Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 361
________________ ૩૬૦ આગમ કથાનુયોગ-૨ છે, ૨. મૃષાવાદ ત્રિવિધ–ત્રિવિધે ન બોલે—ન બોલાવે, તે બીજું શ્રોતવ્ય લક્ષણ છે, ૩. અદત્ત આદાન ત્રિવિધ–ત્રિવિધે ન કરે – ન કરાવે તે ત્રીજું શ્રોતવ્ય લક્ષણ છે, ૪. અબ્રહ્મ અને પરિગ્રહ ત્રિવિધ–ત્રિવિધે ન કરે – ન કરાવે તે ચોથું શ્રોતવ્ય લક્ષણ. આ પ્રમાણે પ્રત્યેકબુદ્ધ નારદ ઋષિએ અહિંસા, સત્ય, અસ્તેય અને બ્રહ્મચર્યઅપરિગ્રહને લગતું જે કંઈ હોય તે જ શ્રોતવ્ય છે અને તે જ શૌચ છે, તે પ્રકારે પ્રરૂપણા કરી, પછી ઋષિભાષિત પયાના તે જ અધ્યયનમાં આ અહિંસા આદિ ચારેની આચરણાનું ફળ બતાવતા જણાવ્યું કે, સર્વકાળે, સર્વ પ્રકારે, સર્વ વડે જેઓ નિર્મમત્વ, વિમુક્તિ અને હિંસા આદિથી વિરતિનું સેવન કરે છે, તેઓ સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ૦ નારદ (આદિ) પરિવ્રાજકનું જ્ઞાન : સામાન્યથી તેઓ સ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદના જ્ઞાતા હોય છે, તદુપરાંત ઇતિહાસ, નિઘંટુશાસ્ત્રના અધ્યેતા હોય છે તેમને વેદોનું સાંગોપાંગ રહસ્ય બોધપૂર્વક જ્ઞાન હતું. તે ચારે વેદોના સારગ, પારગ, ધારક તથા વેદોના છ અંગોના જ્ઞાતા હોય છે, તેઓ ષષ્ટિતંત્રમાં વિશારદ કે નિપુણ હતા. સંખ્યા, શિક્ષા, વેદમંત્રોના ઉચ્ચારણનું વિશિષ્ટ વિજ્ઞાન, કલ્પ, વ્યાકરણ, છંદ, નિરક્ત, જ્યોતિષ શાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ ગ્રંથ એ બધામાં સુપરિનિષ્ઠિત જ્ઞાનયુક્ત હતા. તેઓ પરિવ્રાજક દાનધર્મ, શૌચધર્મ, દેહિક શુદ્ધિ અને સ્વચ્છતામૂલક આચારનું આખ્યાન કરતા, પ્રજ્ઞાપના કરતા, પ્રરૂપણા કરતા વિચરતા. ૦ પરિવ્રાજક નારદનું સ્વરૂપ : પ્રત્યેકબુદ્ધ થયા પૂર્વે અન્યતીર્થિક એવા પરિવ્રાજક નારદનું સ્વરૂપ “નાયાધમકહા''માં વર્ણવતા સૂત્રકાર મહર્ષિ જણાવે છે કે, તેઓ જોવામાં અત્યંત ભદ્ર દર્શનવાળા અને વિનીત દેખાતા હતા. પરંતુ ભીતરથી તેઓ કલહપ્રિય હોવાના કારણે તેમનું હૃદય અંદરથી અતિ કલુષિત હતું. તેઓ દચિત્ત અને કૌતુક પ્રિય હતા. બ્રહ્મચર્ય વ્રતના ધારક હોવાથી તેઓ મધ્યસ્થતા પ્રાપ્ત હતા અર્થાત્ વ્રતગ્રહણથી તેમણે સમતાને અભ્યાગત અને પ્રાપ્ત કરેલી હતી. આશ્રિતોને નારદનું દર્શન પ્રિય, સૌમ્ય અને અરૌદ્ર લાગતું હતું. તેમનું રૂપ મનોહર હતું. આ નારદ પરિવ્રાજક ઉ જ્વળ અને સકલ એવું એક પ્રકારનું અમલિન, અખંડ, વલ્કનું વસ્ત્ર પહેરતા હતા. તેઓ વક્ષ:સ્થળ પર એક કાળું મૃગચર્મ ઉત્તરીય રૂપે ધારણ કરતા હતા. તેમણે હાથમાં દંડ અને કમંડલ રાખેલા હતા. જટારૂપી મસ્તક વડે નારદ પરિવ્રાજકનું મસ્તક શોભાયમાન હતું. તેમણે જનોઈ–યજ્ઞોપવીત અને રુદ્રાક્ષની માળાના આભરણ, મુંજની કટિમેખલા અને વલ્કલના વસ્ત્ર ધારણ કર્યા હતા. તે નારદ પરિવ્રાજકના હાથમાં કચ્છપી નામની વીણા રહેતી હતી. તેઓ ગીતસંગીત પ્રિય હતા. આકાશગમન કરવાની શક્તિ હોવાથી તેઓ પૃથ્વી પર બહુ ઓછું વિચરણ કરતા હતા. મુખ્યત્વે તેઓ ગગન વિહારી હતા. સંચરણી, આવરણી, અવતરણી, ઉત્પતની, શ્લેષણી, સંક્રામણી, અભિયોગિની, પ્રજ્ઞપ્તિ, ગમનીઑભિની ઇત્યાદિ ઘણી બધી વિદ્યાધરો સંબંધિ વિદ્યાઓમાં પ્રવિણ હોવાથી તે નારદ પરિવ્રાજકની કીર્તિ ફેલાયેલી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 359 360 361 362 363 364 365 366 367 368 369 370