________________
આપ્તવાણી-૮
૨૪
આપ્તવાણી-૮
ફરીથી જીવંત થઈ હોય. એ પ્રક્રિયામાં શું સમજવું ? દેહમાં ફરી જીવ આવ્યો ? કે આત્માએ ફરીથી શરીરમાં પ્રવેશ કર્યો ?
દાદાશ્રી : આપનું કહેવું સાચું છે, એ કોઈ ફેરો અપવાદ બને છે કે નાડી ફરી ચાલું થઈ જાય છે. ત્યારે ડૉકટરોના મનમાં શું થાય ? કે આ ફરીથી જીવ આવ્યો ! પણ તે અમુક સંજોગોમાં આવું બને છે. ત્યારે એ જીવ અહીં તાળવે ચઢી ગયેલો હોય છે. હૃદય ભલે બંધ થઈ ગયું હોય, પણ જીવ અહીં તાળવે ચઢી ગયેલો હોય. એટલે તાળવેથી પાછો ઊતરે એટલે હૃદય પાછું ચાલુ થઈ જાય, એવું બને છે. એટલે ડૉકટરો પણ વિચારમાં પડી જાય. પણ એ નવો જીવ આવતો નથી. આ દેહમાં ફરી જીવ આવતો નથી અથવા તો શરીરમાં બીજો આત્મા પ્રવેશ કરતો નથી. એનો એ જ આત્મા હજી પૂરેપૂરો બહાર નીકળ્યો નથી. આ હાર્ટથી ઉપર સુધી, આટલા ભાગમાંથી નીકળી ગયો છે ને ઉપર ચઢી ગયો. અહીં આગળ તાળવે બ્રહ્મરંધ્ર છે, દશમ સ્થાન કહે છે, ત્યાં આગળ ચઢી જાય છે. એટલે દેહમાં જો જીવ રહી ગયો હોય તો ફરી થાય એવું. કોઈક વખત બને છે, કંઈ વારે ઘડીએ ના બને, અપવાદ કોઈ બને. કોઈકને સાપ કરડ્યો હોય, અગર તો પાણીમાં એકદમ પડ્યો તે ઘડીએ જીવ એનો અહીં ઉપર, બ્રહ્મરંધ્રમાં ચઢી જાય. તો પછી ઉતારવો મુશ્કેલ થાય. આ કાળમાં ઉતારતા નથી આવડતું. સહજ રીતે એની મેળે જો ઊતરી જાય તો ઠીક ત્યારે એમ લાગે કે મડદામાં જીવ ફરી આવ્યો. બાકી એવું બને નહીં !
મૃત્યુ એટલે શું? મૃત્યુ પછી શું ? પ્રશ્નકર્તા : મૃત્યુ શું છે ?
દાદાશ્રી : મૃત્યુ તો એવું છે ને, આ ખમીસ સિવડાવ્યું એટલે ખમીસનો જન્મ થયો ને, ને જન્મ થયો એટલે મૃત્યુ થયા વગર રહે જ નહીં ! કોઈ પણ વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય. અને આત્મા અજન્મા-અમર છે, તેને મૃત્યુ જ નથી હોતું. એટલે જેટલી વસ્તુ જન્મે તેનું મૃત્યુ અવશ્ય હોય અને મૃત્યુ છે તો જન્મ પામશે. એટલે જન્મની સાથે મૃત્યુ જોઈન્ટ થયેલું છે. જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ !
પ્રશ્નકર્તા : પણ મૃત્યુ એ વસ્તુસ્થિતિમાં શું છે ?
દાદાશ્રી : રાત્રે ઊંઘી જાવ છો ખરાં, પછી ક્યાં જાવ છો ?” સવારમાં ક્યાંથી આવો છો તમે ?
પ્રશ્નકર્તા : એવું ખબર નથી.
દાદાશ્રી : એવી રીતે જન્મ-મરણ છે, વચલો કાળ ઊંઘે છે, પછી જમ્યા પછી પાછો જાગે છે. મર્યા પછી તે જન્મતાં સુધી વચલો કાળ ઊંધે છે. “પોતે કાયમનો છે, એટલે જન્મ-મરણ પોતાને હોય જ નહીં ને ! આ જન્મ-મરણ એ તો અવસ્થાથી છે. માણસ એકનો એક હોય, પણ એને ત્રણ અવસ્થા હોય છે કે નથી હોતી ? બાળપણની બાળઅવસ્થા. પછી યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા નથી હોતી ? એ અવસ્થાઓ છે, પણ ‘પોતે’ તો એકનો એક જ છે ને ? એ ય અવસ્થા શરીરની છે. એવું જન્મ-મરણે ય શરીરનું છે, આત્માનું જન્મ-મરણ નથી. તમારું પોતાનું', સેલ્ફીનું જન્મ-મરણ નથી.
પ્રશ્નકર્તા : તો મૃત્યુ શા માટે આવે છે ?
દાદાશ્રી : એ તો એવું છે, આ જન્મ થાય છે, ત્યારે આ મનવચન- કાયા એ ત્રણ ‘બેટરી’ઓ છે, એ ગર્ભમાંથી ‘ઈફેક્ટ' આપતી છે, તે ઈફેક્ટ પૂરી થાય, એ ‘બેટરીથી હિસાબ પૂરો થઈ જાય, ત્યાં સુધી એ ‘બેટરી’ રહે. અને પછી એ ખલાસ થઈ જાય અને મૃત્યુ કહે છે. પણ ત્યારે પાછી આવતા ભવને માટે મહીં નવી ‘બેટરીઓ ‘ચાર્જ થયા જ કરે છે અને જૂની ‘બેટરીઓ ‘ડિસ્ચાર્જ થાય છે. આમ ‘ચાર્જ –“ડિસ્ચાર્જ થયા જ કરે છે. કારણ કે ‘એને’ ‘રોંગ બીલિફ' છે. એટલે ‘કોઝિઝ” ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી ‘રોંગ બીલિફ' છે ત્યાં સુધી રાગ-દ્વેષ છે ને ‘કોઝિઝ' ઉત્પન્ન થાય છે. અને એ “રોંગ બીલિફ’ બદલાય ને “રાઇટ બીલિફ’ બેસે એટલે રાગ-દ્વેષ ને “કોઝિઝ’ ઉત્પન્ન થાય નહીં.
પ્રશ્નકર્તા ઃ શરીર નાશ પામે છે ત્યારે આત્મા ક્યાં જાય છે ?
દાદાશ્રી : એવું છે ને, આત્મા ‘ઈટર્નલ” છે, “પરમેનન્ટ' છે, કાયમનો છે. એને ક્યાંય જવાનું-આવવાનું હોતું જ નથી. અને આ શરીર નાશ થાય