________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
તેવું આ નિચેતન ચેતન છે.
નિચેતન ચેતન એટલે ? મૂળ ચેતનની હાજરીમાં જે ‘ચાર્જ થઈ રહ્યું છે, એ પછી ‘ડિસ્ચાર્જ થયા કરે છે, એને નિચેતન ચેતન કહ્યું. ઘટકોનો ચાર્જ થઇ રહ્યો છે, એ ચાર્જ થયેલા ઘટકોને ‘કારણ” કહેવાય છે, ‘ોઝિઝ' કહેવાય છે. અને આખી જિંદગીનાં એ ‘કોઝિઝ ભેગાં થાય, તે જ્યારે માણસ મરી જાય ત્યારે ‘કોઝિઝ' જે છે ને, કારણ શરીર, એ બીજા જન્મમાં કાર્ય શરીર, ‘ઇફેક્ટિવ બોડી’ થઇ જાય છે.
‘ઇફેક્ટિવ બોડી’ એટલે આ મન-વચન-કાયાની ત્રણ ‘બેટરીઓ તૈયાર થઈ જાય છે અને એમાંથી પાછાં નવાં ‘કોઝિઝ' ઉત્પન્ન થયા કરે છે. એટલે આ ભવમાં મન-વચન-કાયા ‘ડિસ્ચાર્જ થયા કરે છે અને બીજી બાજુ મહીં નવું ‘ચાર્જ’ થયા કરે છે. જે મન-વચન-કાયાની ‘બેટરી’ઓ ચાર્જ થયા કરે છે તે આવતે ભવને માટે છે અને આ ગયા ભવની છે તે અત્યારે ડિસ્ચાર્જ થયા કરે છે. ‘જ્ઞાની પુરુષ' નવું ‘ચાર્જ બંધ કરી આપે, એટલે જૂનું ‘ડિસ્ચાર્જ થયા કરે.
એટલે મૃત્યુ પછી આત્મા બીજી યોનિમાં જાય છે. જ્યાં સુધી પોતાનું સેલ્ફ'નું ‘રિયલાઇઝ’ ન થાય ત્યાં સુધી બધી યોનિઓમાં ભટક ભટક કરે છે. જ્યાં સુધી મનમાં તન્મયાકાર થાય છે, બુદ્ધિમાં તન્મયાકાર થાય છે ત્યાં સુધી સંસાર ઊભો રહ્યો છે. કારણ કે તન્મયાકાર થવું એટલે યોનિમાં બીજ પડવું અને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યોનિમાં બીજ પડે છે ને તેનાથી આ સંસાર ઊભો રહ્યો છે. યોનિમાં બીજ પડતું બંધ થઈ ગયું કે એનો સંસાર ખલાસ થઈ ગયો.
પંચેન્દ્રિયો, એક ભવ પૂરતી જ ! પ્રશ્નકર્તા : એક જીવ બીજા ખોળિયામાં જાય છે. ત્યાં સાથે પંચેન્દ્રિયો અને મન, એ બધું દરેક જીવ લઇને જાય છે ?
દાદાશ્રી : ના, ના, કશું જ નહીં. ઇન્દ્રિયો તો બધી એક્ઝોસ્ટ થઈને ખલાસ થઇ ગઇ, ઇન્દ્રિયો તો મરી ગઇ. એટલે એની જોડે ઇન્દ્રિયો એવું કંઇ જ જવાનું નહીં. ફક્ત આ ક્રોધ-માન-માયા-લોભ જવાનાં. એ કારણ
શરીરમાં ક્રોધ-માન-માયા-લોભ બધું ય આવી ગયું. અને સુક્ષ્મ શરીર એ કેવું હોય ? જ્યાં સુધી મોક્ષે ના જાય ત્યાં સુધી સાથે જ હોય. ગમે ત્યાં અવતાર થાય પણ આ સૂક્ષ્મ શરીર તો જોડે જ હોય.
બાકી ઇન્દ્રિયો બધું મરી જાય છે. અને કારણ શરીરમાંથી ફરી નવી ઊભી થાય છે. આ ઇન્દ્રિયો તો એક્ઝોસ્ટ થવા માટે ઉત્પન્ન થયેલી છે, તે નિરંતર એક્ઝોસ્ટ જ થયા કરે. અને એક્ઝોસ્ટ થઇ રહે એટલે ખલાસ થઇ જાય. પછી મરતી વખતે એને પૂછીએ, ‘કંઈ બોલો ને ! કાકા, કંઈક બોલો.’ પણ તે ‘લ, લ, લ..’ કર્યા કરે. જીભ ગઇ, એ થઈ ગયો લવો. કારણ કે એકઝોસ્ટ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ. આંખને ય એવું થઈ જાય. આ કાનને ય એવું થઈ જાય, એટલે બધું એક્ઝોસ્ટ થઈ જાય. એટલે આ ઈન્દ્રિયો કશું જોડે જાય નહીં. નવી ઇન્દ્રિયો ફ્રેશ એને મળવાની. આંખે ય ફર્સ્ટકલાસ, કાને ય ફર્સ્ટકલાસ મળવાના. પછી રેડિયો સાંભળ્યા જ કરોને કાને અડાડીને.
સૂક્ષ્મ શરીરનો સંબંધ ક્યાં સુધી ? એટલે આત્મા દેહ છોડીને એકલો જતો નથી. આત્મા જોડે પછી બધાં કર્મો, કારણ કર્મી-કારણ દેહ કહેવાય એને. પછી ત્રીજું ઈલેક્ટ્રિકલ બોડી', આ ત્રણે સાથે નીકળે છે. જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી દરેક જીવમાં આ ઈલેક્ટ્રિકલ બોડી હોય જ ! કારણ શરીર બંધાયું કે ઇલેક્ટ્રિકલ બોડી જોડે જ હોય. ઇલેક્ટ્રિકલ બોડી દરેક જીવમાં સામાન્ય ભાવે હોય જ અને તેના આધારે આપણું ચાલે છે. ખોરાક ખાઈએ છીએ તે પચાવવાનું કામ એ ઇલેક્ટ્રિકલ બોડી કરે છે. એ લોહી બધું થાય છે, લોહી શરીરમાં ઉપર ચઢાવે, નીચે ઉતારે, એ બધું અંદર કામ કરે. આંખે દેખાય છે, તે લાઈટ બધું આ ઇલેક્ટ્રિકલ બોડીના લીધે હોય છે. અને આ ક્રોધ-માનમાયા-લોભ, એ ય આ ‘ઈલેક્ટ્રિકલ બોડી’ને લીધે થાય છે. આત્મામાં ક્રોધમાન-માયા-લોભ છે જ નહીં. આ ગુસ્સો ય એ બધું ‘ઈલેક્ટ્રિક્લ બોડી'ના શૉક છે.
પ્રશ્નકર્તા : એટલે ‘ચાર્જ થવામાં ‘ઈલેક્ટ્રિકલ બોડી’ કામ કરતું હશે