Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 162
________________ આપ્તવાણી-૮ એ વિજ્ઞાન જ એવું છે કે સર્વ દુઃખોથી મુક્ત કરે. અને ‘વિજ્ઞાન’ જ એવું હોય, વિજ્ઞાન હંમેશાં ક્રિયાકારી હોય. એટલે એ વિજ્ઞાન જાણ્યા પછી વિજ્ઞાન જ કામ કર્યા કરે, તમારે કશું કરવાનું નહિ. તમારે જ્યાં સુધી કરવું પડે ત્યાં સુધી બુદ્ધિ છે. અને જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર છે અને અહંકાર છે ત્યાં સુધી આનો નિવેડો લાવવો હોય તો ય નહિ આવે. પ્રશ્નકર્તા : આ દ્રષ્ટિ બદલવાની શરૂઆત શી રીતે થાય ? ૨૮૯ દાદાશ્રી : દ્રષ્ટિ બદલવાની શરૂઆત તો, જ્યારે ‘જ્ઞાની પુરુષ’ મળે અને એમની પાસે સત્સંગ સાંભળવા આવીએ તો આપણી દ્રષ્ટિ ધીમે ધીમે બદલાય. અત્યારે તમે સાંભળો છો તે તમારી થોડી થોડી દ્રષ્ટિફેર થાય. એમ કરતાં કરતાં અમુક પરિચય થાય એકાદ મહિનો, બે મહિનાનો, એટલે દ્રષ્ટિ બદલાય. અને નહિ તો ‘જ્ઞાની પુરુષ’ને કહીએ કે સાહેબ, મારી દ્રષ્ટિ બદલી આપો, તો એક દહાડામાં ય, એક કલાકમાં જ બદલી આપે ! ‘જ્ઞાત’ તો કરે ‘ઓપત' હકીકત ! એટલે આ તો ભ્રાંતિની આંટી પડી ગઈ છે. બાકી, આત્માને કશું થયું નથી. આત્મા જેવો છે તેવો જ છે. એના પર ફક્ત આવરણની આંટી પડી ગઈ છે અને તેનાથી ‘ઇગોઈઝમ’ ઊભો થયો છે. પછી ‘ઇગોઈઝમ’ બધું કર્તા-ભોક્તા થાય છે; દુઃખે ય ભોગવે છે એ અને સુખે ય એ જ ભોગવે છે. આ તો બુદ્ધિશાળીઓને બુદ્ધિથી એવું ભાસે છે કે આત્મા કંઈક કરે છે, માટે એ ભોગવે છે. હવે, જગત આખું ય બુદ્ધિના આધીન છે. કારણ કે જ્યાં સુધી ‘હું’ છે, અહંકાર છે, ત્યાં સુધી બુદ્ધિના આધીન છે, ત્યાં સુધી બુદ્ધિની ‘સ્થૂ’ જોયા કરે. એટલે સત્ય વસ્તુનું નિરીક્ષણ થાય નહિ. બાકી, ‘એક્ઝેક્ટ’ જ્ઞાનને જગતમાં જ્ઞાનીઓ ખુલ્લું ના પાડે. છતાં અમે તો ખુલ્લું કહીએ છીએ આ દુનિયાને કે ‘એક્ઝેક્ટ’ જ્ઞાનથી જાણવું હોય તો આત્માએ આવું કશું કર્યું જ નથી. આ જે દેખાય છે ને તે બધું કશું બન્યું જ નથી. આ તો ફક્ત બિલીફ જ ‘રોંગ’ છે. એટલે ‘રોંગ બિલીફ' જો કદી કોઈ ફેરફાર કરી આપે તો પાછું હતું તેવું ને તેવું જ થઈ જાય. આત્માનો કશો ભાગ બગડ્યો જ નથી કે એને આપ્તવાણી-૮ કશો વાંધો આવ્યો જ નથી. જે ‘બિલીફ રોંગ’ થઈ છે એ ‘બિલીફ’ આખી ફેરવી આપે કે પછી હતું તેનું તે જ થઈ જાય, પોતાના સ્વરૂપમાં આવી જાય ને પોતાની શક્તિઓ ખીલી જાય ! ૨૯૦ માત્ર ‘બિલીફ’ બદલાઈ ગયેલી છે. બાકી, આત્મા એવું તેવું કશું કરે નહિ. આત્મા તો પરમાત્મા જ છે. આત્મામાં એક ગુણ આવું કરવાનો હોતને તો કાયમનું સંસારીપણું એનું મુક્ત જ ના થાત. આત્મા પોતે નિર્લેપ જ છે, અસંગ જ છે, પણ જો સમજાય તો ! નહિ તો ભગવાનની વાત તમને નહિ સમજાય. એવું છે, બુદ્ધિશાળી સાંભળનાર અને બોલનાર જ્ઞાની, હવે એ બેનો મેળ શી રીતે પડે ?! સાંભળનાર બુદ્ધિશાળી છે, તે બુદ્ધિના માપથી માપે છે. પેલાં જ્ઞાનીના માપથી બોલે છે. એ આને પહોંચે કઈ રીતે ? પછી પોતપોતાની ભાષામાં બધાં સમજી જાય. આ તો ખાલી ‘રોંગ બિલીફ' જ બેઠેલી છે. ખરી રીતે ‘એક્ઝેક્ટલી ફિગર’ જોવા જાય તો આત્માને આખા સંસારદશામાં ‘રોંગ બિલીફ’ જ હતી, બીજું કશું નથી. આ ‘રોંગ બિલીફ’ નીકળી ગઈ કે બીજું કશું જ થયું નથી. કર્મ આત્માને ચોંટતાં નથી. ‘રોંગ બિલીફ’થી પ્રકૃતિ ઊભી થઈ ગઈ છે. હમણાં અરીસાની સામે તમે જાવ તો અરીસાને તમારે કશું કહેવું પડે કે મારું મોઢું દેખાડ ? કશું કહેવું ના પડે ને ? કેમ એમ ? અને તો ય એ ‘એક્ઝેક્ટ’ મોઢું દેખાડે ને ? જરા ય ખોડખાંપણ વગરનું દેખાડે છે ને ? હવે આ અરીસાનો પ્રયોગ રોજનો લાગુ થયો તો એની કિંમત નથી લાગતી. બાકી, એની બહુ મોટી કિંમત સમજવા જેવી છે. અત્યારે ઘરમાં તમારો પડછાયો દેખાય ? ના. અને બહાર રસ્તા ઉપર નીકળશો તો પડછાયો થશે. તે પછી તમે આમ થશો તો ય પડછાયો ઊભો થશે ને આમ થશો તો ય પડછાયો ઊભો થશે. એ પડછાયાને બનાવતાં કેટલો વખત લાગે ? એટલે ‘ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે આ જગત ! કશું જ થયું નથી, કશું જ બન્યું નથી. જગત તો ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' જ છે. આમાં ભગવાનને કશું કરવું પડ્યું નથી. આ પ્રકૃતિ ઊભી થાય છે તે ય ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ’થી છે અને પ્રકૃતિ ‘ઇફેક્ટિવ’ છે. આ મન

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171