Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 362
________________ પ્રત્યેકબુદ્ધ – નાગદત્ત કથા ૩૬૧ તે બળદેવ અને વાસુદેવના પ્રેમપાત્ર હતા. પ્રદ્યુમ્ન, પ્રદીપ, શાંબ અનિરુદ્ધ, નિષધ, ઉમુખ, સારણ, ગજસુકુમાલ, સુમુખ અને દુર્મુખ આદિ યાદવોના સાડા ત્રણ કરોડ કુમારોના હૃદયના તે વલ્લભ હતા અને યાદવકુમારો દ્વારા પ્રશંસનીય હતા. તેમને કલહ, યુદ્ધ અને કોલાહલ અતિ પ્રિય હતા. તેઓ ભાંડની સમાન વચન બોલવાના અભિલાષી હતા. અનેક સમર અને સમ્પરાય જોવાના તે રસિક હતા. ચારે તરફ દક્ષિણા આપીને પણ તેઓ કલહ-કજીયાની શોધ કરતા રહેતા હતા. કલહ કરાવીને તેઓ બીજાના ચિત્તમાં અસમાધિ ઉત્પન્ન કરતા હતા. આવા તે નારદ પરિવ્રાજક શૌચ અને સત્ય શબ્દના ચિંતન કરતા પ્રત્યેકબુદ્ધ થઈને સિદ્ધ, બુદ્ધ – યાવત્ – સર્વકર્મથી મુક્ત થયા. બીજા મતે આવતી ચોવીસીમાં તીર્થકર થશે. (સત્ય બહુશ્રુતો જાણે). ૦ આગમ સંદર્ભ :નાયા. ૧૭૪ થી ૧૭૬; ઉવ. ૪૫, આવનિ ૧૨૯૫, ૧૨૯૬ + 4 આવ..૧–પૃ. ૧૨૧, ૨- ૧૯૪; દસ..પૃ. ૧૦૬; દસ.નિ. ૧૯૩ની : નંદી ૪૬ની વૃ ઋષિભાષિત અધ્ય ૧; ૦ પ્રત્યેકબુદ્ધ નાગદત કથા : પૂર્વે કોઈ બે સાધુ તપ કરી સ્વર્ગે ગયા. ત્યાં દેવલોકમાં તે બંનેએ પરસ્પર એવો નિર્ણય કર્યો કે, આપણામાંથી જે પહેલો ઍવીને મનુષ્યલોકમાં જન્મ લે, તેને બીજા દેવે આવીને પ્રતિબોધ કરવો અર્થાત્ સંયમ લેવા માટે પ્રેરિત કરવો. કોઈ એક નગરમાં એક શ્રેષ્ઠી રહેતો હતો. તેની પત્ની પુત્રની પ્રાપ્તિ માટે નાગદેવતાની આરાધના કરી રહી હતી. તે માટે તેણી ઉપવાસ કરીને રહેલી હતી. નાગદેવતાએ પ્રસન્ન થઈને તેણીને કહ્યું કે, તને એક પુત્ર થશે. સ્વર્ગે ગયેલા પેલા બે સાધુમાંથી એક સાધુનો જીવ દેવલોકની કાયસ્થિતિ, ભવસ્થિતિ આદિનો ક્ષય કરીને ત્યાંથી ઍવીને શ્રેષ્ઠીની પત્નીની કુશિમાં પુત્રપણે અવતર્યો. બરાબર નવ માસ અને સાડા સાત દિવસ પ્રતિપૂર્ણ થયા ત્યારે તે શ્રેષ્ઠી પત્નીએ એક સુંદર, સુકમાળ, પૂર્ણ પંચેન્દ્રિય એવા પુત્રને જન્મ આપ્યો. શ્રેષ્ઠીએ તેનો જન્મોત્સવ કર્યો. તે પુત્ર નાગદેવતાની આરાધનાથી પ્રાપ્ત થયો હોવાથી તેનું “નાગદત્ત' એ પ્રમાણે નામ પાડ્યું. ત્યાર પછી તે નાગદત્ત બાલ્યભાવને છોડીને મોટો થયો. કાળક્રમે બહોતેર કળાઓમાં કુશળ થયો. તે બાળકને ગંધર્વની કળા અતિ પ્રિય હોવાથી, તેમજ ગંધર્વની કળામાં અતિ કુશળ હોવાથી તે “ગંધર્વનાગદત્ત" એવા નામથી લોકોમાં પ્રસિદ્ધ થયો. વળી તે સર્પની ક્રીડામાં પણ વ્યસનવાળો થયો. ગંધર્વ નાગદત્તને તેના મિત્રજન આદિએ ઘણો નિવાર્યો તો પણ તે સર્પ ક્રીડાથી કિંચિત્ માત્ર અટક્યો નહીં. દેવલોકે રહેલ પેલા બીજા સાધુના જીવે અવધિજ્ઞાન વડે પોતાના મિત્રને સર્પ રમાડવાનું વ્યસન જાણીને તેને પ્રતિબોધ પમાડવાનો વિચાર કર્યો. તે દેવે નાગદત્તને બોધ પમાડવા માટે ઘણો–ઘણો પ્રયત્ન કર્યો. પણ નાગદત્ત કોઈ રીતે સમ્યક્ બોધ પામતો ન હતો અને સર્પ સાથે ક્રીડા કરવાનું તેનું વ્યસન જરા પણ છોડ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 360 361 362 363 364 365 366 367 368 369 370