Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 168
________________ આપ્તવાણી-૮ અવતારમાં કશું લીધું નહિ ને આવતાં ભવનાં બીજ નાખ્યાં ! આવડાં મોટા જગતમાં માણસ કઈ જાતનાં બીજ નહિ નાખતો હોય ? અને શું શું ફસાતા હશે, એ શી ખબર પડે ? તમને સમજ પડીને ? સિદ્ધાંત છે ને ? પદ્ધતિસર સિદ્ધાંતિક છે ને ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આપણે અહીં પાંચ વર્ષની યોજના ઘડે છે, તેમાં પહેલાં વર્ષમાં આ પ્રમાણે અમુક અમુક જગ્યાએ બંધ બાંધવા, અમુક જગ્યાએ આમ કરવું, અમુક જગ્યાએ આમ કરવું' એવું બધું નક્કી કરે છે. પછી એ બધું કાગળ ઉપર લખે છે અને ડ્રોઈંગ બધું જ કાગળ ઉપર તૈયાર થાય છે. એ જ્યારે સેંક્શન થાય ત્યાર પછી એ યોજના રૂપક માટે મૂકે, ત્યારે એ જન્મ થયો કહેવાય, ત્યારથી એ યોજનાને આકાર મળ્યા કરે. એવી રીતે આ યોજના પહેલી થાય છે, તે એક અવતારમાં યોજના થાય છે, બીજા અવતારમાં આકાર લેવાય છે અને આકાર લેતી વખતે ફરી મહીં નવી યોજના ઘડાતી જાય છે કે આ પ્રમાણે નાખવું જોઈએ, આવું હોવું જોઈએ, એમ ઘટમાળ ચાલ્યા કરે છે ! એટલે આ બહુ સિદ્ધાંતિક વસ્તુ છે. ‘પ્રત્યક્ષ' જ્ઞાતી જ, ‘હકીકત’ પ્રકાશે ! ૩૦૧ હવે આવી વાત પુસ્તકોમાં તો લખેલી હોય નહિ. એટલે શી રીતે માણસ ફરે ? પુસ્તકમાં લખેલું તો કેવું હોય કે કઢીમાં મરચું, મીઠું, હળદર, ગોળ બધું નાખજો. પણ શું શું વસ્તુ ને કઈ રીતે એનું પ્રમાણ લેવું, એ તો ના હોય ને ! એટલે આ વસ્તુ એને અંદરખાને સમજાય નહિ ને ! એટલે આ પ્રતિષ્ઠિત આત્માને જ જગત આખું આત્મા માની બેઠું છે અને એને સ્થિર કરવા માગે છે. અને તે ય ખોટી વસ્તુ નથી, સ્થિર તો કરવું જોઈએ. અને સ્થિર કરવાથી એને આનંદ થાય. જેટલો વખત આ પ્રતિષ્ઠિત આત્મા સ્થિર થાય; રાત્રે ઊંઘમાં તો સ્થિર થાય છે, પણ દહાડે ય જેટલો વખત સ્થિર થાય એટલો વખત એને આનંદ થાય. પણ એ આનંદ કેવો ? કે બસ, સ્થિરતા તૂટી કે હતો તેવો ને તેવો જ થઈ જાય ! હવે જો એ જોડે જોડે એમ જાણે કે મૂળ આત્મા તો સ્થિર જ છે, તો ‘પોતે’ ‘એડજસ્ટમેન્ટ’ લઈ શકે. પણ મૂળ આત્માની વાત લોકોને ખબર જ નથી. આ પ્રતિષ્ઠિત આપ્તવાણી-૮ આત્માને જ આત્મા સ્વીકારવામાં આવેલો છે અને આ ખરેખર આત્મા છે નહીં. પ્રતિષ્ઠિત આત્મા એ પુદ્ગલ છે, એમાં ચેતન જ નથી ! ૩૦૨ જેમાં જગત ચેતન માની બેઠું છે, એમાં ચેતન નથી. આ મારી શોધખોળ છે. અમે જાતે જોઈને કહીએ છીએ. એ શાસ્ત્રમાં લખ્યું નથી. શાસ્ત્રોમાં તો આને (પ્રતિષ્ઠિત આત્માને) સુધારવાનું કહ્યું છે, ‘સુધાર સુધાર કરો’ એવું કહ્યું છે. એટલે કંઈ પદ્ધતિ તો હોવી જોઈએ ને ? સુધારવાની પદ્ધતિ હોય છે ને ? શાસ્ત્રમાં પદ્ધતિ બતાડવામાં આવી છે એ લોકોનાં લક્ષમાં નથી, બહુ સૂક્ષ્મ રીતે બતાવવામાં આવી છે. પણ એ તો શબ્દથી બતાવવામાં આવી હોય ને ? એટલે શું કે શબ્દથી બતાવવામાં આવ્યું કે મુંબઈ જાવ તો મુંબઈમાં આવું છે, આમ છે, ત્યાં આગળ જુહુનો કિનારો આમ છે, તેમ છે, પણ શબ્દથી. તેમાં તમને શું લાભ થયો ? એટલે શાસ્રો શું બતાવે ? શબ્દોથી બતાવે. એ અનુભવથી ના હોય ને ?! શાસ્ત્રમાં અનુભવથી ઉતરે નહિને ?! એટલે ‘જ્ઞાની પુરુષ’ની હાજરી સિવાય કશું આનો ફોડ પડે નહિ. અવક્તવ્ય અનુભવ, મૌલિક તત્ત્વતા !! પ્રશ્નકર્તા : આપને જે સુરતના સ્ટેશને બાંકડા ઉ૫૨, ૧૯૫૮માં જ્ઞાન થયું, એ વખતનો અનુભવ કહોને. દાદાશ્રી : અનુભવ તો, એવું છે ને, એ તમને કહી શકું કેટલો ? કે મને આનંદ થયો, મને જગત વિસ્તૃત થઈ ગયું હતું અને બધું જોયું મેં કે, જગત શું છે, કોણ કર્તા છે, કેવી રીતે ચાલે છે, તમે કોણ છો, હું કોણ છું ?” એ બધું વિવરણ મને જણાયું. પણ આ બધું હું શબ્દોથી તમને સમજાવું છું. મૂળ વસ્તુ તો તમે જાણી શકશો જ નહીં. કારણ કે ત્યાં શબ્દો નથી. વિગતવાર વાણીમાં આવે નહીં. આ તો શબ્દો જેટલાં બોલી શકાય, એટલા બહારના ભાગમાં હું તમને વાત કરું છું, એ મૂળ વસ્તુ તો નહીં ને ! એ તો તમે ચાખો ત્યારે, એ જગ્યાએ તમે આવો ત્યારે તમને ખબર પડે કે શું હતું ! આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે તે આત્માનાં જે બહારના પ્રદેશો છે, તે

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171