________________
૧૨૨
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૧૨ ૧ થાય, એનું નામ માયા કહેવાય. માયા જે લોકો સમજે છે ને, એવું માયા નથી આ જગત.
માયા એટલે શું કે ‘વસ્તુ'ને યથાર્થરૂપે નહિ સમજવું, એનું નામ માયા. આ માયા જ યથાર્થરૂપે ‘જેમ છે તેમ’ સમજવા દેતી નથી, એને માયા કહેવાય. લોક તો માયાને શું સમજે છે ? કહેશે, ‘આવું જ છે આ બધું, એ માયા જ છે” એવું નથી. માયા એટલે ‘વસ્તુને યથાર્થ સમજવા દેતી નથી, એ જ માયા છે.
બાકી બ્રહ્મ સત્ય ને જગત મિથ્યા, એ તો ત્યાગી બનાવડાવવા માટે આ બધું બોલેલા કે ભઈ, આ બધું મિથ્યા છે, આ મિથ્યામાંથી શું કાઢવાનું છે ? હવે ત્યાગી થઈને, ત્યાગ કરીને કંઈક આગળ વધો. એ હેતુથી આપણા લોકોએ આવું કહેલું, પણ ખરેખર તો આ જગત ‘જેમ છે તેમ' એને કહેવું જોઈએ. તો પછી એ રસ્તે ચઢતા ફાવે ને ! નહિ તો બધાય મિથ્યા માન્ય કરે નહિ ને ! અમુક જ માણસો મિથ્યા માન્ય કરે. એમ મોંઢે બોલે ખરાં, પણ કોઈ મિથ્યા માન્ય કરે નહિ. આ છોકરાનાં હાથમાં પતંગ આપેલી, એ શું ફેંકી દે ? આપણે કહીએ કે ‘મિથ્યા છે, એને ફેંકી દે.’ તો ફેંકી દે ? એ ના ફેંકી દે, એટલે જગત ‘રિલેટિવ’ સત્ય છે. હા, એને કોઈ એમ ના કહે કે આ ‘રિયલ’ સત્ય છે. કારણ કે આ તો તરત ફાટી જાય ને! અને તે ઘડીએ એની મેળે પ્રેમ છૂટી જ જાય છે ને ! અને અવિનાશી તત્ત્વ છે, ત્યાં ફાટવાની વાત જ નહિ ને !!!
એટલે આ જગત કંઈ મિથ્યા પણ નથી. જગત ‘રિલેટિવ કરેક્ટ’ છે અને આત્મા ‘રિયલ કરેક્ટ’ છે. ‘રિલેટિવ કરેક્ટ' એટલે વિનાશી ‘કરેક્ટ'. એ અમુક કાળવર્તી હોય. કોઈ સો વર્ષ ચાલે, કોઈ પાંચસો વર્ષ ચાલે, કોઈ હજાર વર્ષ ચાલે અને કોઈ પાંચ હજાર વર્ષ ચાલે, તો કોઈ પાંચ વર્ષ ચાલે ને કોઈ એક વર્ષ પણ ચાલે. અમુક કાળવર્તી ટકે એ બધું ‘રિલેટિવ કરેક્ટ’ અને ત્રિકાળવર્તી હોય એ ‘રિયલ કરેક્ટ' ! ' અરે, કેટલાંક તો આવીને મને કહે છે કે, “ના, પણ જગત તો મિથ્યા જ છે ને !” ત્યારે મેં કહ્યું, આ મિથ્યા હોય તો કોઇએ રૂપિયા રસ્તા ઉપર બહાર ફેંકી દીધા હશે ? આ રસ્તા ઉપર ફરવા જઇએ તો પૈસા જડે
ખરાં ? લોકોને પૈસા નહિ ખોવાતા હોય ને ? પૈસા ખોવાઈ જાય, પણ પછી પૈસા જડે નહિ. એટલે જો જગત મિથ્યા હોતને તો પૈસા કોઈ ના લે ! એટલે જગત નથી મિથ્યા, એ તો સત્ય જ છે. પણ ‘રિલેટિવ’ સત્ય છે, વિનાશી સત્ય છે.
બ્રહ્મ એ ‘રિયલ કરેક્ટ' છે. અને આ બીજું બધું આંખેથી દેખાય છે, પંચેન્દ્રિયથી અનુભવમાં આવે છે, એ બધું ‘રિલેટિવ કરેક્ટ' છે ! ખોટી તો કોઇ વસ્તુ છે જ નહિ આ જગતમાં પણ જ્યાં સુધી ભૌતિક સુખોની જરૂર હોય; વિનાશી સુખો જોઈતાં હોય, તો આ ‘રિલેટિવ’ સત્યમાં બેસી રહો ને ત્યાં સુધી ‘રિલેટિવ'માં ભટક ભટક કરો. અને એ ભૌતિક સુખોની પાછળ કેટલી બધી ચિંતા, ઉપાધિઓ, નરી મુશ્કેલીઓ વહોરવી પડે છે ! આ તરફડાટ બધો જ્યારે માણસ અનુભવે છે, ત્યારે સમજાય કે શી રીતે સહન કરે છે !! અને અવિનાશી સુખો જોઇતાં હોય તો ત્રિકાળવર્તી હોય
ત્યાં જા. પેલું ‘રિલેટિવ' એ ‘ફોરેન ડિપાર્ટમેન્ટ' છે અને ‘રિયલ’ એ ‘હોમ ડિપાર્ટમેન્ટ' છે ! એટલે ‘ઘેર' જવું હોય તો “ઘેર' જાવ અને ‘ફોરેન'માં રહેવું હોય તો ‘ફોરેનમાં રહો ! બાકી, ‘ફોરેન’ને ‘હોમ’ માનીશ તેમાં તારો કશો શક્કરવાર વળશે નહિ.
સત્' પ્રાપ્તિ પછી, “સત્ય' રહ્યું છે..... સત્ય અને મિથ્યા, બે વસ્તુ તો ખરી જ ને ? કે એક જ વસ્તુ છે ? હવે સત્ય એટલે તમને સમજણ પાડું. શું નામ છે તમારું ?
પ્રશ્નકર્તા : ચંદુભાઈ. દાદાશ્રી : હવે તમે ખરેખર ચંદુભાઈ છો ? પ્રશ્નકર્તા : જી હાં.
દાદાશ્રી : હા, એટલે એ સત્ય છે. લોકો ય કહે છે, કે આ ખરેખર ચંદુભાઈ છે. તમારા ફાધરે ય કહે કે ‘આ ખરેખર ચંદુભાઈ છે.’ એટલે એ સત્ય છે. પણ એ વિનાશી સત્ય છે. આ જગતનું જે સત્ય છે, આ કોર્ટે એ ‘એક્સેપ્ટ” કરશે, પણ ભગવાન એને “એક્સેપ્ટ’ નહીં કરે.