Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 360
________________ પ્રત્યેકબુદ્ધ – નારદ કથા ૩૫૯ જોવામાં આ બાળક (નારદ) આવ્યો. તેઓએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. ઉપયોગ દ્વારા જાણ્યું કે, આ બાળક દેવનિકાયાથી ઍવીને અહીં આવેલ છે. (જન્મ લીધેલ છે) ત્યારે તે દેવોએ તે બાળકની અનુકંપાને માટે ત્યાં છાયાનું સ્તંભન કર્યું. અર્થાત્ તે બાળક ઉપર છાયાની વિકુવણા કરી. કેમકે તે બાળક તાપમાં દુઃખે કરીને ત્યાં રહેતો હતો. તેથી જૈભક દેવોએ તેના પર પડતા તાપનું નિવારણ કર્યું. ત્યાર પછી તે બાળકને તે જૈભક દેવોએ ગુપ્ત વિદ્યાનું શિક્ષણ આપ્યું. કેટલાંક કહે છે કે, ભગવંતે આ પ્રમાણે અશોકવૃક્ષની પૃચ્છા અને નારદની ઉત્પત્તિ જણાવી. જ્યારે તે બાળક (નારદ) બાલ્યભાવનો ત્યાગ કરી કુમાર થયો (મોટો થયો) ત્યારે પૂર્વભવની પ્રીતિ હોવાના કારણે વિદ્યાર્જુભક વૈશ્રમણકાયિક દેવોએ તે બાળકને પ્રજ્ઞતિ આદિ વિદ્યાનું શિક્ષણ (જ્ઞાન) આપેલું હતું. તે નારદ મણિપાદુકાઓ વડે તથા કાંચનકુંડિકા થકી આકાશમાં ચાલતો હતો અર્થાત્ ગગનમંડલમાં ઉડી શકતો હતો. કોઈ વખતે નારદ તારવતી (દ્વારિકા)માં આવ્યો. તે વખતે વાસુદેવ કૃષ્ણએ તેને પ્રશ્નો પૂછયા. ત્યારે નારદ તે પ્રશ્નોના ઉત્તર આપવાને માટે સમર્થ ન થયો. તે ઉડીને આકાશમાર્ગે ચાલ્યો ગયો. બીજાના કથન પ્રમાણે આ પ્રશ્ન પૂર્વ વિદેહમાં (મહાવિદેહ ક્ષેત્રમાં) યુગબાહુ વાસુદેવે ભગવંત સીમંધર સ્વામીને પૂછેલો હતો. તે પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે, “સત્ય એ શૌચ" છે. તે એક જ પદ વડે સત્યના પર્યાયને અવધારિત કર્યો. ફરીથી મહાબાહુ નામના વાસુદેવે મહાવિદેહ ક્ષેત્રમાં અવરવિદેહમાં ભગવંત યુગંધર સ્વામીને પ્રશ્ન પૂછ્યો. ત્યારે નારદ ત્યાં સાક્ષાત્ ઉપસ્થિત હતા. ત્યાંથી નારદ ફરી પાછા તારવતી (દ્વારિકા)માં આવ્યા. તેણે વાસુદેવ કૃષ્ણને કહ્યું કે, હે વાસુદેવ! તે દિવસે તમે મને શું પૂછયું હતું ? (કયો પ્રશ્ન કરેલ ?) . ત્યારે વાસુદેવ કૃષ્ણએ તેને કહ્યું કે, મેં તમને પૂછ્યું હતું કે, “શૌચ એટલે શું?" ત્યારે નારદે તેને ઉત્તર આપ્યો કે, “શૌચ એ જ સત્ય છે.” વાસુદેવ કૃષ્ણએ પુનઃ પ્રશ્ન કર્યો કે, તો પછી “સત્ય શું છે ?" નારદ ફરી અપભ્રાજના પામ્યા. ત્યારે વાસુદેવ કૃષ્ણએ કહ્યું કે, જ્યારે તમે શૌચનો અર્થ પૂછયો ત્યારે સત્યનો અર્થ પણ પૂછવો જોઈએ. તેથી હવે સત્યનો અર્થ પણ ભવિષ્યમાં પૂછીને આવજો. એમ કહીને વાસુદેવે નારદની નિર્ભર્લૅના કરી – તિરસ્કાર કર્યો. ત્યારે નારદે કહ્યું કે, તમારી વાત સત્ય છે, મેં ભટ્ટારક તીર્થકર ભગવંતને આ પૂછયું ન હતું. ત્યારે નારદે તે પ્રશ્ન સંબંધે વિચારવાનો આરંભ કર્યો. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી તે અતિ શૌચવાળા એવા પ્રત્યેકબુદ્ધ થયા. (દેવતાએ તેમને મુનિવેશ – રજોહરણ, ઉપકરણાદિ આપ્યા) તે પ્રત્યેકબુદ્ધ નારદમુનિએ “શૌચ" નામના અધ્યયનની પ્રરૂપણા કરી. જે અધ્યયન ઋષિભાષિત પયત્રાના પ્રથમ અધ્યયનરૂપે જોવા મળે છે. આ અધ્યયનમાં દેવનારદ ઋષિએ આ પ્રમાણે ફરમાવ્યું કે, “શ્રોતવ્ય છે તેમજ કહેવું. શ્રોતવ્ય છે તેમ પ્રવેદન કરવું.” જે સમયે જીવ સર્વદુઃખોથી મુકત થાય છે, ત્યારે શ્રોતવ્યથી પરમ કોઈ શૌચ નથી. તેમણે શ્રોતવ્ય લક્ષણને ચાર ભેદે વર્ણવ્યું. તે આ પ્રમાણે – ૧. પ્રાણાતિપાત ત્રિવિધ–ત્રિવિધ ન કરે – ન કરાવે તે પહેલું શ્રોતવ્ય લક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370