________________
આપ્તવાણી-૮
‘રોંગ બીલિફ’ જ છે. જેમ એક માણસને અહીં આગળ દહાડે પુસ્તક વાંચ્યું હોય અને એમાં ભૂતની વાત કંઈ વાંચવામાં આવી હોય અને રાતે એકલો હોય ને રૂમમાં સૂવા ગયો અને બીજી રૂમમાં ઉંદરડાએ કંઈક પ્યાલો ખખડાવ્યો કે તરત આ ય ફફડે. હવે એ જ્યારથી એને ભૂત મનમાં પેઠું તે નીકળે નહિ ત્યાં સુધી એને ભૂતની અસર રહ્યા કરે ! એવી આ અસરો
છે !!
૮૩
પ્રશ્નકર્તા : સૃષ્ટિની અંદર પણ જીવમાત્રમાં ભેદો પાડ્યા છે. દાદાશ્રી : જીવમાત્રમાં ભેદ છે જ નહિ. જીવ બધા એક જ સ્વભાવના છે. ફક્ત ભેદ તો, એની દ્રષ્ટિભેદથી આ બધા ભેદો દેખાય છે. અને આ ભેદ એ કુદરતનું સંચાલન છે. અને તે પણ બાહ્ય ભેદ છે, ‘કપડાં’નો ભેદ છે, મૂળ ભેદ નથી.
પ્રશ્નકર્તા : આચરણમાં ભેદ છે. જેવી રીતે ગાય, ભેંસ, બકરી એ શાકાહારી છે અને સિંહ, વાઘ એ માંસાહારી છે. આ ભેદ કોણે ઉત્પન્ન કર્યો ? એ ભેદ છે, એ શા માટે ? એ જીવનો ભેદ છે ? શરીરનો ભેદ છે ? કે ભૌતિક ભેદ છે ? આ જીવમાં ભેદ છે એટલે એ લોકોનાં જીવનમાં ભેદ છે ?
દાદાશ્રી : ના. એવું નથી. આ હું તમને વાત કરું, સાંભળો ! કેટલીક કોમ છે, એ બધા લોકો માંસાહાર નથી કરતા ને ? હવે એમને જાનવરમાં જવાનું થયું તો શામાં જાય ? જ્યાં માંસાહારી કોમ ના હોય ત્યાં જાય. એટલે ગાયો-ભેંસો જે માંસાહાર ના કરતાં હોય એમાં જાય. અને માંસાહારી રાજાઓ ને એ બધા હોય તે જાનવરમાં જાય. તે પાછા શામાં જાય ? એ કંઈ ગાય-ભેંસમાં ના જાય. એ તો સિંહ-વાઘમાં જાય. એટલે આ બધી વ્યવસ્થા બિલકુલ પદ્ધતિસરની છે ! દરેક દેશમાં ‘વોરીયર્સ’ નિયમસર જ પાકે છે !
એવું છે, આ જગતમાં એક જ જાતનાં બધાં લોકોના વિચારો દરેક મનુષ્યોના જુદા જુદા વિચારો જ હોય છે. એનું શું કારણ ? આ ગોળ હોય છે, ‘સર્કલ’ એવું તમે જોયેલું ? એમાં ત્રણસો સાઠ ‘ડિગ્રી’માં જગતમાં
આપ્તવાણી-૮
મનુષ્યો રહેલાં છે. એટલે ‘ડિગ્રી’ ઉપર-અંશ ઉપર ઊભો રહ્યો છે, એને ત્યાંથી જેવું દેખાય એવું જ એ બોલે. એમાં એનો દોષ નથી. એટલે ‘ડિગ્રી’ પર બધું મતભેદવાળું છે. કારણ કે જુદા જુદા અંશ છે. અને વચમાં‘સેન્ટર’માં આવે ત્યારે ખબર પડે કે ‘પરમાત્મા શું છે ?! જગત શું છે ?
કેવી રીતે જગત ચાલે છે ?”
૮૪
જગતકલ્યાણતી અદ્ભુત, અપૂર્વ ભાવતા !
પ્રશ્નકર્તા : હવે ‘આત્મા છે' એવું તો જૈનોએ, વેદાંતો અને બધાઓએ કહ્યું છે. પણ અત્યારની જે ‘સાયન્સ’ દ્રષ્ટિ છે, તે ‘યુનિવર્સલી’ બધા કેમ ‘એક્સેપ્ટ’ નથી કરતા ?
દાદાશ્રી : ના કરે. કારણ કે એમે સમજાય નહિ ને ! આત્માનું અસ્તિત્વ તો આપણા હિન્દુસ્તાનમાં દરેક દર્શનો સ્વીકારે છે. ‘ફોરેન’વાળાને આત્માના અસ્તિત્વનું દર્શન હોય નહીં. કારણ કે એ લોકો હજુ પુનર્જન્મને જ સમજતા નથી. જે લોકો પુનર્જન્મ સમજે છે તેને જ આત્માના અસ્તિત્વનું દર્શન હોય.
પ્રશ્નકર્તા : પણ આ વાત યુનિવર્સલી’ સત્ય હોય, તો પછી એવી રીતે ‘યુનિવર્સલી’ કેમ બધાને પહોંચી શકતી નથી ?
દાદાશ્રી : એવું છે ને, જે બધા સત્ય છે ને તે ‘યુનિવર્સલી’ હોય તો પણ એ સાપેક્ષ સત્યો છે. હું તમારી જોડે વાત કરું ને, પણ એ વાત આ ભાઈ ના સમજી શકે કે હું શું કહેવા માંગું છું અને તમે તરત સમજી જાવ. એટલે દરેકના ‘વ્યુપોઈન્ટ' જુદા જુદા હોય અને હિન્દુસ્તાન સિવાય બહારનો કોઈપણ માણસએ આત્મા સંબંધમાં કશું ય સમજી શકે નહિ. મારી પાસે ‘ફોરેન’ના ‘સાયન્ટિસ્ટો’ આવશે તો ત્યારે હું બધી વિગત એમને સમજાવીશ. અને ‘સાયન્ટિસ્ટો’ એકલા આ સમજી શકે, તે પણ અમુક હદ સુધીનું. તમે જેટલું આ સમજી શકો તેટલું તો એ ય ના સમજી શકે. કારણ કે હજી એ લોકો ‘ડેવલપ’ જ નથી ને ! ‘અધ્યાત્મ’માં ‘ફોરેન’વાળા બધાં ‘અંડર ડેવલપ’ છે.
પ્રશ્નકર્તા : હિન્દુસ્તાનમાં એવો પુરુષાર્થ કોઈ કેમ ના કરી શકે કે