Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 367
________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૨ નાગદત્તે કબૂલ કર્યું કે, “મને એમ કહેશે તેમ હું કરીશ.” એ પ્રમાણે કહીને તેણે ગારૂડિક દેવની વાત અંગીકાર કરી. પછી પોતાના માતા-પિતાની અનુમતિ લઈને નાગદત્તા તે દેવની સાથે જવા માટે નીકળ્યો. તે દેવ તેને એક વનખંડમાં લઈ ગયો. પછી દેવતાએ તેને પૂર્વભવ કહી સંભળાવ્યો. તેઓએ પાળેલ સાધુપણું, પછી બંનેનો દેવલોકનો ભવ, ત્યાર પછી જે પહેલા ચ્યવને મનુષ્ય થાય, તેને દેવલોકમાં રહેલા મિત્રદેવે પ્રતિબોધ કરવાનું વચન વગેરે યાદ કરાવ્યા. આ બધું જ સાંભળતા–સાંભળતા નાગદત્તને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વના ભવો યાદ આવ્યા. તે સમ્યક્ બોધ પામ્યો. પ્રત્યેકબુદ્ધ પ્રવજ્યા ગ્રહણ કરી. દેવતાએ આપેલ રજોહરણ–ઉપકરણ આદિ મુનિવેશને ધારણ કર્યો. ક્રોધ, માન, માયા અને લોભરૂપ ચાર સર્ષોથી દૂર રહેવાનો સંકલ્પ કર્યો, પછી તે દેવ સ્વ સ્થાનકે પાછો ફર્યો અને પ્રત્યેકબુદ્ધ નાગદત્ત મુનિએ પણ આ ચારે શત્રુઓને જીતી લઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી કાળક્રમે તેઓ સર્વકર્મનો ક્ષય કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ બનેલા નાગદત્તે ક્રોધ, માન, માયા, લોભરૂપ ચારે સર્પોને જાણીને શરીરરૂપી કરંડીયામાં પુરી દીધા. તેને ક્યાંય પણ સંચરવા ન દીધા. ઔદયિક ભાવોને વશ થયા વિના તેને ન આચરવા અમ્યુત્થિત થઈને પ્રતિક્રાંત થયા. પછી દીધું એવા શ્રમણપણામાં વિચરીને સિદ્ધ થયા. આગમ સંદર્ભ :આવ.નિ ૧૨૫૧ થી ૧૨૭૦ + ૬ આવર્ર–પૃ. ૬૫ થી ૬૭; – ૪ – ૪ – (નોંધ :– ઉત્તરાધ્યયન સૂત્ર કથિત ચાર પ્રત્યેકબુદ્ધ તેમજ ઋષિભાષિત પયત્રા નિર્દિષ્ટ પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો સિવાય પણ બીજા પ્રત્યેકબુદ્ધ થયેલા છે. તેમાંના એક તે આ નાગદત્ત પ્રત્યેકબુદ્ધ) – x – ૪ – ૦ પ્રત્યેકબુદ્ધ બાહુક :- (અત્યંત લઘુ કથા). ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા એક પ્રત્યેકબુદ્ધ હતા. તેઓ મૂળ એક અન્યતીર્થિક હતા. પરિવ્રાજકપણામાં તેઓ એવું માનતા હતા કે, સચિત્ત જળનું સેવન કરી શકાય. તેઓ પ્રત્યેકબુદ્ધ થયા. દેવતાએ આપેલો મુનિવેશ ગ્રહણ કર્યો અને તે જ ભવે સઘળા કર્મોનો ક્ષય કરીને સિદ્ધ થયા – બુદ્ધ થયા યાવતુ મોક્ષે ગયા. ઋષિભાષિત પયત્રામાં પ્રત્યેકબુદ્ધ બાહુકે પ્રરૂપેલું એવું ચૌદમું અધ્યયન છે. જેમાં તેઓએ આલોક અને પરલોકની આશંસાના નિષેધનો ઉપદેશ આપેલો છે. તેઓની પ્રરૂપણાનો મુખ્ય સાર એ હતો કે, પ્રવજ્યા અકામપણે ગ્રહણ કરવી. તપનું આચરણ પણ નિષ્કામ કરવું. નિષ્કામ મરણથી જ નિષ્કામ એવી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૨૯ + ; સૂય યૂ.પૂ. ૧૨૦; ઋષિભા.૧થ્ય. ૧૪; — — — — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370