Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 356
________________ પ્રત્યેકબુદ્ધ – વાત્રક કથા ૩૫૫ તે વખતે બારીમાં ઉભેલા અમાત્ય વાત્રકે જોયું કે, આ મુનિ ભિક્ષા વહોર્યા વિના જ નીકળી ગયા. તેના ચિત્તમાં એવો વિચાર આવ્યો કે, આ મુનિએ મારે ઘેરથી ભિક્ષા કેમ ગ્રહણ કરી નહીં હોય ? આ પ્રમાણે હજી વિચાર કરે છે ત્યાં તો ભૂમિ પર પડેલ ખીરના બિંદુને માખીઓ આવીને ચાટવા લાગી. માખીઓને પકડવા માટે ગરોળી દોડી, ગરોળીનો વધ કરવા સરટ (કાકીડો) દોડ્યો, કાકડાનું ભક્ષણ કરવા બિલાડી દોડી, તેની હત્યા કરવા માટે ગામનો કુતરો દોડ્યો. તેનો પ્રતિહંદી ત્યાંનો સ્થાયી કૂતરો દોડ્યો. બંને કૂતરાને પરસ્પર કલહ થયો. ઘરનો કૂતરો ગામના કૂતરાને કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યો. પોતપોતાના કૂતરાના પરાભવને જોઈને મનમાં દુઃખ થવાથી તેના સ્વામીઓ લડવા લાગ્યા. તેમનું પરસ્પર તલવાર વડે યુદ્ધ થયું. તેમાંથી મોટી તકરારો અને મારામારી જામી. આ સર્વ કંઈ વારતક અમાત્યે પ્રત્યક્ષ જોયું ત્યારે મંત્રીના મનમાં વિચાર આવ્યો કે, ખીરનું એક બિંદુ માત્ર ભૂમિ ઉપર પડવાથી આ પ્રમાણે અધિકરણ–પાપની પ્રવૃત્તિ થઈ! તેથી કરીને અધિકરણથી ભય પામેલા તે મહર્ષિએ ખીર વહોરી નહીં. અહોહો અરિહંતદેવે ધર્મને સારી રીતે જોયો છે. ખરેખર ! આ ધર્મ અતિ મનોહર છે. સર્વજ્ઞ એવા ભગવંત વિના આવા એકાંત હિતકારક ધર્મનો ઉપદેશ આપવા કોણ સમર્થ છે ? ત્રણે જગતુમાં જિનધર્મ જયવંતો વર્તે છે. જે રીતે અંધપુરુષ રૂપના વિશેષપણાને જાણી શકતો નથી. એ રીતે અસર્વજ્ઞ પણ આ પ્રમાણે સમગ્રકાળ સુધી હિતકારક ધર્મનો ઉપદેશ કરવા સમર્થ નથી. તેથી કરીને અરિહંત ભગવંત જ સર્વજ્ઞ છે, તે જ જિનેશ્વર મારા દેવ છે, તેમની પ્રરૂપિત ક્રિયા (ધર્મ) જ કરવા લાયક છે. એ પ્રમાણે વિચાર કરતા વાત્રક મંત્રી સંસારથી વિમુખ બુદ્ધિવાળા થયા. મુક્તિરૂપી સ્ત્રીને વરવાને માટે આતુર બન્યા. તેમનો વૈરાગ્ય જાગૃત થયો. અતિશુભ અધ્યવસાયવાળા તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. સમ્યકૂતયા બોધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ થયા. પછી પોતાના પુત્રને ગૃહભાર સોંપીને તેમણે નિરવદ્ય પ્રવજ્યા અંગીકાર કરી. દેવતાએ તેમને સંયમના ઉપકરણ અને અનિવેશ આપ્યો. (જો કે પિંડનિયુક્તિ ૬૭૦ની મલયગિરિની વૃત્તિમાં વાત્રક મુનિને ધર્મઘોષ મુનિના શિષ્ય થયા તેવું જણાવેલ છે. જ્યારે આવશ્યક, બૃહકલ્પ આદિમાં તેને પ્રત્યેકબુદ્ધ સ્વરૂપે ઓળખાવેલા છે.) પ્રત્યેકબુદ્ધ વારત્રક મુનિ ત્યાંથી વિહાર કરીને સંસમાર નગરે પહોંચ્યા. ગીતાર્થ એવા તે મુનિ શરીર પરત્વે નિસ્પૃહ, શાસ્ત્રાનુસારી ભિક્ષા ગ્રહણાદિક વિધિને સેવનાર, સંયમાનુષ્ઠાનમાં તત્પર અને સ્વાધ્યાયાદિથી અંતઃકરણને ભાવિત કરતા હતા. સુસુમારપુર નગરમાં ધુંધુમાર નામે રાજા હતો, તે રાજાને અતિ સ્વરૂપવાન્ એવી અંગારવતી નામની પુત્રી હતી. તેણી જિનકથિત ધર્મ-અધર્મ, નવતત્ત્વ આદિની જાણકાર અભ્યાસી શ્રાવિકા હતી. તત્ત્વની જાણકાર, તેના વિસ્તાર અને પરમાર્થના સુંદર વિચારોમાં નિપુણ એવી તેની પાસે કોઈ વખતે નાસ્તિકવાદી એવી એક પરિવારિકા આવી. અંગારવતી એ તે પરિવ્રાજિકાને વાદમાં હરાવી દીધી. એટલે તેણી અંગારવતી પરત્વે અતિદ્વેષ રાખવા લાગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370