________________
આપ્તવાણી-૮
૭૫
આપ્તવાણી-૮
નહીં ! અહંકાર એટલે વજન ! અહંકારનો અર્થ જ વજન !!!
એટલે આ જગત અપાર છે, પણ કાયદેસર છે. કારણ કે આત્માનો સ્વભાવ જ ઊર્ધ્વગમનવાળો છે, સિદ્ધગતિ ભણી ગમનવાળો સ્વભાવ છે.
મનુષ્યપણા પછી વક્રગતિ
‘તમે' જો કશી ડખલ ના કરનાર હો તો ‘આત્મા’ સ્વભાવથી જ મોક્ષ જાય એવો છે, એમાં ‘તમારે કશું કરવું પડે એવું નથી ! અને પુદ્ગલ એ સ્વભાવથી જ અધોગામી લઈ જાય એવું છે. જેટલું પુદ્ગલનું જોર વધ્યું એટલો નીચે દબાય, જેટલું પુદ્ગલનું જોર ઓછું થયું એટલો ઊંચે ચઢે, ને એ જ્યારે પુદ્ગલ રહિત થાય ત્યારે મોક્ષે જાય.
પ્રશ્નકર્તા : પણ આત્મા તો ઊર્ધ્વગામી સ્વભાવનો જ છે, તો પછી પાછો નીચે અધોગામીમાં કેમ જાય છે ?
દાદાશ્રી : જેમ નુકસાનકારક વિચારો હોય, મનુષ્યોને કોઇ પણ જીવને નુકસાનકારક વિચાર કર્યો કે કોઈને કિંચિત્માત્ર દુ:ખદાયી થાય એવો વિચાર પણ કર્યો એટલે વજનદાર પરમાણું ચોંટ્યા, એટલે વજનદાર થયો, એ પછી નીચે લઈ જાય. અને દુનિયાને સારું કરવાના વિચાર થાય તો હલકા પરમાણુ ચોંટે, તો ઉપર લઈ જાય.
પ્રશ્નકર્તા : પણ એમ કહેવાય છે ને કે આત્મા તો નિરંતર મોક્ષ ભણી જઈ રહ્યો છે ?
દાદાશ્રી : ચોક્કસ, તે આગળ જ જઈ રહ્યો છે, પણ વજનદાર પરમાણુ ભેગા કરે એટલે નીચે જાય ! પોતાનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને આ પુદ્ગલ એને નીચે ખેંચે છે !! ને આ ખેંચાખેંચ ચાલી છે !!! તેથી આપણે કહીએ છીએ ને; કે કર્મથી મુક્તિ લઈ લો ! એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય તો પછી પુદ્ગલ ખેંચતું ઓછું થઇ જાય. નહીં તો ત્યાં સુધી કાળ, કર્મ, માયા બધું નડવાનું. એટલે પુદ્ગલનો પ્રસંગ જ આખો નિકાલ કરશે, ત્યારે ‘એ’ પછી ‘પોતાના સ્વભાવમાં રહીને મોક્ષે જતો રહેશે.
હવે, પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે. પણ પુદ્ગલનો સ્વભાવ શી રીતે અધોગામી વધારે થાય ? ત્યારે કહે, ‘શરીર જાડું હોય તેના આધારે નહીં કે શરીર વજનદાર હોય તેના આધારે નહીં, અહંકાર કેટલો મોટો છે ને કેટલો લાંબો-પહોળો છે, એના ઉપરથી છે. હોય શરીરે આમ પાતળો, પણ અહંકાર આખી દુનિયા જેવડો હોય અને હોય શરીરે આમ મજબૂત આવો, અઢીસો કિલોનો હોય પણ અહંકાર એનો ના હોય તો એ ડૂબે
પ્રશ્નકર્તા : ભૌતિક વિજ્ઞાનના ઉત્ક્રાંતિવાદ, થીયરી ઓફ ઇવોલ્યુશન અને જગતના અનાદિપણાને કેવી રીતે મેળ ખાય છે ? એ સમજાવવા વિનંતી !
દાદાશ્રી : જગત અનાદિ અનંત છે. એની મહીં આ જીવો ઉત્ક્રાંતિ પામ્યા જ કરે છે. જીવોના ત્રણ ભાગ પાડેલા છે. એ ત્રણ ભાગમાંથી, એક ભાગમાં બિલકુલ ઉત્ક્રાંતિ થતી જ નથી. એ જીવો તો સ્ટોકમાં પડેલો માલ છે. અને અવ્યવહાર રાશિ કહેવામાં આવે છે. અને સ્ટોકમાંથી આમાં અંદર આવે, વ્યવહારમાં આવે અને વ્યવહાર જીવોની ઉત્ક્રાંતિ થયા જ કરે છે. જીવો ઉત્ક્રાંતિ થઈને છેવટે મોક્ષે જાય છે. ઉત્ક્રાંતિ થતાં થતાં, બધા અનુભવ લેતાં લેતાં, એ આગળ પછી મોક્ષે જાય છે.
ચાર ઇન્દ્રિય હતી ને કાન સૌથી છેલ્લે આવે. સહુથી છેલ્લામાં છેલ્લો કાન આવે. છેલ્લું ડેવલપમેન્ટ કાનનું છે. પાછું આનાથી આગળનું ડેવલપમેન્ટ કાનની જગ્યાએ કાણાવાળું હોય, નહીં તો ચાર ઇન્દ્રિયો હોય.
ચોથી ઇન્દ્રિય આંખ હોય ત્યારે ફુદું થાય. તે આંખ ઊઘડી કે કે તરત અજવાળાની ઉપર એને મોહ ઉત્પન્ન થાય. એટલે અજવાળા પાછળ જ મરી જાય. આ કાન ઊઘડ્યું એટલે સાંભળવાની પાછળ જ મરી જાય. આખો દહાડો ક્યાંથી સાંભળું, ક્યાંથી સાંભળું, તે પછી રેડિયો સાંભળે. ગાયનો સાંભળવા જાય ! નવું ઊઘડેલું હોય તેને આવું બધું હોય.
આ કીડીઓને ત્રીજી ઇન્દ્રિય નીકળી નવી કે દોડધામ દોડધામ કરીને અહીં આગળ લટકાવ્યું હોય ને, તે સીલીંગથી ત્રણ ફૂટ નીચે હોય તપેલી, તો ય અહીં જમીન પરથી એને ખબર પડે, નાકની ઇન્દ્રિયથી, કે અહીં આગળ ઘી છે. હવે એ સમજે કે અહીં કેવી રીતે જવાય. તે પછી આમ