Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 145
________________ આપ્તવાણી-૮ ૨૫૫ ૨૫૬ આપ્તવાણી-૮ અને જ્ઞાનીને જ્ઞાનના પ્રતાપે સંવર રહે, એટલો જ ફેર ! પ્રશ્નકર્તા ઃ આશ્રવ, નિર્જરા અને સંવર, આ ત્રણેય ભૂમિકામાં આઘાપાછાં ઝડપથી થઈ જવાય છે, એ કર્મોનો પ્રભાવ કહેવાય ? દાદાશ્રી : કર્મોનો પ્રભાવ તો બધો બહુ ભારે હોય છે. છતાં પણ કર્મો ન્યુટ્રલ છે, એટલે નપુસંક છે. એટલે એ કશું કરી શકે એમ નથી. જ્યાં સુધી ‘આપણો’ આધાર ના હોય ત્યાં સુધી એ કશું જ કરી શકે નહિ. ‘આપણે’ આધાર આપીએ ત્યાર પછી એ કશું કરી શકે, નહિ તો એ ખલાસ થઈ જાય. એ નિરાધાર થયા પછી ‘આપણને કશું કરી ના શકે. પણ ‘આપણે આધાર આપીએ છીએ કે “મેં આ કર્યું. ત્યારથી એ આપણને હલાવી નાખે. પ્રશ્નકર્તા : એ આધાર અપાય છે એ પૂર્વકર્મ ખરું ? દાદાશ્રી : એ અજ્ઞાનતા કહેવાય છે. કર્મ તો નિર્જરા થયા કરે છે, પણ “આપણે” આધાર આપીએ છીએ કે ‘હું કરું છું.’ કર્મો જે ઉદયમાં આવ્યાં છે એ એના પાઠ ભજવવાના છે, પણ એમાં આપણે કહીએ છીએ કે ‘મેં કર્યું છે ? પ્રશ્નકર્તા: તો કર્મો નિષ્કામભાવે ભોગવવાં જોઈએ, તે આપણે ભોગવતાં નથી ને વૃત્તિઓ એમાં પેસી જાય છે, એવું થયું ને ? દાદાશ્રી : એ તો જ્ઞાન વગર કર્તાભાવ છૂટવો મુશ્કેલ છે. જ્ઞાન હોય તો કર્તાભાવ થાય નહિ. કર્તાભાવ થાય નહિ એટલે સંવર રહે અને જ્યાં સંવર ત્યાં સમાધિ રહે. પ્રશ્નકર્તા : સંવરની ભૂમિકા સુધી તો પહોંચાય છે, પણ સ્થિર નથી રહેવાતું. દાદાશ્રી : ના, સંવર હોયને તો સમાધિ રહે જ. સમાધિ રહે તો જાણવું કે ભઈને સંવર છે. પ્રશ્નકર્તા: પણ કોઈ કારણોથી બંધ થાય તો, તે વખતે શું કરવું? દાદાશ્રી : કશું કરવાનું તો છે નહિ. આત્મા થવાની જરૂર છે. પ્રશ્નકર્તા : એને માટે માનસિક રીતે તો વિચારવું પડે ને, કે આનો ઉપાય શું હોઈ શકે ? દાદાશ્રી : એક ફેરો આત્મા થઈ ગયાને, પછી કશું વિચારવાનું નહિ. વિચારવાની ભૂમિકા તો ક્યાં સુધી ? કે ‘આ આત્મા છે કે આ આત્મા છે” એવી જ્યાં સુધી શંકા છે ત્યાં સુધી વિચાર કરવાના. જ્યાં સુધી આત્મા સંબંધી સંદેહ છે ત્યાં સુધી વિચાર કરવાના. પ્રશ્નકર્તા: આત્મા સંબંધમાં તો, જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી તર્ક-વિતર્કની ભૂમિકા તો રહેવાની જ ને ? દાદાશ્રી : એટલે આત્મા ‘જ્ઞાની પુરુષ'ની પાસેથી પ્રાપ્ત થવો જોઈએ અને તે ‘આત્મા’ જ્ઞાનપૂર્વક, એમની આજ્ઞાપૂર્વક રહેવો જોઈએ. પ્રશ્નકર્તા : તે રીતે તો પ્રયત્ન કરવામાં આવે છે, છતાં ય તર્ક-વિતર્ક ઊભાં થાય છે. દાદાશ્રી : એક વખત અહીં “જ્ઞાન” લેવું પડે, પછી આ આજ્ઞામાં રહેવું પડે. ને પછી તમારે સત્સંગમાં આવીને પૂછી જવું જોઈએ. અને આ તો નિર્વિકલ્પ જ્ઞાન છે ! એ નિર્વિકલ્પ જ્ઞાનમાં વિકલ્પ કેમ થાય ? સંકલ્પ-વિકલ્પ થાય તો તો હજુ આત્માની પ્રાપ્તિ થઈ જ નથી કહેવાય. સંકલ્પ-વિકલ્પ કરનારો થયો કે નિર્વિકલ્પ થાય નહિ. દેહ છૂટે, પણ ‘બિલીફ તો છૂટે ! પ્રશ્નકર્તા : આ શરીરનો ત્યાગ થઈ જાય એટલે આ ‘રોંગ બિલીફો’ પોતાની મેળે જતી રહે ને ? દાદાશ્રી : એટલે મરી જાય ત્યારે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ના, એ “રોંગ બિલીફો’ તો ફરી ઊભી થાય છે. કારણ

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171