________________
આપ્તવાણી-૮
હવે લોકોને જે જ્ઞાન આપવામાં આવે છે, જે સમજણ આપવામાં આવે છે, અને જે જ્ઞાનના આધારે લોકો જીવે છે, તે જ્ઞાન જ, આધાર-જ્ઞાન જ જે કદી એવું હોય કે ‘હું ભગવાનનો અંશ છું’ તો પછી સર્વાંશ ક્યારે થઇશ ? એટલે કંઇ આનો પાર આવે નહીં. તું ભગવાનનો અંશ નથી. તું સંપૂર્ણ, સર્વાંશ ભગવાન જ છો ! અંશ કોઈ દહાડો સર્વાંશ થાય નહીં. જે અંશ છે ને, તેનામાં સર્વાંશ થવાની શક્તિ જ નથી. અંશ હંમેશાં ય અંશ રૂપે રહે છે. ને સર્વાંશ ક્યારે અંશ સ્વરૂપે થતું નથી, સર્વાંશ તો હંમેશાં ય સર્વાશ રહે છે ! ત્યારે કહે છે, આ આવું બધું અજ્ઞાન કેમ ફેલાયું હશે ? ભગવાનને આવું સ્વરૂપ કેમ માને છે ? ત્યારે ‘જ્ઞાની પુરુષ' સમજણ પાડે, કે ભગવાન તો સર્વાંશ છે, પણ એને અંશ સ્વરૂપ આવરણ ખુલ્યું છે, એટલો એને લાભ થાય છે. બાકી પોતે તો સર્વાંશ જ છે.
૧૬૧
આપને સમજાયું ને ? આવું ‘હું અંશ સ્વરૂપ છું’ કહે તો ક્યારે પત્તો પડે ? મને આવું અંશ સ્વરૂપ કહેનારા મળ્યા, ત્યારે મને એમ લાગ્યું કે ‘આ કઈ જાતનું છે !' હું નાનો હતો ત્યારે મને કહેનારા મળેલા કે, ‘આપણે તો અંશ સ્વરૂપ છીએ !' ત્યારે મને એમ રીસ ચઢી કે તું અંશ સ્વરૂપ હોઇશ, હું શેનો અંશ સ્વરૂપ ? અંશ સ્વરૂપ, એ ! અને એક પઇ કોઈ દહાડો રૂપિયો થાય નહીં, ને રૂપિયો કોઈ દહાડો ય પઈ થાય નહીં, પઈ લાખ વર્ષ પડી રહે તો રૂપિયો થઈ જાય ? એટલે વાતને સમજવાની જરૂર છે !
સાચી સમજ, સર્વવ્યાપકતી !
પ્રશ્નકર્તા : આત્મા સર્વાંશ છે, એવું આત્મા સર્વવ્યાપી પણ છે ને ?
દાદાશ્રી : ના. આત્મા સર્વવ્યાપી છે, એ સાપેક્ષ વાત છે, તે કાયમનો નથી. સર્વવ્યાપી જે કહો છો તે નિરપેક્ષ વાત કરો છો કે સાપેક્ષ વાત કરો છો ?
પ્રશ્નકર્તા : નિરપેક્ષની.
દાદાશ્રી : આ લાઇટ છે, તે આખા રૂમમાં બધે વ્યાપેલું છે કે નથી વ્યાપેલું ?
૧૬૨
આપ્તવાણી-૮
પ્રશ્નકર્તા : હા, વ્યાપેલું છે.
દાદાશ્રી : એ લાઇટ ઉપર આમ કાગળ કે કશુંક ઘાલી દઇએ તો ? પ્રશ્નકર્તા : તો અંધારું લાગે.
દાદાશ્રી : તો પછી અહીં આગળ એનું લાઇટ ના દેખાય ને ? પ્રશ્નકર્તા : ના દેખાય.
દાદાશ્રી : તો તે વખતે સર્વવ્યાપી છે ?
પ્રશ્નકર્તા : તે વખતે આપણને ભ્રાંતિ થાય છે, પણ એ લાઈટ આમ તો સર્વવ્યાપી છે ને !
દાદાશ્રી : ના, એવું નહીં. આ સર્વવ્યાપીનો અર્થ લોકોએ સમજ્યા વગરનો ઊંધો ઠોકી બેસાડ્યો ‘આત્મા સર્વવ્યાપી છે' એમ કહો છો, પણ એ તમારી સમજણમાં ભૂલ છે. સર્વવ્યાપીનો અર્થ હું તમને સમજાવું.
જ્યારે છેલ્લો અવતાર હોય છે, ચરમ દેહ હોય છે, ત્યારે આત્મા સંપૂર્ણ નિરાવરણ થાય છે. તે ઘડીએ એ આત્મા આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપી થાય છે. પણ એ બધા આત્માનું નહિ, પણ જે આત્મા મોક્ષે જવાનો હોય, સંપૂર્ણ નિરાવરણ થયેલો હોય, તે આત્મા એકલો જ સર્વવ્યાપી થાય છે. બાકી આ બીજા બધા આત્મા નહીં, તમને સમજમાં આવ્યું ?
પ્રશ્નકર્તા : એટલે આત્મા પોતે ચેતનરૂપે સર્વવ્યાપી છે ?
દાદાશ્રી : ના. ચેતનરૂપે સર્વવ્યાપી નથી, એનો સ્વભાવ સર્વવ્યાપી છે. છેલ્લા અવતારમાં ચરમ શરીરી હોય ત્યારે એનું લાઇટ આખા બ્રહ્માંડમાં બધે ફેલાય. એટલે એ સાપેક્ષ વસ્તુ છે. દરેકનામાં ના થાય. એ તો આ બધા
લોકો મરે જ છે ને ? રોજ રોજ સમશાનમાં જાય છે જ ને ?!
એટલે આત્મા સર્વવ્યાપક છે એવું કહેવાય છે, પણ એ એના લાઇટથી સર્વવ્યાપક છે, એના પ્રકાશથી સર્વવ્યાપક છે, આ બધે ય એ પોતે છે નહીં.