Book Title: Anand Pravachan Darshan Author(s): Anandsagarsuri Publisher: Agamoddharak Pravachan Prakashan Samiti View full book textPage 8
________________ સંપાદકીય આબાલ્યકાલાત શુભશીલશાલિનમ જનાગમે કેવિ સર્વશાલિનમાં વિષે સદા મંગલ કેલિમાલિનમ વડે સદાનંદસૂરિ સાગરમ II જે મહાન કૃતઘરે પિતાના જીવન કાળમાં દેસે ઉપરાત દળદાર ગ્રન્થની રચના કરી હતી એવા આગમોદ્ધારક શ્રી આનંદ સાગરસૂરીશ્વરજી મ. સા.ના નામથી જૈન સમાજમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. જે મહાપુરુષ નિરંતર આત્માની પ્રતીતિ કરાવનારી, કર્મના સિદ્ધાંતમાં શ્રદ્ધા પ્રગટાવનારી અને ધર્મનું યથાર્થ આરાધન કરાવનારી તાવિક અને મામિકવાણીને ધેધ ગંગાના પવિત્ર પ્રવાહની પેઠે નિરંતર અખ્ખલિતપણે વહાવતા હતા, તેવી અગાધ અને અમાપ વાણુને ઝીલવાનું કાર્ય સં. ૧૯૮૮ થી તેમના વિદ્વાન શિષ્ય-પ્રશિષ્યોએ કર્યું. જે દિવ્ય પુરુષે પ્રસન્નતા, પવિત્રતા અને શીતળતા આપતી અને આત્માની અનુભૂતિ કરાવતી વાણીને અનેક પુસ્તકો દ્વારા બહાર પડાવી, સમાજ ઉપર અનેક ઉપકાર કરેલ છે, પરંતુ આજે તે પ્રવચનેનાં ઘણાંખરાં પુસ્તકે અપ્રાપ્ય છે, જ્યારે કેટલીક મેં પણ અમુદ્રિત છે. મુદ્રિત-અમુદ્રિત તમામ પ્રવચને ક્રમસર મુદ્રિત થાય, તે સમાજને અત્યંત ઉપકારક બને”–આવા વિચારે નિરંતર મારા મગજમાં ઘૂમ્યા કરતા હતા. “સારા કામમાં સૌ સહાયક” આ ન્યાયે આગમેદ્વારકશ્રીના ભક્તવર્ગ અને આગમમંદિરના ટ્રસ્ટીગણની શ્રી અમરચંદ રતનચંદ ઝવેરીને ત્યાં મીટીંગ થઈ અને મેં પ્રેરણા કરી અને ત્યાં “ આગમેદારક પ્રવચન પ્રકાશન સમિતિ નીPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 510