Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 363
________________ ૩૬૨ આગમ કથાનુયોગ-૨ નહીં. તે તો સર્પોને રમાડ઼યા જ કરતો હતો. કોઈ વખતે ગંધર્વ નાગદત્ત સર્પોનો કરંડીયો ભરીને પોતાના મિત્રો સાથે ઉદ્યાનમાં ગયો. ત્યાં તે સર્પોને ખેલવવા લાગ્યો. તે અવસરે દેવલોક સ્થિત દેવ આવ્યો. તે એ રીતે અવ્યક્ત લિંગને ધારણ કરીને આવ્યો કે, નાગદત્ત જાણી ન શકે તે પ્રવ્રજિતક – સાધુ છે. તે દેવે પોતાની પાસે રજોહરણ આદિ ઉપકરણો પણ રાખ્યા ન હતા. તે દેવે ગારુડી જેવું રૂપ ધારણ કર્યું હતું. તે સર્પનો કરંડીયો ભરીને તે ઉદ્યાનથી બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એવા સ્થાનેથી પસાર થવા લાગ્યો. તેને જોઈને નાગદત્તના મિત્રોએ કહ્યું કે, જો, આ કોઈ નવો ગારડી જતો હોય તેમ જણાય છે. ગંધર્વ નાગદત્તે તેની પાસે જઈને પૂછયું કે, આ કરંડીયામાં શું છે ? ત્યારે પેલા દેવે જવાબ આપ્યો કે, તેમાં સર્પો છે. ગંધર્વ નાગદત્તે તેને કહ્યું કે, ચાલો આપણે આપણા સર્પોને રમાડીએ. તું મારા સર્પોને ખેલાવ અને હું તારા સર્પોને ખેલાવું. અથવા તો આપણો આપણા સર્પોને પરસ્પર ખેલાવીએ. ત્યારે પેલો ગારૂડિક દેવ નાગદત્તના સર્પને ક્રીડા કરાવવા લાગ્યો. નાગદત્તના સર્વોએ ગારુડિક દેવને ડંશ દીધા, તો પણ તે ગાડિક દેવ મૃત્યુ પામ્યો નહીં ત્યારે નાગદત્ત તેને રીસથી કહેવા લાગ્યો કે, ચાલ, હવે હું તારા સર્પો સાથે ક્રીડા કરું. ગંધર્વ નાગદત્તની તે વાત સાંભળીને પેલા ગારૂડિક દેવે કહ્યું કે, હે ગંધર્વ નાગદત્ત ! તું મારા સર્પો સાથે રમવું રહેવા દે, જો મારા સર્પ તેને ડસશે તો તું નક્કી મૃત્યુ પામીશ. પરંતુ નાગદત્તે અભિમાનથી કહ્યું કે, તું તારા સર્પને બહાર કાઢ, પછી જોઈએ કે, હું તેને રમાડી શકું છું કે નહીં ? જ્યારે નાગદત્તે ઘણો આગ્રહ કર્યો ત્યારે ગાડિક દેવે એક મંડળનું આલેખન કર્યું. પછી તેણે ચારે દિશામાં કરંડીયાઓનું સ્થાપન કર્યું. ત્યાર પછી તેણે નાગદત્તના બધાં જ સ્વજન-મિત્રજન અને પરિજનોને એકઠા કર્યા. તેમની સમક્ષ આ પ્રમાણે કહ્યું આ ગંધર્વ નાગદત્ત મારા સર્પો સાથે ક્રીડા કરવાની ઇચ્છા-અભિલાષા રાખે છે. હવે જો અહીં આ નાગદત્તને મારા સર્પો કોઈપણ પ્રકારે ડંશ આપે (તેને ખાય), તો તમારે મને કોઈ પ્રકારે દોષ ન આપવો. ત્યાર પછી તે ગાડિક દેવે ચારે દિશામાં સ્થાપેલા પોતાના સર્પોની મહત્તા જણાવી તેનું પ્રતિપાદન આ પ્રમાણે કરેલ છે– - ક્રોધ સર્પ – આ જે પહેલો સર્પ છે તે તરણ સૂર્ય જેવો અર્થાતુ નવા જ ઉગેલા સૂર્ય સમાન રક્ત નેત્રવાળો, વીજળીની લતા જેવા ચંચળ જીભવાળો, ભયંકર ઝેરવાળી દાઢોથી યુક્ત અને ઉલ્કાપાતના જેવો પ્રજ્વલિત રોષવાળો છે. તે મૃત્યુના કારણરૂપ હોવાથી આ સર્પને અદૃશ્ય મૃત્યુ જ છે એમ તમે જાણજો. આ મારો સર્પ જેને ડશે છે, તે પ્રાણી કૃત્ય-અકૃત્યપણાનું ભાન ભૂલી જાય છે. તે મૃત્યુના હેતુરૂપ એવો હોવાથી કરંડીયામાં રહેલ સાક્ષાત્ મૃત્યુ જ છે, તેમ તમે જાણજો. તો મારા આ મહાનાગને ગંધર્વ નાગદત્ત કઈ રીતે રમાડશે ? આ સર્પનું નામ ક્રોધ સર્પ છે. (અહીં સ્વબુદ્ધિથી એ પરિકલ્પના કરી લેવી કે જેમ ક્રોધયુક્ત માણસના નયનો તરુણ સૂર્ય જેવા લાલ થઈ જાય છે, તેવો આ સર્પ છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370