Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 169
________________ આપ્તવાણી-૮ ૩૦૩ ૩૦૪ આપ્તવાણી-૮ સૂક્ષ્મતર છે, તે સૂક્ષ્મતર સુધી અમે ત્યાં આગળ બધું જોયેલું. હવે સૂક્ષ્મતર વાણી નથી, એટલે ત્યાં તો વાણી બંધ થઈ જાય છે, વાણી અટકી જાય છે બધી. એટલે એમ કહેવું પડે કે તું ચાખ અનુભવમાં. તેથી અનુભવનું કહ્યું ને કે જાણ્યાથી જણાય એવું નથી, અનુભવથી જણાય છે. નીવેડો ય અનુભવથી જ છે ! ‘આત્મા' વડે “આત્મા’તું દર્શત ?(!) પ્રશ્નકર્તા : પણ દાદા, એવું કીધું છે કે “આત્માને આત્માનિષ્ઠ’ આત્મા વડે આત્માને જુઓ, આત્મા વડે આત્માનું દર્શન કર એટલે શું ? દાદાશ્રી : આત્મા વડે એટલે આ જે ‘વ્યાવહારિક આત્મા’ માન્યો છે ને, તેનાથી જ “તું” “આત્મા” જો, કહે છે. પણ વચ્ચે નિમિત્તને લાવ. જેણે જોયો છે એ નિમિત્તને લાવ. એ તારું ‘એડજસ્ટમેન્ટ' એવું કરી આપશે, એટલે તને ફળ મળશે. બાકી આમ જાતે જોવા જઈશ તો કશું વળશે નહીં. કારણ કે તારી પાસે દ્રષ્ટિ જ ઇન્દ્રિયગમ્ય છે ને ! અને ત્યાં આગળ અતીન્દ્રિય જોઈશે. ઇન્દ્રિયગમ્ય જ્યાં સુધી ‘જ્ઞાની પુરુષ' છોડાવે નહીં અને અતીન્દ્રિય ભાગ આપે નહીં, દ્રષ્ટિ બદલી આપે નહીં, ત્યાં સુધી દેખાશે નહીં. એટલે “અમે' દ્રષ્ટિ બદલી આપીએ છીએ ! “સોતી'ની દ્રષ્ટિ તો સો ટચ પર જ ! ધાતુઓ કેટલી છે એ ના જુએ, પણ સોનું કેટલું છે એ જુએ. એટલે “એક વાલ સોનું છે આમાં’ કહેશે. અને વીંટી છે તે ત્રણ વાલની છે. એટલે બે વાલ બીજો જૂઠો માલ મહીં પડ્યો છે. એટલે પછી આમ કસથી જ કાઢે. પછી પેલો કહેશે કે, ‘પણ મારે કસથી નહીં, આમાંથી જેટલું સોનું નીકળેને, એમાંથી મારા બાબાની નાની વીંટી કરી આપો.” તે પછી પેલો એસિડમાં નાખે. એના જાણકાર કરી આપે કે ના કરી આપે ? પ્રશ્નકર્તા: જાણકાર કરી આપે. દાદાશ્રી : અને જાણકાર ના હોય અને લુહારને આપીએ તો ? લુહાર કહેશે, ‘જા લઈ જા પાછું, મારી પાસે લોખંડ લાવજે. આ સોનું મારી પાસે શું કરવા લાગ્યો ?” ત્યારે સુથારને આપીએ તો ય ના પાડે ! હવે શેઠિયાઓને આપીએ કે, “ભઈ, આટલું કરી આપો ને !' ત્યારે કહે કે, અલ્યા, સોનીને ત્યાં જા, કોઈ ચોક્સીને ત્યાં જા ને, અહીં શું છે ?” એટલે આ જે, આત્માનું જે છાસીયું થઈ ગયેલું છે, એને શુદ્ધ કરવા જવું હોય, તો ‘જ્ઞાની” પાસે જવું. જયાં કારખાનું બધું છે અને જે જાણે છે કે આત્માના આટલા ગુણ છે અને અનાત્માના આટલા ગુણ છે. આના આટલાં ગુણધર્મ છે એમ ગુણધર્મથી જે જાણે છે તે જ છૂટાં કરી શકે. બાકી બીજો કોઈ છૂટો કરી શકે નહીં. રિયલ-રિલેટિવ, ફોડ “વિજ્ઞાત’તાં ! પ્રશ્નકર્તા : સમસ્યાઓ અને પ્રશ્નો જે કંઈ થાય છે, એ પ્રતિષ્ઠિત આત્માનાં જ હશે ને ? દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્માનું જ છે બધું. પ્રતિષ્ઠિત આત્મા આપણે પ્રકૃતિને જ કહીએ છીએ. પણ પ્રકૃતિ એકલીને આપણે કહીએ છીએને તો લોકોને બરોબર સમજાતું નથી. એટલે આપણે એને પ્રતિષ્ઠિત આત્મા કહ્યો. પ્રતિષ્ઠિત આત્મા એ ‘રિલેટિવ આત્મા’ છે અને બીજો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એ ‘રિયલ આત્મા’. અને ‘રિલેટિવ આત્મા’ એ ‘મિકેનિકલ આત્મા” છે, એ પૂરણ-ગલન સ્વરૂપ છે. તમે અહીંથી ખાવાનું પૂર્યું એટલે આપણે આ વીંટી સોનાની હોય ને બહુ ફેરો સોની પાસે ફરે, એટલે પછી એ સોનું છાણીયું થઈ જાય. લોક કહેશે, “શું જોઈને વીંટી પહેરો છો ? આ સોનું તો છાસીયું થઈ ગયું.’ એટલે આપણે મનમાં વિચાર કરવાનો કે આ છાસીયું સોનું થઈ ગયું છે, હવે શું કરવું આનું ? તો ચોક્સી પાસે છાસીયું સોનું લઈને જઈએ તો ચોક્સી વઢશે ? કે આવું છાણીયું શું કરવા કરી નાખ્યું છે ? એવું ચોક્સી પાછો વઢે ને ? બગાડી નાખ્યું એવું કહે ને ? ના, ચોક્સી વઢવા હારું નથી બેઠો ! છાસીયાને શુદ્ધ કરવા બેઠો છે !! આખું જગત છાસીયું કરીને જ લાવવાનું છે, એની પાસે ! એટલે પેલો પછી શુદ્ધ કરવા બેસે. તે બે-ચાર રૂપિયા એને ય મળવાનાં હોય. તે પછી આમ ઘસે. છાસીયું કેટલું છે એ ના જુએ, બીજી

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171