________________
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
દાદાશ્રી : એવો કોઈ વાનર હતો નહીં. એ વાનર કહો કે બધું કહો, પણ મૂળ એ આત્મા છે ને ? અને આત્મા જ છે તે બધી યોનિઓમાં છે, અને અનાત્મા ય છે. પુદ્ગલે ય છે ને આત્મા ય છે. એટલે વાંદર હતો ને એવું કંઈ છે નહીં. સર્વ યોનિઓમાં, એ જેવો હિસાબ હોય ને એવી યોનિમાં જાય. બાકી આત્મા અનાદિથી છે ને અનાત્મા ય અનાદિથી છે.
છે. અને એનો નાશ ય ના હોય ને પેદા ય ના હોય. કોઈ પેદા થયું નથી ને નાશ થયું ય નથી. આ દેખાય છે તે બધી ભ્રાંતિ છે. અને અવસ્થાઓ નાશ થાય છે. ઘડપણ અવસ્થા, જુવાની અવસ્થા એ બધી નાશ થયા કરે અને એ ‘પોતે' હતો તેનો તે જ. એટલે અવસ્થા તો વિનાશ થાય છે.
પ્રશ્નકર્તા : પણ આપણી પૃથ્વી ઉપર પહેલાં જીવો હતા જ નહીં ને? તો પછીથી આ બધા જીવો આવ્યા કયાંથી ?
દાદાશ્રી : હતા નહીં, એવું કોઈએ કહ્યું હતું ? પ્રશ્નકર્તા : “સાયન્સ' કહે છે.
દાદાશ્રી : “સાયન્સ' એવું કહેતું જ નથી. “સાયન્સ’ તો બધું ‘એક્સેપ્ટ’ કરે છે. જીવ વગર આ ભૂમિકા કોઈ દહાડો ય હતી નહીં.
પ્રશ્નકર્તા : વિજ્ઞાન એમ પણ કહે છે કે પહેલાં જીવસૃષ્ટિ થઈ અને પછી મનુષ્યસૃષ્ટિ થઈ.
દાદાશ્રી : આ વિજ્ઞાન તો હતું જ નહીં તે દહાડે. આ જગત તો અનાદિથી છે જ. એનો આરંભ થયો જ નથી અને એનો અંત થાય એવો ય નથી.
પ્રશ્નકર્તા: હું ઘણીવાર વિચાર કરું છું, કે સૌથી પહેલાં પૂર્વજ કોણ હશે ? પણ મને એનો જવાબ નથી મળતો.
દાદાશ્રી : એવું છે, સૌથી પહેલો પૂર્વજ હોય ને, તો એની આદિ થઈ કહેવાય અને આદિ થાય એટલે એનો અંત થાય, તો દુનિયા નાશ થઈ જાય. પણ આ દુનિયા નાશ થવાની નથી અને દુનિયાની આદિ ય થયેલી નથી. એટલે પહેલો પૂર્વજ કોઈ હતો જ નહીં. આ જેવું છે, એવું ને એવું જ છે, જે છે ને એનું એ જ છે. અનાદિથી આનો આ જ પ્રવાહ ચાલ્યા કરે છે. આ દુનિયા અનાદિ કાળથી આવી ને આવી જ છે અને અનાદિ કાળ સુધી આવી ને આવી રહ્યા જ કરશે ! એટલે આવું ને આવું ચાલ્યા જ કરવાનું, અનાદિ કાળથી ચાલે છે ને અનાદિ કાળ સુધી ચાલ્યા કરશે.
પ્રશ્નકર્તા : પણ વૈજ્ઞાનિકો ઘણાં એમ કહે છે કે પહેલો વાનર હતો.
પ્રશ્નકર્તા : સંસારમાં બંધાયેલો માનવી પોતાનાં પૂર્વકર્મના લીધે છે, એમ કહેવાય છે. તો પછી પૃથ્વી ઉપર સહુ પ્રથમ ઉત્પન્ન થનાર માનવી પોતા સાથે પૂર્વનાં કયાં બંધનો લાવ્યો હશે ?
દાદાશ્રી : સૌ પ્રથમ ઉત્પન્ન થનાર મનુષ્ય હતો જ નહીં. આ જગત ઉત્પન્ન થયેલું જ નથી. જેની ઉત્પત્તિ હોય તેનો વિનાશ અવશ્ય હોય. આ જગત વિનાશી ય નથી તેમ ઉત્પન્ન થયું પણ નથી. જગત તો અનાદિ અનંત છે. અને આ મનુષ્યો છે, ને જીવમાત્ર છે, એ બધાં અનાદિ અનંત છે. ઝાડમાં જીવ હોય કે નાનામાં નાના જીવ હોય, એ બધાં અનાદિ અનંત છે ! એમાં કોઈ વધઘટ થયું નથી, જેટલાં છે એટલાં જ છે !
એક પણ જીવ વધ્યો નથી ને એક પણ જીવ ઘટ્યો નથી એવી આ દુનિયા છે. એક પરમાણ પણ વધ્યું નથી, ઘટ્યું નથી. આમ બાળી મેલે, ગમે તે કરે, છતાં અનાદિથી એક પરમાણુ ઘટતું નથી કે વધતું નથી એવી આ દુનિયા છે.
એટલે આત્મા આવ્યો ય નથી ને ગયો ય નથી. આ ‘આવ્યો-ગયો’ એ બધી બુદ્ધિની ભાષા છે; જયારે જ્ઞાનભાષામાં આવશો ને ત્યારે એને પોતાને લાગશે કે એવું કશું બન્યું જ નથી. એને બુદ્ધિથી આ બધું ભાસે છે. એ બુદ્ધિ જાય, અહંકાર જાય ને, તો પોતે છુટ્ટો જ છે. એ બુદ્ધિ ને અહંકારે બધું ઊભું થઈ ગયું છે, એટલે આ બધું દેખાય છે !
સંજોગોમાં “બિલીફ'તી આંટી, કોણ કાઢે ?! માણસ બહાર નીકળે છે તો પડછાયો કયાંથી આવે છે ? બધા સંયોગોથી ! સુર્યનો સંયોગ ભેગો થાય કે પડછાયો ઊભો થઈ જાય અરીસાનો સંયોગ ભેગો થાય કે પ્રતિબિંબ ઊભું થઈ જાય. એટલે આ બધું