Book Title: Aptavani 08
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 164
________________ ૨૯૪ આપ્તવાણી-૮ આપ્તવાણી-૮ ૨૯૩ પ્રશ્નકર્તા: પણ પહેલાં શુદ્ધ તો હતો જ ને ? એ પછી અશુદ્ધ થયો હતો ને ? દાદાશ્રી : મૂળ સ્વરૂપે શુદ્ધ જ છે. પણ આ જે દર્શન બગડ્યું છે ને, એ દર્શન ફરી શુદ્ધ થઈ જાય છે. એટલે પછી અહંકાર ખલાસ થઈ જાય છે. પ્રશ્નકર્તા : મારે કહેવાની વાત એ જ છે કે આત્મા શુદ્ધ હતો, નિર્વિકારી હતો... દાદાશ્રી : ને અત્યારે નિર્વિકારી છે ! પ્રશ્નકર્તા : એ બરોબર છે. પણ આપે કહ્યું ને કે જડશક્તિએ બાંધી દીધો ? દાદાશ્રી : એટલે શું કે આત્માની શક્તિ આવરાઈ છે અને આવરાઈ એટલે પછી એ શક્તિનું આ જડશક્તિમાં મિલ્ચર થયું, તે જડશક્તિ જ હવે ઉપર ચઢી બેઠી છે, તે છૂટવું હોય તો ય છૂટાય નહિ ! એ તો જ્ઞાનીની પાસે જાય ત્યારે છૂટ, નહિ તો લાખ અવતારે ય એ હવે છૂટે નહિ. એનાં કરતાં લોખંડની સાંકળ હોત તો કાપી કરીને છૂટી જાત ! પણ આ સાંકળ તો તૂટે નહિ ને ! અને જેમ દારૂ પીવે ને તેનો અમલ ચઢે છે એવી રીતે અહીં આ અહંકારનો અમલ છે. તેથી ગાડું ચાલ્યા કરે છે. પ્રશ્નકર્તા : અમલ ભલે છે, તો પણ આત્મા તો શુદ્ધ જ રહ્યો છે ને ? દાદાશ્રી : એવું છે, આત્મા બિલકુલ ઉદાસીન છે. જ્યાં સુધી આપણે” “અહંકાર’માં છીએ ત્યાં સુધી “આત્મા’ ઉદાસીન છે. આત્માનો આમાં રાગે ય નથી ને હેપે ય નથી. એ તો શું કહે છે કે ‘જ્યારે તને અનુકુળ આવે ત્યારે મારી પાસે આવજે. જ્યારે તારો બધો હિસાબ ચોખ્ખો થઈ જાય, તને બધું ગમતું પૂરું થઈ જાય ત્યારે આવજે.” આપને સમજાયું ને ? પ્રશ્નકર્તા : મારે એ કહેવાનો મતલબ છે કે જ્યારે આત્મા શુદ્ધ હતો તો પછી શુદ્ધને કોઈ અશુદ્ધ કરી શકે નહીં. તો એ અશુદ્ધ કેમ થયો ? દાદાશ્રી : એ અશુદ્ધ થયો જ નથી. ફક્ત એની એક શક્તિ, દર્શનશક્તિ આવરાઈ છે. જેમ આ શેઠ હમણે શુદ્ધ જ છે અને દારૂ પીધો એટલે એમની કોઈ એક શક્તિ આવરાઈ, એટલે એ અવળું-હવળું બોલે છે. એવી રીતે આ ‘હું ચંદુભાઈ છું’ બોલે છે. લોકોએ ‘તમને’ ‘ચંદુભાઈ” કહ્યું ને ‘તમે માની લીધું એટલે એક શક્તિ આવરાઈ. એ આવરાઈ એટલે આ ઊંધું થયું છે. તે એનો કેફ જો કોઈ કાઢી આપે તો મટી જાય. આમાં બીજું શું થયું છે તે ? બીજું બન્યું જ નથી ને કશું. જેમ શેઠનું બન્યું છે એવું જ બન્યું છે. શેઠનું આવરાય કે ના આવરાય ? સમજણ બધી આવરાઈ જાય ને ? એવું આ થયું છે. પ્રશ્નકર્તા : એ વાતને તો આપણે માની લઈએ. પણ મૂળ શુદ્ધાત્મા જે છે, એની શક્તિ જો વધારે હોય તો પછી અમલ કેમનો ચઢે ? દાદાશ્રી : પણ એની શક્તિ અત્યારે હોય જ નહિ ને ! અત્યારે તો મૂળ આત્મા સંપૂર્ણ ઉદાસીન છે. પ્રશ્નકર્તા : પહેલેથી ઉદાસીન છે ? દાદાશ્રી : એ કાયમને માટે ઉદાસીન જ છે, વીતરાગ જ છે. એ તો શું કહે છે કે ‘તમને’ જ્યાં સુધી આ બધું ગમે છે ત્યાં સુધી એ કરો ને ના ગમે તો મારું નામ યાદ કરો ને ‘જ્ઞાની પુરુષ’નું કે ગમે તે અવલંબન લઈને મારી પાસે પાછાં આવતાં રહેજો. જ્યાં સુધી બહાર ગમે છે ત્યાં સુધી ભટકો, અનુકૂળ આવે ત્યાં સુધી ફરો. નહિ તો પછી ‘પોતાની પાસે આવી જાવ', કહે છે. એટલું જ જો સમજે ને કે ‘દારૂ પીવે છે ને શેઠ ફેરફાર થઈ જાય છે” તો બધા ય પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. આમાં આ આટલો જ દારૂ પીવડાવ્યો છે કે ‘તું ચંદુ છે, ચંદુ છે.’ આ આટલો જ દારૂ પીધો, એનો ‘તમારામાં ‘અહંકાર' ઊભો થઈ જાય કે “હું ચંદુ છું' એવો અહંકાર પછી ઊભો થાય કરે છે. એટલે આ તો બધો અમલ થયેલો છે તે વાતે ય બધી અમલની કરે છે. કેફમાં ને કેફમાં બધી વાતો ચાલે ને એ વાતનો ‘એન્ડ’ જ ના આવે ! બાકી, આત્મા તો આખા સંસારકાળમાં ઉદાસીન જ છે. હવે આ વાત

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171