________________
આપ્તવાણી-૮
એથી આગળનું જાણવું હોય તો બીજા સૂક્ષ્મ રીતે બધું આગળનું જાણી શકે. બાકી, તાપસ કશું જાણી શકે નહિ.
પ્રશ્નકર્તા : પણ સૂક્ષ્મદેહે પણ જીવ-શિવનો ભેદ ટાળી શકે ખરાં કે
નહિ ?
દાદાશ્રી : ના. ટાળે, પણ એ એમની માન્યતાનું ટાળેલું હોય. સાયકોલોજિકલ, એવું ચાલે નહિ ને ! એ તો પદ્ધતિસર જ્ઞાનથી હોવું જોઈએ, એને રસ્તેસર હોવું જોઈએ. વેદાંત કહો કે જૈન કહો, બીજા કહો, પણ રસ્તો એક જ છે. એનું જ્ઞાન એક જ પ્રકારનું છે.
પ્રશ્નકર્તા : એટલે મનુષ્ય દેહમાં જ એવું છે ?
૧૩૯
એમ જ નથી.
આ જીવ-શિવનો ભેદ તૂટી શકે
દાદાશ્રી : મનુષ્ય દેહ સિવાય બીજા કોઈ પણ દેહમાં આ થઈ શકે
પ્રશ્નકર્તા : દેવગતિમાં ?
દાદાશ્રી : ના. ત્યાં ય કશું થાય નહિ. દેવગતિમાં ના થાય. દેવગતિવાળા એટલું કરી શકે કે ત્યાં દેવગતિમાં રહ્યા રહ્યા દર્શન કરવા જવું હોય તો અહીં આવી શકે. એટલે દેવગતિવાળા અહીં દર્શન કરવા આવી શકે.
પ્રશ્નકર્તા : વિદેહી સ્થિતિવાળો જીવ-શિવનો ભેદ તોડી શકે ?
દાદાશ્રી : વિદેહી ? વિદેહી તો પોતે જ શિવ થઈ ગયો હોય ! જેનો જીવ-શિવનો ભેદ છૂટી ગયો છે અને પાછો પોતે શિવસ્વરૂપ થયો, તે વિદેહી કહેવાય. આપણે અહીં જનકરાજા થયા હતા.
કર્તા-ભોક્તા, એ અવસ્થા જીવતી !
એટલે જીવ તો એની અજ્ઞાન માન્યતા છે કે હું મરી જઇશ. એટલે જીવ તો, હતો ત્યાં સુધી જીવે, નહિ તો મરી જાય. જીવે-મરે એ અવસ્થાને જીવ કહેવાય છે. અને અજન્મા-અમર એ આત્મા કહેવાય, શિવ કહેવાય.
આપ્તવાણી-૮
શુદ્ધાત્મા એ શિવ છે. ‘પોતે શિવ છે’ એવું સમજે તો થઈ ગયું કલ્યાણ ! આ ‘હું કરું છું, હું ભોગવું છું’ એવું ભાન છે ત્યાં સુધી જીવ છે. જીવ કર્તા-ભોક્તા છે. અને અકર્તા-અભોક્તા થયો, એવી એને શ્રદ્ધામાં બેસે ત્યારથી એ આત્મા થયો. પ્રતીતિમાં બેઠું ત્યાંથી આત્મા થઈ ગયો. પછી અત્યારે રૂપકમાં આવે કે ના આવે, તે વાત જુદી છે. કારણ કે રૂપક જરા મોડું આવશે.
૧૪૦
પ્રશ્નકર્તા : કઇ અવસ્થા જીવની કહી, એ ના સમજાયું ?
દાદાશ્રી : કર્તા-ભોક્તા છે એ જીવની અવસ્થા ! ‘હું આ કરું છું, આ હું ભોગવું છું', એ જીવની અવસ્થા ! ‘હું આ કરું છું. આ હું ભોગવું છું’, એ વિનાશી અવસ્થા કહેવાય. ‘હું મરી જઈશ’ એવું બોલે કે ના બોલે ? અને ‘હું હજી પંદર વર્ષ જીવવાનો છું' એવું ય બોલે ને ?
પ્રશ્નકર્તા : હા, બોલે.
દાદાશ્રી : એ જ જીવ.
પ્રશ્નકર્તા : જીવ પોતે કર્તા છે.
દાદાશ્રી : ‘હું કર્તા છું, હું ભોક્તા છું’ એવું એને ભાન છે. જીવવાની વાંછના કરે ને મરવાની ઇચ્છા ના કરે એ જીવ. આત્મા તો અકર્તાઅભોક્તા છે.
એ જીવ-શિવનો ભેદ સમજાયો આપને ?
વિરોધાભાસી વ્યવહાર વિરમે ક્યારે ?
એટલે કહ્યું કે, ‘જો તું જીવ તો કર્તા હરિ’. અને ‘જો તું શિવ, તો વસ્તુ ખરી.’ તું પોતે જ શિવસ્વરૂપ થઈ ગયો તો વસ્તુ પછી કોઇ છે નહીં, બાપો ય ઉપરી છે નહીં. જ્યાં સુધી જીવ છું, ત્યાં સુધી આ ભૌતિક સુખો ને આ સગા-વહાલાં બધાં ગમે છે. ‘આ મારા વૈવાઈ આવ્યા.’ તે વેવાઈ આવે તો ય ખોવાઇ જાય ! જ્યાં ખોવાય ને, ત્યાં સ્વરૂપ થાય. તે વેવાઈ આવે તો ય વેવાઇ પાસે ખોવાઈ જાય, એવાં આપણાં લોક !!