________________
આપ્તવાણી-૮
એવું છે ને, કર્મ બીજાં કશાં લાગ્યાં નથી. ભાન ખોયું છે એ જ કર્મ લાગ્યાં છે. બાકી પોતે શુદ્ધ જ છે. અત્યારે ય તમારો આત્મા શુદ્ધ જ છે. દરેકનો આત્મા શુદ્ધ જ છે, પણ આ જે બાહ્યરૂપ ઊભું થયું છે તે રૂપમાં પોતાને ‘રોંગ બીલિફ’ ઊભી થઈ છે. જન્મથી જ પોતાને અહીં તે રૂપમાં અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે. સંસાર છે, એટલે બાબો જન્મ્યો ત્યારથી જ એને અજ્ઞાનનું પ્રદાન કરવામાં આવે છે કે ‘બાબો આવ્યો, બાબો, બાબો’ કહેશે. પછી ચંદુ નામ પાડવામાં આવે તે લોકો પછી એને ‘ચંદુ, ચંદુ’ કહે, ત્યારે પોતે માની લે કે ‘હું ચંદુ છું.’ પછી એને પપ્પાની ઓળખાણ કરાવે, મમ્મીની ઓળખાણ કરાવે, બધું અજ્ઞાનનું જ પ્રદાન કરવામાં આવે છે. ‘તું ચંદુ, આ તારા મમ્મી, આ તારા પપ્પા’ એવી ઓળખાણ કરાવે એટલે એને ‘રોંગ બીલિફ' બેસી ગયેલી છે, તે ઊખડતી જ નથી. એ ‘રોંગ બીલિફ’ ‘જ્ઞાનીપુરુષ’ તોડી આપે ત્યારે ‘રાઇટ બીલિફ' બેસે, ને ત્યારે ઉકેલ આવી જાય ! એટલે આત્મા તો શુદ્ધ જ છે, આ તો ખાલી દ્રષ્ટિફેર જ છે !!
૪
પ્રશ્નકર્તા : પણ આની શરૂઆત કેવી રીતે થઇ ?
દાદાશ્રી : આ તો અવિનાશી વસ્તુઓ ભેગી થવાથી આ બધી અવસ્થાઓ ઊભી થઇ છે ! આ સંસાર એટલે સમસરણ માર્ગ અને સમસરણ એટલે નિરંતર પરિવર્તન થયા જ કરે. આ પરિવર્તનથી તમારો આત્મા અશુદ્ધ જ છે એવું તમને તમારા માટે લાગે છે, પણ મને તમારો આત્મા શુદ્ધ જ દેખાય છે. ફક્ત તમારી ‘રોંગ બીલિફો’ બેઠી છે, તેથી તમને અશુદ્ધતા મનાય છે. એ ‘રોંગ બીલિફો’ હું ‘ફ્રેકચર’ કરી આપું અને તમને ‘રાઇટ બીલિફ’ બેસાડી આપું, એટલે તમને પણ શુદ્ધ દેખાય.
આ તો ફક્ત મિથ્યાદર્શન ઊભું થયું છે, જ્યાં સુખ નથી ત્યાં સુખની માન્યતા ઊભી થઈ છે. અમે જ્ઞાન આપીએ એટલે એને સાચી દિશામાં પછી રસ્તો મળી જાય છે. રસ્તો મળી જાય એટલે ઉકેલ આવી જાય. મિથ્યાદર્શન ફેરવી આપીએ અને સમ્યક્દર્શન કરી આપીએ એટલે એનો ઉકેલ આવે, ત્યાં સુધી ઉકેલ ના આવે.
આત્મા શુદ્ધ જ છે. અત્યારે ય તમારો આત્મા શુદ્ધ જ છે, ફક્ત
આપ્તવાણી-૮
‘બીલિફો’ તમારી ‘રોંગ’ બેઠેલી છે. તે તમે આ ‘ટેમ્પરરી’ વસ્તુમાં સુખ માની બેઠા છો. જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, જીભે ચખાય છે એ બધી ‘ઓલ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટસ્’ છે અને તે ‘ટેમ્પરરી’માં તમે સુખ માન્યું. અત્યારે તમને એ ‘રોંગ બીલિફ’ની અસર થઈ છે. એ ‘રોંગ બીલિફ' ‘ફ્રેકચર' થઈ જાય એટલે ‘ટેમ્પરરી’માં સુખ ના લાગે, ‘પરમેનન્ટ’માં સુખ લાગે. ‘પરમેનન્ટ’ સુખ એ સનાતન સુખ છે; એ આવ્યા પછી જાય નહીં. અને એનું નામ જ આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય, એ સ્વાનુભવ પદ કહેવાય. એ સ્વાનુભવ પદથી આગળ વધતા વધતા પૂર્ણાહૂતિ થાય પછી !
४८
સનાતન વસ્તુને આવત-જાવત શાં ?
પ્રશ્નકર્તા : બધા જીવો કે જે આત્મા છે, એ આત્મા આ જગતમાં ક્યાંથી આવ્યા હશે ?
દાદાશ્રી : કોઈ આવ્યું નથી. આ જગત જ આખું છ તત્ત્વોનું પ્રદર્શન છે. એ છ તત્ત્વો છે, તે બધાં થઇને આ જગત બનેલું છે તે દેખાય છે. ખાલી ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે ! એટલે કોઈએ આ બનાવ્યું નથી, કોઈને કંઈ કરવું પડ્યું નથી. આની આદિ નથી, આનો અંત નથી. આ ‘જેમ છે તેમ’ કહી દીધું કે જગત અનાદિ-અનંત છે. ફક્ત
એક દ્રષ્ટિફેરથી જગત દેખાય છે અને બીજી દ્રષ્ટિફેરથી મોક્ષ દેખાય છે. આખો દ્રષ્ટિફેર જ છે ફક્ત, બીજું કશું છે નહીં !
જે ‘આવે’ એ સનાતન ના હોય અને આત્મા એ સનાતન વસ્તુ છે, તો પછી એને ‘આવ્યા, ગયા' ના હોય. આવે એ તો જાય. આત્મા એવો નથી !
જગતમાં સૌથી પ્રથમ તો.... ?! પ્રશ્નકર્તા : તો પછી આ જીવો ક્યાંથી પેદા થયા ?
દાદાશ્રી : આ જીવો પેદા થયા જ નથી ! આત્મા અવિનાશી છે. અને અવિનાશી પેદા થાય નહીં કોઈ દહાડો ય ! એ તો કાયમને માટે