________________
પર
આગમ કથાનુયોગ-૨
હાથીને તૈયાર કરાવવો, રત્નોના અલંકાર, કટક, ત્રુટિત, વસ્ત્ર અને આભરણોને છે, લઈને તે ઉત્કૃષ્ટ ગતિ દ્વારા – યાવત્ – આઠ દિવસીય મહોત્સવ કરવાની આજ્ઞા આપે છે –– યાવત્ – આજ્ઞા પાછી આપે છે. ૦ તિમિસ્ત્ર ગુફાધિપતિ કૃતમાલદેવે કરેલ સન્માન :
મહામહિમાવાળો અષ્ટાલિકા મહોત્સવ સંપન્ન થયા બાદ તે દિવ્ય ચક્રરત્નએ – થાવત્ – પશ્ચિમ દિશામાં તિમિસ્ત્ર ગુફા સન્મુખ પ્રયાણ કર્યું, ત્યારે ભરતરાજા તે દિવ્યચક્રરત્નને -- યાવતુ – પશ્ચિમ દિશામાં તિમિત્ર ગુફા સન્મુખ દિશામાં પ્રયાણ કરતું જુએ છે. જોઈને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થઈને – યાવત્ – તિમિસ્ત્ર ગુફાથી અતિ દૂર નહીં. અતિ નિકટ નહીં તેવા સ્થાને બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી સ્કંધાવારની રચના કરે છે – યાવત્ – કૃતમાલદેવની આરાધના કરવા માટે અઠમ તપ સ્વીકારે છે. સ્વીકારીને પૌષધશાળામાં પૌષધયુક્ત થઈ, બ્રહ્મચારી થઈ – યાવત્ – કૃતમાલદેવનું મનમાં ધ્યાન કરે છે.
ત્યાર પછી જ્યારે તે ભરતરાજાનો અઠ્ઠમતપ પરિપૂર્ણ થયો ત્યારે તે કૃતમાલ દેવનું આસન ચલાયમાન થાય છે. તે જ પ્રકારે – યાવત્ – વૈતાઢ્ય ગિરિમારના વર્ણન અનુસાર સમજવું, વિશેષ એટલે કે પ્રીતિદાનમાં હસ્તિરત્ન માટે ચૌદ તિલક સહિત આભૂષણોની પેટી, કટક – યાવત્ – આભરણોને છે. લઈને તે ઉત્કૃષ્ટ ગતિથી – થાવત્ – સત્કાર કરે છે. સન્માન કરે છે. સત્કાર અને સન્માન કરીને વિદાય કરે છે – થાવત્ – ભોજનમંડપમાં આવે છે. તે જ પ્રમાણે મહામહોત્સવ કરે છે. આજ્ઞાપૂર્ણ થયાની સૂચના આપે છે. ૦ સુસણ સેનાપતિ દ્વારા સિંધુ નદી પાર કરવી :
કૃતમાલ દેવના ઉપલક્ષમાં મહામહિમાવાળો અષ્ટાલિકા ઉત્સવ સંપન્ન થયા બાદ ભરતરાજાએ સુષેણ સેનાપતિને બોલાવ્યો. બોલાવીને તેને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને સિંધુ મહાનદીના પશ્ચિમ દિશાવર્તી નિષ્ફટને સિંધુ સાગર ગિરિની મર્યાદા સુધીના જે સમ–વિષમ નિષ્ફટ પ્રદેશ છે, તેને આધીન કરો. અધીન કરીને અભિનવ–ઉત્તમ રત્નોને લાવો. તે ઉત્તમ રત્નોને લાવીને મારી આજ્ઞાનું પાલન થયાની મને જાણ કરો.
- ત્યાર પછી તે સેનાનો અધિપતિ સુષેણ, સૈન્યનો નેતા, ભારતવર્ષમાં વિશ્રુત યશવાળો, મહાન્ બળ અને પરાક્રમવાળો, મહાત્મા, ઓજસ્વી, તેજસુ, લક્ષણયુક્ત, પ્લેચ્છભાષા વિશારદ, મનોરમણીય ભાષા, ભરત વર્ષક્ષેત્રના નિષ્કટ પ્રદેશો, નિવારણો અને દુર્ગમ તથા પ્રદેશ સ્થાનોનો જાણકાર, અસ્ત્રશસ્ત્રમાં કુશળ, સેનાપતિરત્ન સુષેણ, ભરતરાજાની આ વાતને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત થયો – યાવત્ – બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે અંજલિ કરી બોલ્યો, હે સ્વામી ! જેવી આપની આજ્ઞા છે તેમ કરીશ. એ પ્રમાણે વિનયપૂર્વક આજ્ઞાવચનોને સ્વીકારે છે. સ્વીકારીને ભરતરાજા પાસેથી નીકળે છે. નીકળીને જ્યાં તેનો પોતાનો આવાસ છે ત્યાં આવે છે. આવીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! જલદીથી આભિષેક્ય હસ્તિરત્નને સજ્જિત કરો. અશ્વ, હાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org