Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 353
________________ આગમ કથાનુયોગ-૨ ગુણવાન્ પુરુષ હશે. તેમાં કોઈ જ સંશય તારે કરવો નહીં. તેથી મેં નિમિત્તકના વચનથી એ તાપસકુમારને મારી કન્યા સાથે પાણિગ્રહણ કરાવેલ છે, તેથી આ વાદ્ય વગાડાઈ રહ્યા છે, માટે મને માફ કરો. કેમકે મારે ઘેર હર્ષનો ઉત્સવ છે. ૩૫૨ હે રાજન્ ! અમારે આજ મહાન્ સૌખ્યભાગનો પ્રસંગ છે. કેમકે નિમિત્તકના કહ્યા પ્રમાણે જ આજે તે તરુણ તાપસ મારે ગૃહે આવેલ હતો. મેં તો નિમિત્તકના સંદેશ પ્રમાણે કર્યું છે અને મારી કન્યા તેને આપેલ છે. આ ઉત્સવ પણ તેના નિમિત્તે જ થઈ રહેલો છે. તે કુમાર ક્યાંય નાસી ન જાય તે માટે મારાથી આપની આજ્ઞાનો ભંગ થઈ ગયો છે. આપ મારા આ એક અપરાધને માફ કરો. આ સમગ્ર વૃત્તાંત સાંભળીને તે જ વખતે પ્રસન્નચંદ્ર રાજાનું જમણું અંગ ફરક્યું. તેથી રાજાને નિશ્ચય થયો કે, જરૂર મારો નાનોભાઈ જ આવ્યો લાગે છે. તેથી રાજાએ પોતાના માણસોને બોલાવીને આજ્ઞા કરી કે, જાઓ તપાસ કરો કે, તમે જે તાપસકુમારને આશ્રમમાં જોયેલ હતા, તે જ આ કુમાર છે કે બીજા છે ? રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારીને તે માણસો ગણિકાના ઘેર તપાસ કરવા ગયા. તપાસ કરીને આવીને રાજાને પ્રિય નિવેદન કર્યું. હે સ્વામી ! એ તે જ કુમાર છે, જેને અમે આશ્રમમાં જોયેલ. રાજા તેને પરમ પ્રીતિપૂર્વક, ઉલ્લાસ સહિત અને વધૂની સાથે લઈને પોતાના મહેલમાં લાવ્યા. રાજાએ પ્રેમપૂર્વક તેનું વિવાહ મંગલ કર્યું, સટ્ટશ કુળ, રૂપ, યૌવન અને ગુણવાળી રાજકન્યાઓ સાથે તેમણે વલ્કલચીરી સાથે પાણિગ્રહણ કરાવ્યું. તે સુખપૂર્વક રહી શકે, રમણ કરી શકે તે માટે તેની યોગ્ય વ્યવસ્થા કરી. પછી રથિક ચોરે આપેલ દ્રવ્ય પાછું આપ્યું. રાજપુરુષો દ્વારા ચોરને ગ્રહણ કરાવીને તેને પણ ખુશ કર્યો. અનુક્રમે તેમણે તાપસકુમારને (વલ્કલચીરીને) સર્વ કળાઓમાં કુશળ કર્યો. આશ્રમમાં જ્યારે સોમચંદ્રઋષિએ કુમારને જોયો નહીં ત્યારે તેઓ પ્રગાઢ શોક સાગરમાં ડૂબી ગયા. પ્રસન્નચંદ્રએ મોકલેલ પુરુષોએ સોમચંદ્ર ઋષિને જણાવ્યું કે, તેઓએ વલ્કલચીરીને નગરમાં જતા જોયેલ છે, સોમચંદ્ર ઋષિ પોતાના પુત્રને સંભારતા—વિલાપ કરતા કરતા અંધ થઈ ગયા. ત્યારે રાજાના મોકલેલા પુરુષો ત્યાં આશ્રમમાં જ રહેવા લાગ્યા અને ઋષિને ફળ આદિ લાવીને આપવા લાગ્યા. પોતનપુર નગરમાં રહેતા–રહેતા અને સ્ત્રીઓ સાથે વિષયસુખ ભોગવતા—ભોગવતા વલ્કલચીરીને બાર વર્ષ વીતી ગયા. એકદા અર્ધરાત્રે જાગૃત થયેલા વલ્કલચીરીને વિચાર આવ્યો કે, મારા પિતા (સોમચંદ્ર ઋષિ)નું શું થયું હશે ? તેને પિતાની ચિંતા થવા લાગી. અહો ! મારા અકૃતજ્ઞપણાને ધિક્કાર છે, મારા અજિતેન્દ્રિયપણાને પણ ધિક્કાર છે કે, જેથી મને એકલે હાથે ઉછેરનાર, પાલનપોષણ કરીને મોટો કરનાર એવા મારા પિતાને ભૂલી જઈને હું આ ભોગ સુખાદિમાં લેપાઈને પડી રહ્યો છું. મેં તેમની આટલા વર્ષોમાં કોઈ ભાળ લીધી નહીં. આ પ્રમાણે વિચારતો તે પોતાના પિતાને મળવા માટે ઉત્સુક થયો. પ્રાતઃકાળે તે પ્રસન્નચંદ્ર રાજા પાસે ગયો. ત્યાં જઈને તેણે રાજાને વિનંતિ કરી. હે દેવ ! હવે આપ મને અહીંથી વિસર્જિત કરો. મને જવાની આજ્ઞા આપો. હું પિતાજીને મળવા માટે ઘણો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370