________________
આપ્તવાણી-૮
૧૩૫
૧૩૬
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા: માણસ મરી જાય પછી તો એનો હાથો ય કામનો નથી, કશું જ કામનું નથી.
દાદાશ્રી : એ તો જીવાત્મા છે, તે મરી ગયો. એમાં તમારો આત્મા તમે જાણ્યો છે ? તમને ‘આત્મા છું' એવો અનુભવ છે ?
પ્રશ્નકર્તા : હું કહું છું કે મને આત્માનો અનુભવ છે, તમે કહો છો કે મને અનુભવ નથી. તો મને શેનો અનુભવ છે એ કહો.
દાદાશ્રી : એવું છે, તમને અત્યારે જીવાત્માનો અનુભવ છે. પણ એ મૂળ આત્મા નથી. મૂળ આત્મા ચેતન છે અને જીવાત્મા એ નિચેતનચેતન છે. નિક્ષેતન-ચેતનને જગત આખું ચેતન માની બેઠું છે, તેથી ફસાયું છે. નિક્ષેતન-ચેતન એટલે ચેતન જેવાં બધાં લક્ષણ દેખાય, હાલતું ચાલતું પણ દેખાય. પણ એ ચેતન નથી.
આત્મભાન થયે, પોતે' અમર !! પ્રશ્નકર્તા : ફલાણા માણસમાંથી જીવ જતો રહ્યો એટલે એ મરી ગયો, કહે છે. તો આમાં જીવ અને આત્મા એ બે એક કે જુદાં છે ? બંને એક હોય તો કઈ સ્થિતિમાં જીવ કહે છે ? કઈ સ્થિતિમાં આત્મા કહે છે ?
દાદાશ્રી : જે જીવે-મરે, એને જીવ કહેવાય અને જે જીવે નહિ ને મરે નહિ, એ આત્મા કહેવાય. જીવ તો ‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ' છે. એ અવસ્થા માત્ર છે.
પ્રશ્નકર્તા: જીવ અને આત્મા એક શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં જતાં રહે છે, જ્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી ?
દાદાશ્રી : એ તો જીવાત્મા એકલો નહિ, બીજું બધું ય નહીં જોડે જવાનું. કર્મ-બર્મ બધાં ય જવાનાં. જ્યાં સુધી મુક્તિ ના થાય, કર્મરહિત ના થાય ત્યાં સુધી બધું જોડે ને જોડે ફરે. કરેલાં કર્મો ય જોડે ને જોડે રહેવાનાં.
ફક્ત “પોતે કોણ છે ?” એટલું જ જાણી લેવાનું છે. ‘જીવ છે
ને જીવે છે તો મરી જઇશ અને ‘તું' આત્મા છે તો અમર થઇશ. જીવવું છે એ અવસ્થા છે ને જીવે-મરે એ જીવ કહેવાય. જીવ સંસારી અવસ્થામાં હોય. એમાં પાપ-પુણ્ય બધું ભેગું હોય, પૌગલિક વસ્તુ ભેગી હોય, કર્મ સહિત હોય, એને જીવ કહેવાય.
પ્રશ્નકર્તા: તો મન કોને કહેવાય ?
દાદાશ્રી : મન તો, વિચારો થાય છે ને એ મન કહેવાય. મનબુદ્ધિ-ચિત્ત-અહંકાર, એ તો અંતઃકરણની વસ્તુ છે. અને જીવ તો આ બધાનો ઉપરી છે. એ પોતે જ જીવ છે, અને આત્મા એ જુદી વસ્તુ છે. જીવથી આત્મા જુદો છે. આ જીવે છે-મરે છે એ જીવ છે. આત્મા મરે નહિ. ‘આત્મા’ તો અમર છે અને એ જ “આપણું સ્વરૂપ છે !
પ્રશ્નકર્તા: તો જીવ એ પુદ્ગલ જ કહેવાય ને ?
દાદાશ્રી : હા, જીવ એ તો પુદ્ગલ જ કહેવાય. પણ આપણને જીવતું દેખાય. હરે, ફરે, બોલે, બધું જ કરે. પણ છે એ પુદ્ગલ. જીવ એટલે પૂતળું ઊભું થયેલું છે ખાલી !
ભ્રાંતિ ભાંગ્યે ભેદ ભૂંસાય ! પ્રશ્નકર્તા: જીવને પરમેશ્વર કેવી રીતે કહેવાય ? જીવ તો એક આભાસ છે.
દાદાશ્રી : ભેદબુદ્ધિથી જીવ કહેવાય. ભેદબુદ્ધિ છે કે હું જુદો ને ભગવાન જુદા છે, ત્યારે જીવ થયો કહેવાય. અને અભેદ બુદ્ધિ થાય કે હું ભગવાન જ છું’ એટલે શિવબુદ્ધિ થાય.
પ્રશ્નકર્તા: ‘હું આત્મા છું’ એ દ્રષ્ટિએ આત્મામાં ભેદ નથી ?
દાદાશ્રી : ‘હું આત્મા છું' એવું ભાન થાયને એટલે જીવ-શિવનો ભેદ તૂટી ગયો !
પ્રશ્નકર્તા : એ બરોબર. પણ જીવ અને પરમેશ્વર એમાં શું ફરક છે ?