Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 366
________________ પ્રત્યેકબુદ્ધ - નાગદત કથા ૩૬૫ ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ ચાર કષાય સર્પો કરડ્યા ત્યારે તેનું વિષ નિવારવાને માટે મેં અનેક પ્રકારે તપકર્મનું આચરણ કરેલું હતું ત્યાર પછી હું પર્વત, વન, રમશાનભૂમિ શૂન્યઘર તથા વૃક્ષના મૂળના આશ્રયે અનેક વખત રહ્યો (તે તે સ્થાનોમાં નિવાસ કરીને મેં કાયોત્સર્ગ પ્રતિમા, ધ્યાન આદિનું આરાધન કર્યું હતું, તે પાપી સર્ષોથી હું ક્ષણમાત્ર પણ વિસામો પામતો ન હતો. કેમકે તે કિંચિત્ માત્ર પણ વિશ્વાસ કરવાને લાયક નહીં એવા ભયંકર સર્પો છે. તદુપરાંત આ નાગદત્તે હવે ઘણો આહાર કરવાનો નહીં, અતિ સ્નિગ્ધ એવો આહાર પણ કરવાનો નહીં, કેમકે અતિ નિગ્ધ આહાર ફરીથી વિષપણે પરિણમતો હોય છે. તેનાથી ફરી તેના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ વિષ ઉદિરણા પામે છે. તેથી તેણે ઉદરપૂર્તિ જેટલો જ આહાર કરવો અથવા તો તેની યાત્રા (સંયમરૂપ યાત્રા) સુખે કરીને થઈ શકે, તેટલી માત્રામાં જ તેણે આહારનું સેવન કરવું પણ પ્રકામ માત્રામાં ન કરવું. વળી તે આહાર નાગદત્તે ગામ બહાર જ કરવો. અર્થાત્ વસ્તી મધ્યે રહીને ન કરવો. ઓસન્ન અર્થાત્ તેને માટે તૈયાર થયેલો એવો કે ઉષ્ણ આહાર ન કરવો. છ પ્રકારની જે વિગઈ – દૂધ, દહીં, તેલ, ઘી, ગોળ કે તળેલા પદાર્થનો આહાર ન કરવો. એટલે કે વિગઈરહિત એવો જ આહાર તેણે કરવો. જે કંઈ શોભન કે અશોભન એવા ઓદન વગેરે હોય, તે પણ લોકોએ પોતાના માટે કરેલા હોય. તેનો જ આહાર કરવો. મેં પણ તે જ પ્રમાણે કરેલું હતું. આહારમાં તેણે “ઉન્દ્રિતધર્મા" અર્થાત્ તુચ્છ એવો આહાર લેવો, તે પણ થોડી માત્રામાં લેવો. પ્રચૂર પ્રમાણમાં આહાર ગ્રહણ ન કરવો. ત્યાર પછી આ પ્રમાણેની ક્રિયા બતાવીને ક્રિયાન્તર યોગથી જે ગુણો છે તેનું નિદર્શન કરતા તે ગાડિક દેવે કહ્યું જેઓ થોડો આહાર લે છે, થોડું બોલે છે, થોડી નિદ્રા લે છે, અલ્પ પ્રમાણમાં ઉપધિ અને ઉપકરણોને ધારણ કરે છે, તેને દેવતા પણ નમસ્કાર કરે છે. આ પ્રમાણે જો અનુપાલન કરવા તૈયાર હોય તો તે ચેતનવંતો થશે, જીવિત થશે. ત્યારે નાગદત્તના સ્વજન આદિ બોલ્યા કે, ભલે તેમ કરે. તેમ કરતા પણ જો તે જીવતો રહેતો હોય, તો તેનાથી વિશેષ રૂડું શું ? ત્યારપછી તે દેવ પૂર્વાભિમુખ ઊભો રહ્યો. પછી સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને તે બોલ્યો કે, હવે હું સંસારમાં મન, વચન, કાયારૂપ ત્રણ દંડ અને તેર પ્રકારની ક્રિયારૂપ વિષ, તેને નિવારણ કરનારી, મોટી વિદ્યા ભણી. ત્યારપછી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહથી અટકવા માટે તેના પચ્ચકખાણ કરવા. આ પ્રમાણે જ્યારે કર્યું ત્યારે તે નાગદત્ત ચેતનવંતો થયો, ઊભો થયો. ત્યારે નાગદત્તના માતા-પિતા બોલ્યા કે, અમારો આ કુમાર તો આપમેળે જ ઊભો થઈ ગયો છે. તેઓએ દેવના વચનમાં શ્રદ્ધા કરી નહીં. એટલે નાગદત્ત ફરી પાછો પડી ગયો. ત્યારે તેમણે ગાડિક દેવને આજીજી કરી કે, તમે ગમે તે કરીને આને જીવાડો. ફરી તે દેવે તેને તે જ રીતે સજીવન કર્યો. ફરી નાગદત્ત દોડવા ગયો. ફરી પાછો તે પડી ગયો. પછી ત્રીજી વખત તે દેવે તેને સજીવન કરવાની ના પાડી દીધી. જ્યારે નાગદત્તના સ્વજને તે દેવને કૃપા કરવા માટે અનેક કાલા–વાલા કર્યા ત્યારે તેને સજીવન કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370