________________ આપ્તવાણી-૮ 307 308 આપ્તવાણી-૮ કહેવાય. ત્યારે કહે, ‘મહીં શાસ્ત્રોમાં આવું અધિષ્ઠાન કેમ બતાવ્યું નથી ?" ના, તીર્થંકરોએ કોઈ વસ્તુ બતાવવામાં બાકી નથી રાખી. પછી તમને ભેગી ના થાય એ વાત જુદી છે. એટલે અમે શું કહ્યું? આ જગત શેમાંથી ઉત્પન્ન થયું છે ? ત્યારે કહે, ‘પ્રતિષ્ઠિત આત્મામાંથી આ બધું ઉત્પન્ન થયું છે ને એમાં જ પાછું લય થાય છે. આમાં મૂળ આત્માને કશી લેવાદેવા જ નથી. એટલે આ તો ફક્ત વિભાવિક દ્રષ્ટિ જ ઉત્પન્ન થઈ છે. ‘દર્શક’ શુદ્ધ થયે, શુદ્ધમાં સમાવેશ ! એક પ્રતિષ્ઠિત આત્મા અને એક દર અસલ આત્મા. પ્રતિષ્ઠિત આત્મા ‘મિકેનિકલ’ છે. એ ખાય-પીવે તો જ જીવે અને નહિ તો શ્વાસ આમ બંધ કરી દઈએને તો ખલાસ થઈ જાય. એ પ્રતિષ્ઠિત આત્મા જે કરે છે તેમાં ‘આપણે’ ‘હું કરું છું એવો અહંકાર કરીએ છીએ, એટલે પાછો બીજો નવા ભવનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થાય છે. એવું છે ને, મૂળ અસલ આત્માને કશું થયું નથી. આ તો લોકોએ અજ્ઞાનનું પ્રદાન કર્યું એટલે સંસ્કાર બધા ઊભા થઈ ગયા છે, તે જન્મતાં જ લોક ‘એને’ ‘ચંદુ, ચંદુ’ કરે. હવે પેલા બાબાને તો ખબર જ ના હોય કે આ શું કરે છે તે ?! પણ એને આ લોક સંસ્કાર પાડ પાડ કરે છે. પછી એ” માની બેસે છે કે “હું ચંદુ છું.” પછી મોટો થાય ત્યારે કહે છે, “આ મારા મામા થાય ને આ મારા કાકા થાય.' એવું આ બધું અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે, તે ભ્રાંતિ ઊભી થઈ જાય છે. આમાં થાય છે શું કે આત્માની એક શક્તિ આવરાય છે, દર્શન નામની શક્તિ આવરાય છે. એ દર્શન નામની શક્તિ આવરાવાથી આ બધું ઊભું થઈ ગયેલું છે. એ દર્શન જ્યારે ફરી સમું થાય, સમ્યક થાય, ત્યારે પાછા ‘પોતે પોતાનાં “મુળ સ્વરૂપમાં બેસી જાય. આ દર્શન મિથ્યા થઈ ગયું છે અને એટલે આ ભૌતિકમાં જ સુખ છે એવું માની બેઠો છે, તે દર્શન સમું થાય તો આ ભૌતિક સુખની માન્યતા પણ ઊડી જાય. બીજું કશું બહુ લાંબું બગડ્યું જ નથી. દર્શન જ બગડ્યું છે, દ્રષ્ટિ જ બગડી છે. એ દ્રષ્ટિ અને ફેરવી આપીએ છીએ. પ્રશ્નકર્તા : એટલે આત્માને ફક્ત ભ્રાંતિ જ થયેલી છે ? દાદાશ્રી : આત્માને ભ્રાંતિ નહિ, આ તો દર્શન જ એનું આવરાયું છે. જે મૂળ આત્માનું દર્શન છે, એ દર્શન જ આખું આવરાયું છે. આ બહારના અજ્ઞાન પ્રદાનથી આ બહારના લોકોએ જન્મતાં જ “એને અજ્ઞાન આપે છે. પોતે તો અજ્ઞાનીઓ અને પેલાને અજ્ઞાનનાં ઢબે ચઢાવે છે. એટલે એ ય માની બેસે છે, ને માની બેસે છે એટલે દર્શન આવરાય છે. દર્શન આવરાય છે એટલે કહે છે કે “આ મારા સસરા છે ને આ મારા મામા છે.' અને હું કહું છું કે આ બધી રોંગ બિલીફો છે. મૂળ-સ્વરૂપ'તાં ભાતે, “પોતાનો ઉદ્ધાર ! પ્રશ્નકર્તા : એટલે આત્માનો ઉદ્ધાર આત્માએ પોતે જ કરવાનો છે, એમ જ થયું ને? દાદાશ્રી : આત્માનો ઉદ્ધાર આત્માએ પોતે કરવાનો એટલે શું કે, આત્મા મૂળ ઉદ્ધાર થઈ ગયેલી જ વસ્તુ છે. પણ તેમાં આપણો જે માનેલો આત્મા છે, પ્રતિષ્ઠિત આત્મા છે, એની માન્યતામાં એ હકીકત નથી આવતી. મૂળ આત્માનો તો ઉદ્ધાર થઈ ગયેલો જ છે, પણ પ્રતિષ્ઠિત આત્મા એટલે કે પોતે પોતાની જાતને જે આત્મા ગણે છે, એ ‘પોતે' જ્યારે એમ જાણશે કે, “મારું સ્વરૂપ જ આવું છે, ને હું તો જ્ઞાન-દર્શન-ચારિત્રમય છું' એટલે “એનો’ પણ ઉદ્ધાર થઈ જાય. એટલે પોતે પોતાનો ઉદ્ધાર એ આવી રીતે આમ પુરુષાર્થ કરે ત્યારે જ તો થાય ને ! પણ ‘જ્ઞાની પુરુષ' એને ભેગા થાય ને પોતાના સ્વરૂપનું ભાન કરાવી આપે પછી પુરુષાર્થ કરી શકે ! ને ત્યારે ‘એનો' ઉદ્ધાર થઈ જાય. - જય સચ્ચિદાનંદ