________________
૬૮
આગમ કથાનુયોગ-૨
૩. પિંગલક નિધિ :- પુરુષો, સ્ત્રીઓ, ઘોડા અને હાથી માટેના આભૂષણો ઉત્પન્ન કરવામાં આ નિધિ સમર્થ હોય છે.
૪. સર્વરત્ન નિધિ :- સમસ્ત રત્નોમાં સર્વોત્તમ એવા ચક્રવર્તી રાજાના ચૌદ રત્નોને ઉત્પન્ન કરવામાં સમર્થ હોય છે. જેમાં સાત એકેન્દ્રિય રત્ન હોય છે. સાત પંચેન્દ્રિય રત્નો હોય છે. (ચૌદ રત્નો આ પ્રમાણે–)
– એકેન્દ્રિય રત્ન :- ૧. ચક્રરત્ન, ૨. છત્રરત્ન, ૩. ચામરરત્ન, ૪. દંડરન, ૫. અસિરત્ન, ૬. મણિરત્ન અને ૭. કાકણીરત્ન.
- પંચેન્દ્રિય રત્ન :- ૧. સેનાપતિ રત્ન, ૨. ગૃહપતિ રત્ન, 3. વર્ધકી રત્ન, ૪. પુરોહિત રત્ન, પ. હસ્તિ રત્ન, ૬. અશ્વ રત્ન, ૭. સ્ત્રી રત્ન
૫. મહાપમહાનિધિ :- સર્વ પ્રકારના વસ્ત્રોન ઉત્પન્ન કરે છે. વસ્ત્રનું રંગવું, ધોવું આદિ સમગ્ર સજાવટમાં સમર્થ હોય છે.
૬. કાલનિધિ :- કાલજ્ઞાનની જનક છે. સમસ્ત જ્યોતિષ વિદ્યાની જ્ઞાપક છે. તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ વંશોના ભૂત, વર્તમાન અને ભવિષ્યની સૂચક છે. તેમના શુભાશુભની જ્ઞાપક છે તથા સો પ્રકારના શિલ્પોની પરિચાયક છે.
૭. મહાકાલ નિધિ :- લોઢાની ઉત્પત્તિ બતાવે છે તથા ચાંદી અને સોનાની ખાણો, મણિ, મોતી, સ્ફટિક અને પ્રવાલોની ઉત્પત્તિની બોધક છે.
૮. માણવક નિધિ :- યોદ્ધા, શસ્ત્ર, બખ્તર આદિની ઉત્પત્તિની સૂચક છે તથા સર્વ પ્રકારની યુદ્ધનીતિ અને દંડનીતિની જ્ઞાપક છે.
૯. શંખનિધિ :- નાટ્ય વિધિ, નાટક વિધિ. ચાર પ્રકારના કાવ્યો તથા બધાં પ્રકારના વાદ્યો અને તેના અંગોની ઉત્પત્તિની દર્શક આ શંખ મહાનિધિ છે.
આ પ્રત્યેક મહાનિધિ આઠ-આઠ ચક્રો પર પ્રતિષ્ઠિત છે. આઠ-આઠ યોજના ઊંચી, નવ–નવ યોજન પહોળી તથા બાર–બાર યોજન લાંબી છે. તેનો આકાર પેટી સમાન છે. તે બધી ગંગાનદી પાસે રહેલી છે. આ નિધિઓના કબાટ સુવર્ણના બનેલા છે, તેના દ્વાર વૈર્ય મણિના બનેલા છે. તેમાં વિવિધ પ્રકારના રત્નો જડેલા છે. તેના પર સૂર્ય, ચંદ્ર, ચક્ર આદિના ચિન્હો બનેલા છે. તેના દરવાજા સમચોરસ છે.
- આ નિધિઓની સ્થિત પલ્યોપમની છે. તેના અધિષ્ઠાતા દેવોના નામ નિધિના નામ સમાન છે. તે નિધિ તે દેવોના આવાસરૂપ છે. આ નિધિઓ ખરીદી શકાતી નથી. તેના દેવના આધિપત્યમાં જ રહે છે. આ નવ નિધિરત્નો પ્રભૂત ધન અને રત્નના સંચયમાં સમૃદ્ધ છે. જે ભરતક્ષેત્રના અધિપતિ ભરત ચક્રવર્તીને અધીન થઈ.
- ત્યારપછી તે ભરતરાજા અઠમ તપની આરાધના પરિપૂર્ણ થતા પૌષધશાળામાંથી બહાર નીકળે છે. પૂર્વવત્ સ્નાનગૃહમાં પ્રવેશ કરે છે – યાવત્ – શ્રેણી–પ્રશ્રેણી પ્રજાજનને બોલાવે છે – યાવત્ – નિધિરત્નોના ઉપલક્ષમાં આઠ દિવસીય મહામહોત્સવ કરે છે.
નિધિરત્નોના માનમાં કરાયેલ આઠ દિવસનો મહામહોત્સવ સંપન્ન થયા બાદ તે ભરતરાજાએ સુષેણ સેનાપતિ રત્નને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! તું જા અને ગંગાનદીના પૂર્વ તરફના નિકૂટ ક્ષેત્રને બીજી વખત પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org