Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 368
________________ પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા ૩૬૭ ૦ પ્રત્યેકબુદ્ધ કૈપાયન :- (અત્યંત લઘુકથા) તેઓ ભગવંત મહાવીરના તીર્થમાં પ્રત્યેકબુદ્ધ થયા. તે પૂર્વે તે એક બ્રાહ્મણ પરિવ્રાજક હતા. તેઓ અચિત્ત પાણી, બીજ અને વનસ્પતિકાયનું સેવન કરતા હતા, તો પણ તેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી એવું તેમના માટે કહેવાય છે. વાસ્તવમાં તેઓ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પ્રત્યેકબુદ્ધ થયા. પછી કાળક્રમે શ્રમણપણાનું પાલન કરતા સિદ્ધ થયા – બુદ્ધ થયા – સર્વ કર્મનો ક્ષય કરી યાવતું મોક્ષને પ્રાપ્ત કર્યો. | ઋષિભાષિત પયજ્ઞામાં આવતું ચોત્રીશમું અધ્યયન આ પ્રત્યેક બુદ્ધ દ્વૈપાયન મુનિનું પ્રરૂપેલું છે. તેમણે “ઇચ્છાનિરોધ" કરવો તેવી પ્રરૂપણા કરેલી છે. લોકમાં ઇચ્છાઓ અનેક પ્રકારે છે, તેનાથી બદ્ધ લોકો કલેશને પ્રાપ્ત કરે છે. ઇચ્છાને અભિભૂત થયેલા માતા, પિતા, ગુર આદિ કોઈને જાણતા નથી. ઇચ્છાના કારણે જ ધનની હાનિ, બંધન, પ્રિયનો વિયોગ અને ઘણાં જન્મ-મરણો થાય છે. માટે ઇચ્છાનો નિરોધ કરવો. તેમના જ્ઞાનનું વર્ણન પ્રત્યેકબુદ્ધ નારદમાં કરાયેલા જ્ઞાનના વર્ણન અનુસાર જાણવું. તેમના વ્રત, નિયમ, પાત્ર, કપ્ય–અકથ્ય આદિનું વર્ણન અંબઇ પરિવ્રાજકમાં કરાશે તે પ્રમાણે જાણવું. ૦ આગમ સંદર્ભ :સૂય. ૨૨૭ + 9 સૂય યૂ.પ્ર. ૧૨૦, ઉવ. ૪૫; ઋષિભાષિત અધ્ય. ૩૪; – » –– » –– મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૨ સંપૂર્ણ — — — — — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370