Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 355
________________ ૩૫૪ આગમ કથાનુયોગ-૨ પ્રસન્નચંદ્ર રાજાએ બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું. (પ્રસન્નચંદ્ર રાજર્ષિની શેષ કથા શ્રમણ વિભાગમાં જોવી) પ્રત્યેકબુદ્ધ થયેલા વલ્કલગીરી કેવલી પોતાના પિતાને વ્રત ઉચ્ચરાવીને તેમને લઈને ભગવંત મહાવીરસ્વામી પાસે ગયા. પ્રસન્નચંદ્ર રાજા પોતાના નગરમાં પાછો ફર્યો ત્યાર પછી વલ્કલચીરી કેવલી પોતાના શેષ કર્મો ખપાવીને મોક્ષે પધાર્યા. ૦ આગમ સંદર્ભ :આવપૂ.૧–પૃ. ૪૫૬ થી ૪૫૯; આવનિ ૮૪૪–– ૪ – ૪ –– (નોંધ :- અમારી માહિતી પ્રમાણે ઋષિભાષિત સૂત્રમાં જણાવેલા પ્રત્યેકબુદ્ધ વલ્કલચીરી ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા. જો તે વાત. યોગ્ય હોય તો પ્રસ્તુત વલ્કલગીરી તે સિવાયના પ્રત્યેકબુદ્ધ થયા છે તેમ જાણવું કેમકે, આ વલ્કલગીરી ભગવંતુ મહાવીરના તીર્થમાં થયા છે. જો કોઈ માહિતી દોષ હોય તો બંને વલ્કલચીરી એક જ છે તેમ જાણવું) – » –– » –– ૦ પ્રત્યેકબુદ્ધ વારસક કથા - ( નોંધ :- વાત્રક પ્રત્યેકબુદ્ધનો ઉલ્લેખ “ભ પાર્શ્વના શાસનમાં થયા” એ પ્રમાણે પૂર્વે ઉલ્લેખ કરેલો છે. અમે આ ઉલ્લેખ તીર્થકર ભગવંત અને પ્રત્યેકબુદ્ધોનો ઋષિભાષિત સૂત્રનો અનુક્રમ જાળવીને કરેલો છે. અમારા અનુમાનમાં કદાચ ક્ષતિ હોય કે, પછી કોઈ વાચના ભેદ હોય, પરંતુ વાત્રક પ્રત્યેકબુદ્ધની કથામાં “બૃહકલ્પભાષ્ય” ૨૦૨૭ની વૃત્તિમાં વૃત્તિકાર મહર્ષિએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે, વાત્રક મહર્ષિએ ઋષિભાષિતનું સત્તાવીસમું અધ્યયન પ્રરૂપ્યું. તેથી અહીં લખેલી કથા પ્રત્યેકબુદ્ધ વાત્રકની જ છે, તે વાત નિઃશંક છે, બીજું બૃહત્કલ્પભાષ્ય ૪૦૬૬ની વૃત્તિમાં એ જ વાત્રક અમાત્ય પ્રત્યેકબુદ્ધ થયા તેવો પણ સ્પષ્ટ ઉલ્લેખ છે જ. તેથી પ્રસ્તુત કથાવાળા વાત્રક એ જ પ્રત્યેકબુદ્ધ છે, જેનો ઉલ્લેખ ઋષિભાષિતના સત્તાવીશમાં અધ્યયનમાં છે. ફર્ક માત્ર એ જ છે કે, આ વારત્રકમુનિમાં રાજા પ્રદ્યોતુનો ઉલ્લેખ આવે છે. પ્રદ્યોત્ રાજા ભગવંત મહાવીરના તીર્થમાં થયા છે, તો પછી આ વારત્રકમુનિ પણ ભગવંત મહાવીરના તીર્થમાં થયા હોવા જોઈએ.) –– ૪ - ૪ - વારતપુર નામે નગર હતું. ત્યાં અભયસેન નામનો રાજા હતો. તેના અમાત્ય (મંત્રી)નું નામ વાત્રક હતું. તે મંત્રી સજ્જન, સત્યવાદી અને ચારિત્રવાન્ હતો. કોઈ વખત ધર્મઘોષ નામના મુનિ વિચરણ કરતા–કરતા વારત્તપુર પહોંચ્યા. એક વખત તે મુનિ ત્વરા વિના, ચપળતા વિના, સંભ્રાન્તતા વિના અને એષણા સમિતિપાલન કરતા-કરતા ગૌચરી માટે ભ્રમણ કરી રહ્યા હતા. તે રીતે મુનિ વાત્રક અમાત્યના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે વાત્રક અમાત્યની પત્નીએ મુનિને ભિક્ષા આપવા માટે ઘી અને સાકર મિશ્રિત એવું ખીરનું પાત્ર ઉપાયું. ધર્મઘોષ મુનિને વહોરાવવા ચાલી. તે વખતે તે પાત્રમાંથી ઘી-ખાંડ મિશ્રિત ખીરનું એક બિંદુ ભૂમિ પર પડ્યું. ભગવંત કથિત ભિક્ષાગ્રહણની વિધિ પાલન કરવામાં ઉદ્યમવંત એવા મુનિએ જાણ્યું કે, ખીરનું ટીપું નીચે પડવાથી આ ભિક્ષા છર્દિતદોષ વડે દૂષણવાળી થયેલી છે, તેથી તે હવે મારે કલ્પતી નથી. એમ વિચારી મુનિ ત્યાંથી નીકળી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370