________________
આપ્તવાણી-૮
૧૦૧
૧૦૨
આપ્તવાણી-૮
વિજ્ઞાનનું માર્ગદર્શન આપે, અંગુલિનિર્દેશ કરે. બાકી વિજ્ઞાન એ પોતે જ અવર્ણનીય છે, અવક્તવ્ય છે. એનું આમ પુસ્તકમાં ના હોય.
પ્રશ્નકર્તા: ‘સત્યમ્ જ્ઞાનમ્' કહ્યું છે ને ! “અનંતમ્ બ્રહ્મ’ એમ પણ કહ્યું જ છે.
દાદાશ્રી : શબ્દો જે હોય તે તો બરોબર છે ને ! બાકી વેદ ત્રિગુણાત્મક છે, એને બીજું લેવાદેવા નથી ને !
પ્રશ્નકર્તા: પણ જ્ઞાન ત્રિગુણાત્મક છે જ ને !
દાદાશ્રી : જે ત્રિગુણાત્મક જ્ઞાન છે એ બુદ્ધિ કહેવાય. વેદ તો એક જ કામ કરે છે કે સંસારનું ડેવલપમેન્ટ કરે છે. ધીમે ધીમે બુદ્ધિજન્ય ‘ડેવલપમેન્ટ' કરે છે અને પછી જોડે જોડે જો કોઈ ‘જ્ઞાની પુરુષ' મળી આવે તો એનું કામ થઈ જાય, બસ નિમિત્ત મળવું જોઈએ. નિમિત્ત ના મળે તો કામ નહિ થાય.
એ વેદ શું કહે છે ? કે બુદ્ધિજન્ય જ્ઞાન આની મહીં બધું આવી જાય છે, એને વેદાંત કહેવામાં આવે છે. હવે જ્ઞાનજન્ય જ્ઞાન એટલે વિજ્ઞાન, એમાં તારે પગપેસારો કરવાનો છે.
- અનિવાર્યતા, “જ્ઞાતી' તણી ! પ્રશ્નકર્તા : મનુષ્યાનંદથી બ્રહ્માનંદ સુધી જવા માટે વેદમાં બાર પગથિયાં કહ્યાં છે, તે એક એક પગથિયે જવા માટે આ વેદમાં બધું વર્ણન
પ્રશ્નકર્તા : હવે તમે કહો કે જ્ઞાન અંતર્ગત ચીજ છે કે વેદ અંતર્ગત જ્ઞાન છે ? એટલે જ્ઞાન વેદમાં છે કે વેદ જ્ઞાનમાં છે ?
દાદાશ્રી : જ્ઞાન વેદમાં છે, વેદ જ્ઞાનમાં છે, પણ ‘વિજ્ઞાન’ વેદની બહાર છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન અને વિજ્ઞાન બંને વેદમાં આપેલા છે.
દાદાશ્રી : એ બધું શબ્દો આપેલાં છે. મૂળ વસ્તુ નથી. ‘ગળી છે’ એવું લખ્યું છે, અનુભવ નથી લખેલો ! ‘થિયરેટિકલ'માં અનુભવ ના હોય.
પ્રશ્નકર્તા : ઋષિ-મુનિઓએ અનુભવ લીધેલો.
દાદાશ્રી : હા, પણ એ અનુભવ એમને એમ લેવાતો નથી. એ અનુભવ, અનુભવી પુરૂષ પાસે નિમિત્તથી થાય છે, બાકી થતું નથી. દરેક માણસ કરી શકે નહીં, વચ્ચે ‘જ્ઞાની પુરુષ' નિમિત્ત તરીકે છે !
પ્રશ્નકર્તા : વેદમાં પણ છે કે ગુરુ વગર તો ચાલે જ નહીં.
દાદાશ્રી : ગુરુ વગર જે જે વાત કરવામાં આવે છે ને, તે બધી ગાંડી વાતો છે.
પ્રશ્નકર્તા : આ જે સિદ્ધ થયેલી હકીકત છે, એ સિદ્ધ થયેલી હકીકત માટેના જે ઋષિ-મુનિઓ અત્યારે આપણી પાસે નથી.
દાદાશ્રી : એ સિદ્ધ કરેલી વસ્તુ કેવી છે ? કે સહજ છે, સુગમ છે, પણ એની પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે પ્રાપ્ત પુરુષ મળવા જોઈએ ત્યારે એની પ્રાપ્તિ થાય. પ્રાપ્ત પુરુષ કેવો હોય ? કે પોતે મુક્ત પુરુષ હોય, સ્વતંત્ર પુરુષ હોય, જેને સંસારનો એક પણ વિચાર આવે જ નહીં,
સ્ત્રી સંબંધી વિચાર ના આવે, પોતાના અસ્તિત્વ સંબંધી વિચાર ના આવે, પોતાપણું જેનામાં ના હોય. પોતાપણું ના હોય ત્યાં કામ થઈ શકે.
આપનાં જેવાં આવે મને કહે કે, “સાકર ગળી છે, એવું અમને ચખાડો.” એટલે પછી હું મોઢામાં મૂકી આપું કે “ધીસ ઈઝ ધેટ.” એ ત્યાંથી નિરંતર આત્મામય થઈ ગયો પછી, એક ક્ષણવાર આઘુંપાછું નહીં પછી !
દાદાશ્રી : છેલ્લે પગથિયે એટલું જ જાણે છે, બારમે પગથિયે, કે ‘સાકર ગળી છે” એટલું જાણે છે. પણ ગળી એટલે શું, એ નથી જાણતા.
એ બારમાં ઉપર પહોંચે છે જ્યારે, “આ ચીજ સંપૂર્ણ ગળી છે અને આ સિવાય બીજી કોઈ જરૂરિયાત નથી' એવી એને ખાતરી થઈ જાય છે, પણ ગળી એટલે શું, ત્યાં એ ખોળે છે. તો ત્યાં જ્ઞાની પુરુષને મળે, એ નિમિત્ત મળે, તો એ એના મોઢામાં મૂકે કે “ધીસ ઇઝ ધેટ.'