Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 358
________________ પ્રત્યેકબુદ્ધ – વારત્રક કથા ૩૫૭ તમારી પાસે કઈ હસ્તિ છે? ભલે અત્યારે તમારી દશા વિષમ છે, પણ છતાં તમે મહાનું છો. હું તમારુ કંઈપણ અનિષ્ટ ઇચ્છતો નથી. તમો સદા આનંદ-મંગલ અને સુખ ભોગવનારા થાઓ. ત્યારે રાજા ધુંધુમારે કહ્યું કે, હે રાજન્ શૃંગારની નીક સમાન એવી અંગારવતીની સાથે તમે લગ્ન કરો. પછી મહોત્સવપૂર્વક મોટા સત્કાર અને મહાવિભૂતિથી અંગારવતી સાથે રાજા પ્રદ્યોતનો વિવાહ ઉત્સવ નિષ્પન્ન થયો. નગરના દરવાજા ખુલ્લા કરીને, ત્યાંજ તેને રોકવાનો પ્રબંધ કરાવ્યો. તેના હાથી, ઘોડા, રથ વગેરે જે કંઈ પણ લુંટી લીધેલ હતું તે બધું જ તેને પાછું અર્પણ કર્યું. તે સિવાય બીજા પણ ઘણાં સત્કાર અને સન્માન કર્યા. કોઈ વખતે રાજા પ્રદ્યોતે અંગારવતીને એકાંતમાં પૂછયું કે, અલ્પ સૈન્યવાળા એવા તારા પિતાએ, ઘણાં સૈન્યવાળા એવા મારો પરાભવ કઈ રીતે કર્યો ? ત્યારે અંગારવતીએ પરમાર્થ કહ્યો, સાધુના વચનથી તમારો પરાભવ થયો તે આ પ્રમાણે – કોઈ નિમિત્તક બાળકોને ભય પમાડી રહ્યો હતો, બાળકો રૂદન કરતા વારત્રકમુનિ પાસે આવ્યા. વારત્રકમુનિએ તે બાળકોને કહ્યું, તમે ભયભીત થશો નહીં, પછી તેમને નિર્ભય બનાવ્યા. તે સાધુ વચનથી નિમિત્તકે કહેલું કે, મારા પિતાનો વિજય થશે. કેમકે લોકોત્તર સાધુની વાણી યથાર્થ જ હોય છે. ત્યારે રાજા પ્રદ્યોત વારત્રકમુનિ પાસે ગયો. મુનિની હાંસી કરતા તેણે કહ્યું કે, મહા નિમિત્તને કહેનારા એવા હે મુનિ ! હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. પ્રાણનો નાશ કરવાને માટે એકદમ તત્પર થયેલા એવા રાજાને મરણથી રોકનાર એવા હે વાત્રક મુનિ ! આપને મારા નમસ્કાર થાઓ. આવા હાંસી વચનો સાંભળીને વાત્રક મુનિએ ઉપયોગ મૂકયો કે, આ રાજા આવા વચનો કેમ બોલે છે ? ત્યારે તેને યાદ આવ્યું કે, અનુપયોગ દશામાં બાળકોને જે અભય વચન આપેલું હતું. તેનું આ પરિણામ છે. પ્રત્યેકબુદ્ધ વાત્રક મહર્ષિએ તે અનુપયોગની આલોચના અને ગર્ણ કરી. પોતાના પ્રમાદ વચનની નિંદા કરવા લાગ્યા. ગૃહસ્થના કરેલા અલ્પ માત્ર સંગ પણ તેના માટે હાંસીનું કારણ બન્યું. તે ગૃહસ્થ સંગની નિંદા કરી. કાળક્રમે પ્રત્યેકબુદ્ધ વારત્રકમુનિ સિદ્ધિ ગતિને પામ્યા અને સર્વ કર્મોથી મુક્ત થયા. વાત્રક ઋષિના પુત્રએ પિતૃભક્તિને માટે એક દેવકુલ કરાવેલ. તેમાં તેણે રજોહરણ અને મુહપત્તિયુક્ત એવી પ્રતિગ્રહધારી પિત પ્રતિમાનું સ્થાપન કરાવેલ હતું. (પછીની લઘુકથા અર્થાત્ દષ્ટાંત માત્રક ગ્રહણ કરવા તથા માત્રક અને પાત્રક ભિન્ન ભિન્ન રાખવા સંબંધે છે, તેથી અહીં તેની નોંધ લીધી નથી.) ૦ આગમ સંદર્ભ :નિસી.ભા. ૫૮૮૮, ૫૮૯૦ + ચૂ; - બ.ભા. ૨૦૨૭, ૪૦૬૬ + ; આવ.નિ ૧૩૦૩ + ; આવ યૂ.ર-પૃ. ૧૯૯; પિંડનિ ૬૦ + 4 – ૪ –– » –– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370