________________
૨૯
૩૦
આપ્તવાણી-૮
આપ્તવાણી-૮
૨૯ પ્રશ્નકર્તા : મુક્તિ પછી જન્મ ખરો ને ? દાદાશ્રી : ના. મુક્તિ પછી જન્મ નહીં. પ્રશ્નકર્તા ને મૃત્યુ પછી ? દાદાશ્રી : મૃત્યુ પછી દરેક જીવમાત્રને જન્મ અવશ્ય હોય ! પ્રશ્નકર્તા મૃત્યુ પછી એનો એ જ જીવ જન્મે કે બીજો જીવ જન્મે ? દાદાશ્રી : એનો એ જ જીવ જન્મવાનો. પ્રશ્નકર્તા : તો પછી વસ્તી કેમ વધે છે ?
દાદાશ્રી : એ તો વધી જાય, પછી પાછી ઘટી જાય. વધ-ઘટ થવી એનો નિયમ જ છે. આ દુનિયા તો કેવી છે કે વર્ધમાન-હિયમાન, વર્ધમાનહિયમાન થયા જ કરે છે ! હવે વસ્તી પાછી ઘટી જશે.
પ્રશ્નકર્તા : એ જીવો પાછાં જીવશે ને ?
દાદાશ્રી : એ જીવો જીવીને કંઈ મરી જવાના છે ? એ બધા જાનવરમાં ગયા, હતા ત્યાંના ત્યાં ગયા પાછાં ! જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા.
મૃત્યુ પછી આત્મા, કોઈ દેવગતિમાં જનારો હોય તો દેવગતિમાં ચાલ્યો જાય છે, કોઈ નર્કગતિમાં જનારો હોય તો નર્કગતિમાં જાય છે. કોઈ જાનવરગતિમાં જાય છે અને કોઈ મનુષ્યગતિમાં જનારો હોય તો મનુષ્યગતિમાં જાય છે. અને બીજા કેટલાક જીવોને દેહ મળવાનો નહિ હોવાથી કોઈને બે વર્ષ, કોઈને ત્રણ વર્ષ એવો દંડ મળવાનો હોય એવા એનાં કર્મના ઉદય હોય તો એ પ્રેતયોનિમાં હોય.
એટલે મૃત્યુ તો, આ કપડું બદલાય છે એવું જ છે. જે જે ‘ફિઝિકલ’ છે ને એ તો બધું ઊડી જાય છે અગર તો બધું અહીં જ પડી રહે છે, ને આત્માને બીજી યોનિ મળે છે.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે પુરવાર કરી શકાય કે આ આત્મા મર્યા
પછી બીજે ગયો ? પુરાવો ખરો ?
દાદાશ્રી : પુનર્જન્મનો ! પ્રશ્નકર્તા : હા. અને એ માણસ માની શકે એવી રીતે ?
દાદાશ્રી : હા, પુનર્જન્મ માની શકે એવો પુરાવો અમે તને આપીશું. જરા લાંબો પુરાવો છે ને ! આત્મા ફરી જન્મ લે છે, એનો પુરાવો તો લોક માંગે ખરાં જ ને !
પુનર્જન્મનો ‘પ્રોસેસ' ! ક્યાં સુધી ? પ્રશ્નકર્તા : પુનર્જન્મ કોણ લે છે ? જીવ લે છે કે આત્મા લે છે ?
દાદાશ્રી : ના, કોઈને લેવો પડતો જ નથી, થઈ જાય છે. આ આખું જગત ‘ઈટ હેપન્સ” જ છે !
પ્રશ્નકર્તા: હા, પણ એ કોનાથી થઈ જાય છે ? જીવથી થઈ જાય છે કે આત્માથી ?
દાદાશ્રી : ના, આત્માને કશી લેવાદેવા જ નથી, બધું જીવથી જ છે. જેને ભૌતિક સુખો જોઈએ છે તેને યોનિમાં પ્રવેશ કરવાનો ‘રાઇટ’ છે. ભૌતિક સુખો ના જોઈતાં હોય તેને યોનિમાં પ્રવેશ કરવાનો ‘રાઇટ’ જતો રહે છે.
એવું છે ને, તમે ખાંડના કારખાનામાં જોશો ને, તો ત્યાં એક બાજુ શેરડી વેચાતી લે છે અને એક બાજુ ખાંડની ગુણો સ્ટોકમાં મૂકી આવે છે. વચ્ચે શું શું પ્રક્રિયા થઈ રહી છે એ તમે જાણો છો ? આ બાજુ શેરડી લે
છે, તે પહેલી શેરડી કપાય છે, પછી પિસાય છે, એટલે ‘બીજા અવતારમાં પિસાયેલું હોય. પાછો ત્યાંથી ‘ત્રીજા અવતારમાં જાય, ‘ચોથા અવતાર’માં જાય, એમ કરતાં કરતાં ખાંડ થાય. એક જ ‘સ્ટેજ'માં, એક જ ‘અવતારમાં ખાંડ થઇ શકતી નથી. એવું આ દરેક વસ્તુનું, એનું ‘ડેવલપમેન્ટ’ થતું થતું એ પછી છેલ્લી સ્ટેજે પહોંચે છે. આત્મા તો ‘ફૂલ ડેવલપ’ જ છે. પણ આ બહારનો જે ભાગ છે, ‘કપડાં’નો ભાગ છે, એ ‘ડેવલપ’ થવો જોઈએ.