________________
આપ્તવાણી-૮
૨૨૭
૨૨૮
આપ્તવાણી-૮
શું પુરુષાર્થ કરવો ને એ પુરુષાર્થનું પ્રમાણ કેટલું ?
દાદાશ્રી : આ પુરુષાર્થ કર્યો ત્યારે તો તમે મને ભેગા થયા છો. જે કંઈ પુરુષાર્થ કર્યો હશે ને, સારો પુરુષાર્થ કર્યો હશે ત્યારે તો ભેગા થયા. હવે ભેગા થયા પછી તમને લાભ લેતાં આવડવો જોઈએ. અહીં તો જે માંગે એ મળે, પણ આપણને લેતાં આવડવું જોઈએ. લોક તો એમની ભાષાનું ખોળે, એમને સમજણ પડે એવું ખોળે ! એટલે તમે દેહાતીત પ્રાપ્તિ માટે બોલો છો ને, તે દેહાતીત દશા અહીં પ્રાપ્ત થાય એવું છે. દેહાતીત જેવી દશા છે એવી લોકોને ખબર જ નથી ને ! દેહાતીત દશા ખોળનારા જ કોઈ માણસ હોયને ! એ હોતાં જ નથી ને !
સમજ' વિતા સાધતા તે શું કરે ? પ્રશ્નકર્તા: પણ આત્મસાક્ષાત્કાર તો ઘણી ઘણી તપશ્ચર્યા કર્યા બાદ, સાધના પછી થાય છે ને ?
દાદાશ્રી : ના, એટલી બધી તપશ્ચર્યા સાધના કર્યા પછી ય પાછો ગધેડાનો અવતાર આવે ! કારણ કે દાદરનું સ્ટેશન અડધો માઈલ છેટું હતું, ને તું બાવીસ માઈલ કેમ ફર્યો ? તેં તો રોડ બગાડ્યો !! માટે જા ગધેડો થાજે ! અડધો માઈલ છેટું હતું ને બાવીસ માઈલ ફર્યો, તે ય ‘દાદર’ ના આવ્યું, બીજું જ ગામ આવ્યું. ત્યારે એ કહેશે, ‘બાવીસ માઈલ ફર્યો, તેમાં સાડી એકવીસ માઈલનો તો લાભ થયો, ચાલો.' ત્યારે કહે, “ના, તું ફર્યો એમાં અમારો રોડ ઘસાયો ને, એના પૈસા લાવ.' તે દંડ ભરવો પડે !! એટલે આવું છે ! એ આત્મા પ્રાપ્ત થાય એવો નથી, ને આત્મા કોઈ દહાડો ય કોઈને જડ્યો નથી. બધા કહેશે, ‘હમ બ્રહ્મસ્વરૂપ છે. બ્રહ્મસ્વરૂપ હૈ.” તે જ્યારે ગાળ ભાંડીએ ને, ત્યારે ખબર પડે ! તરત ફેણ માંડશે !
પ્રશ્નકર્તા : ના, પણ આ બધું પંથ, જાતિ એને બાધક હશે તો ખરું ને ?
દાદાશ્રી : એ બાધક તો કઈ રીતે છે કે જ્યાં સુધી જાતિનો અહંકાર છે. પંથનો અહંકાર છે, જાતનો અહંકાર છે, એ બધું બાધક છે અને જે આ બાધકમાંથી આઘોપાછો થઈ અને ‘જ્ઞાનીપુરુષ” ખોળી કાઢે તો એનો ઉકેલ આવી જાય. બાકી આ મતવાળાને પંથવાળા તો હજુ કેટલું ય ભટકશે. કારણ કે ભગવાનને ત્યાં મત, જાત, કશાની ય જરૂર નથી. પંથ કે વેશની ય ત્યાં જરૂર નથી.
પ્રશ્નકર્તા : આવરણો, કપડાંથી માંડીને સંસારનાં બાળબચ્ચાં, એ બધાં આધ્યાત્મિક માટે બાધકરૂપ છે ?
દાદાશ્રી : એ બધું ખરેખર બાધક નથી. પણ આ બધાનું દબાણ બહુ હોય ને, તો અમુક હદ સુધી એ બાધક છે ને અમુક હદની બહાર એ બાધક નથી, એવી અમુક લિમિટ છે. મને કોઈ વસ્તુ બાધક થતી નથી. આ જેટલું હું પહેરું છું, બધું મારી પાસે જે છે, તે એમાં મને કોઈ વસ્તુ બાધક નથી. છતાં મને તો કપડાં કાઢી લેને, ખેંચી લે, તો ય મને વાંધો નથી અને પછી પહેરાવો તો ય વાંધો નથી. મને કોઈ જાતનો આમાં વાંધો નથી. જે પ્રમાણે જે ઉદય હોય તે પ્રમાણે આ દેહ ફર્યા કરે છે. અને હું એનો જ્ઞાતા-દ્રષ્ટા છું. આ દેહ એ મારા પાડોશી છે, તદન પાડોશી !!
પ્રશ્નકર્તા : એટલે અહંકાર ને મમતા, એ બે હોય ત્યાં સુધી જ બાધક છે ને, આધ્યાત્મિક માટે ?!
દાદાશ્રી : બાધક અહંકાર એકલો જ છે. મમતા તો, અહંકાર છે ત્યાં સુધી મમતા છે. બાકી, અહંકાર ના હોય તો મમતા હોતી જ નથી. હવે ‘હું પણું એ અહંકાર નથી. ‘હું તો છું જ’ પોતાનું અસ્તિત્વ છે જ. પણ ‘હું શું છું?” તેનું ભાન નહીં હોવાથી અહંકાર ઊભો રહ્યો છે.
જગતમાં અધ્યાત્મમાર્ગ ક્યાં ? એટલે એવાં કોઈક મહાત્મા કે સંતપુરુષ હોય, જ્યાં ક્રોધ-માન
અધ્યાત્મતા બાધક કારણો !
પ્રશ્નકર્તા : આત્મસાક્ષાત્કાર માટે આ જાતિ, પંથ બધું બાધક ખરું ?
દાદાશ્રી : એને કશું નડે નહીં. આત્મસાક્ષાત્કાર ગમે તે માણસને થઈ શકે.