Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 170
________________ આપ્તવાણી-૮ ૩૦૫ ૩૦૬ આપ્તવાણી-૮ તમારે સવારમાં સંડાસ જવું પડે. અહીં પાણી પૂર્યું એટલે બાથરૂમમાં જવું પડે, શ્વાસ લીધો એટલે ઉચ્છવાસ થયા કરે, એ પૂરણ-ગલન અને શુદ્ધાત્મા બે જ વસ્તુ છે ! પ્રશ્નકર્તા : ‘રિલેટિવ આત્મા’ અને ‘રિયલ આત્મા’, એ બેમાં શું ફેર છે ? દાદાશ્રી : ‘રિલેટિવ આત્મા’ એ પોતાની ‘રોંગ બિલીફ'થી ઊભો થયેલો છે. એ રોંગ બિલીફ ફ્રેકચર થઈ જાય એટલે પોતે ‘રિયલ આત્મામાં આવે. ‘રોંગ બિલીફો’ બધી ‘જ્ઞાની પુરુષ' ફ્રેકચર કરી આપે અને ‘રાઈટ બિલીફ’ બેસાડી આપે. એને સમ્મદર્શન કહેવાય. એટલે પોતાનાં શુદ્ધાત્માની પ્રતીતિ બેસે. પ્રશ્નકર્તા ઃ અહમ્ અને પ્રતિષ્ઠિત આત્મામાં કંઈ ભેદ ખરો ? દાદાશ્રી : ના. પ્રતિષ્ઠિત આત્મા તે જ અહંકાર છે. “આપણે” પ્રતિષ્ઠા કરી માટે તો એ ઊભો થયો છે. ફરી પાછો પ્રતિષ્ઠા કર્યા જ કરે છે કે “દેહ તે હું, ચંદુભાઈ તે હું, આ બાઈનો ધણી તે હું, આ છોકરાનો બાપો તે ય હું, આનો ભઈ તે ય હું.’ આવાં કેટલાં પ્રકારનાં હું, હું, હું, ક્રમિકમાર્ગમાં એ લોકો સાચું જ કહે છે, એ આત્માને વેદકતા હોય જ. ‘આ વેદકતા, એ બધા આત્માના આટલા ગુણ હોય’ એમ ક્રમિકમાર્ગમાં કહે છે, જ્યારે આપણે અક્રમમાર્ગમાં એ વેદકતા ને બધું પ્રતિષ્ઠિત આત્મામાં કહ્યું. આ ક્રમિકમાર્ગમાં, આપણે જેને પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ, એને એ લોકો વ્યવહાર આત્મા કહે છે અને એ વ્યવહાર આત્માને જ મૂળ આત્મા માની બેઠા છે. અને એને જ સ્થિર કરવો છે. એને જ કર્મરહિત કરવો છે, એવું માને છે. એટલે આ આત્મા કર્મથી બંધાયો છે. અને એને જ કર્મરહિત કરવો છે એવું માને છે. બાકી મૂળ આત્મા આવો નથી. મૂળ આત્મા તો કર્મથી મુક્ત જ છે. ફક્ત ‘તને” એનું ભાન નથી, ‘તારે’ એ ભાન આવે એની જરૂર છે. આપણે શું કહેવા માંગીએ છીએ કે ‘તને’ આ ભાન નથી આવ્યું. તને આ ભ્રાંતિ છે. જે ‘આત્મા’ નથી ત્યાં “તું” આરોપ કરે છે કે આ આત્મા” છે અને જ્યાં “આત્મા’ છે, ત્યાં તેનું ‘તને ભાન નથી. માટે તું” “આત્માને જાણ, તો આ બધાથી ‘તું મુક્ત જ છે. આ જ ‘અજ્ઞાન” કાઢવાનું છે, નહિ તો કરોડ અવતાર સુધી ય ‘તારું' અજ્ઞાન જાય નહિ. પચ્ચીસે ય પ્રકારના મોહ છે, એ પચ્ચીસ પ્રકારના મોહ ‘ચાર્જ થાય અને એ પચ્ચીસ પ્રકારના મોહ “ડિસ્ચાર્જ થાય. ‘ડિસ્ચાર્જ' તો નિયમથી થવાનું અને “રોંગ બિલીફ છે એટલે પાછું “ચાર્જ થયા કરે. આપણે અહીં, અમે જ્ઞાન આપીએ પછી ‘ચાર્જ' થતું બંધ થઈ જાય છે ને ‘ડિસ્ચાર્જ એકલું રહે. એટલે આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ નવો શબ્દ “અમે આપ્યો છે. ભગવાને લોકોને કહ્યું હતું, પણ લોકોને એ સમજાયું નહિ. એટલે અમારે આ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ મૂકવો પડ્યો, લોકોને પોતાની ભાષામાં સમજાય એવી રીતે. અને ભગવાનનાં કહેવાને નુકસાન ના થાય એવી રીતે આ શબ્દ, ‘પ્રતિષ્ઠિત આત્મા’ મૂકેલો છે. કારણ કે તમને તમારી ભાષામાં સમજાવું જોઈએ ને ! સમજાય નહિ, તો તમે શું કરો તે ?! જગ-અધિષ્ઠાત, જ્ઞાતીતા જ્ઞાતમાં.. જગત જેમાંથી ઉત્પન્ન થયું છે અને જેમાં લય થાય એ અધિષ્ઠાન જ્ઞાતી' તો સહજમાં “સિદ્ધાંત' પ્રકાશે ! પ્રશ્નકર્તા: આ બધા લોકો આત્મા કહે છે, તે પ્રતિષ્ઠિત આત્માને જ ને ? દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્માને જ આત્મા માને છે. પણ એ રોંગ બિલીફ’ છે. હવે એ એમને ખબર ના હોય ને ! અને એ તો પ્રતિષ્ઠિત આત્માને ‘એ જ મારો આત્મા છે” એમ માનીને આગળ જાય છે. મોહના એક એક પરમાણુ પરમાણુ ઓછા કરતાં કરતાં આગળ જવાનું, એ આખો ય ક્રમિક માર્ગ છે. ક્રમિકમાર્ગમાં ‘પ્રતિષ્ઠિત આત્મા'ને આત્મા કહે છે, અહીં અક્રમમાર્ગમાં મુળ આત્માને આત્મા કહીએ છીએ. એટલે ક્રમિકમાર્ગમાં અને અક્રમમાર્ગમાં, બેઉમાં કહેવાનો દ્રષ્ટિ ફેર છે.

Loading...

Page Navigation
1 ... 168 169 170 171