા : ઘણીવાર એવા કિસ્સા વાંચ્યા છે કે અમુક મરેલી વ્યક્તિ