Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 365
________________ ૩૬૪ આગમ કથાનુયોગ-૨ આપી શકે છે. તે મહાસમુદ્રની પેઠે ન પૂરી શકાય તેવો વિશાળ છે. તેણે સર્વ પ્રકારનું વિષ પોતાનામાં એકઠું કરેલું છે. આ પ્રમાણે કહીને તે ગારુડિક દેવે એ ચોથા સર્પને ઉત્તર દિશામાં સ્થાપિત કર્યો. તે એવું સૂચવે છે કે, આ સર્પ અન્ય બધાં સર્પો કરતાં ઉત્તર અર્થાત્ પ્રધાન એવો લોભ સર્પ છે. એક વખત જો આ સર્પ કોઈને કરડી જાય તો પછી તે પ્રાણીનું મન સ્વયંભૂ રમણ નામના મહાસમુદ્ર જેવું અગાધ બની જાય છે. તેની ઇચ્છાઓની પૂર્તિ કરવી અશક્યવત્ બની જાય છે. વળી તે સર્વ વ્યસનો માટે રાજમાર્ગ હોય તેવું ઝેર, તે પ્રાણીના શરીરમાં ભરી દે છે તો પછી હે ગંધર્વ નાગદત્ત ! તું આ સર્પને કઈ રીતે ગ્રહણ કરી શકીશ ? આ પ્રમાણે કહીને તેણે નાગદત્તના સ્વજન, મિત્ર, પરિજન આદિને જણાવ્યું કે, આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે રમવાનો વિચાર કરે છે, પણ જો આ મારો લોભ નામનો સર્પ તેને કરડે અને તે મૃત્યુ પામે તો તમારે મને કોઈ દોષ આપવો નહીં. ત્યાર પછી તે ગારુડિક રૂપધારી દેવે કહ્યું કે, આ ચારે ક્રોધ, માન, માયા, લોભ નામના મહાન્ પાપ સર્પો છે. તેના ડસવાથી આખું જગત્ જ્વર્ (તાવ) વાળા મનુષ્યની પેઠે કણસ્યા કરે છે. આ આશીવિષ સર્પોનું ઝેર જેને ચડે છે, તે પ્રાણીને નરકમાં જ પડવાનું થાય છે. તેને બીજું કોઈ જ આલંબન મળી શકતું નથી. તે જેને ડરે છે, ખાય છે તે તત્કાળ પતન પામે છે, તેનું મૃત્યુ થઈ જાય છે. માટે હવે તારે તેની સાથે રમવું હોય તો રમ. આ પ્રમાણે દ્વિઅર્થી વર્ણન કરીને તે ગારુડિક દેવે ચારે સર્પોને ચાર અલગ-અલગ દિશામાં મૂકી દીધા. ત્યાર પછી તે સર્પો ગંધર્વ નાગદત્તને કરડ્યા, તેનાથી તે નાગદત્ત તત્કાળ પડી ગયો અને ત્યાંને ત્યાંજ મૃત્યુ પામ્યો. ત્યારે તેના સેવકો બોલવા લાગ્યા કે અરે ! આ તે શું કર્યું ? ત્યારે તે ગારુડિક રૂપધારી દેવે તેને કહ્યું કે, મેં તો તેને ઘણો જ નિવાર્યો હતો. તમારા બધાંની સન્મુખ મેં કહેલું જ હતું કે, આ ચારે ભયંકર સર્પો છે, તે જેને કરડે તેનું તત્કાળ મૃત્યુ થઈ જાય છે. તો પણ આ નાગદત્ત માન્યો નહીં. હવે તેમાં મારો શો દોષ છે ? ત્યારે નાગદત્તના મિત્રોએ વૈદ્યોને અને સાપનું ઝેર ઉતારનારા માંત્રિકોને બોલાવ્યા. ઘણાં જ ઔષધોપચાર કરાવ્યા, મંત્રો ભણ્યા, પણ તે એક પણ ઉપાયથી કોઈ જ ફાયદો થયો નહીં. ત્યાર પછી નાગદત્તના સ્વજનો ગારુડિક રૂપધારી દેવને પગે પડી ગયા. તેને વિનવણી કરવા લાગ્યા કે, પ્રસન્ન થઈને તમે જ હવે આને જલ્દીથી જીવતો કરો – તેનામાં ચેતના પૂરો. ત્યારે તે દેવે કહ્યું કે, પૂર્વે મને પણ આ સર્પો ડશ્યા હતા. હવે હું જેમ કહું તેમ કરો. પૂર્વે હું પણ આવી જ ક્રિયા કરવાથી જીવિત રહ્યો હતો. જો હવે તે મેં આચરેલી એવી ક્રિયા કરવા તૈયાર થાય તો તે જીવતો રહી શકે અને એક વખત મેં કહેલી ક્રિયાને અંગીકાર કરે અને ત્યાર પછી પણ જો તે તેનું યથાયોગ્ય પાલન કરવા તૈયાર ન રહે, જાગૃત ન રહે તો ફરી પાછું તેનું મૃત્યુ થઈ જશે. માટે તમે બધાં પહેલા એકમત થઈને નિર્ણય કરો, તો નાગદત્તને પુનઃ ચેતનવંતો બનાવનારી ક્રિયા હું તમને જણાવું. તે ક્રિયા આ પ્રમાણે છે :– એમ કહીને તેણે જણાવવી શરૂ કરી, જ્યારે મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370