________________
પ્રત્યેકબુદ્ધ – વલ્કલચિરિ કથા
૩૫૩
ઉત્સુક થયો છું. ત્યારે પ્રસન્નચંદ્ર રાજાએ તેને કહ્યું, થોડો સમય રોકાઈ જા. પણ વલ્કલચીરીના આગ્રહથી ત્યાં ગયા. બંને પોતાના પિતા સોમચંદ્ર ઋષિને મળીને તેમના પગે પડ્યા, પ્રણામ કર્યા. સોમચંદ્ર ઋષિએ પોતાના બંને હાથ ફેલાવી વલ્કલચીરીને બાહુમાં લીધો. પછી પૂછયું કે, હે પુત્ર ! તું કેમ છે ? તારું આરોગ્ય કેવું છે?
વલ્કલગીરીએ તેને સમગ્ર વૃત્તાંત નિવેદિત કર્યો. તે વખતે સોમચંદ્ર ઋષિને હર્ષના આંસુ આવી ગયા. હર્ષના અતિરેકથી આવેલા આંસુ વડે તેના નેત્રમાં આવી ગયેલા પગલો ધોવાઈ ગયા, તે ફરી દેખતા થઈ ગયા. વલ્કલગીરી પણ ત્યાંજ રહેવા માટે ઇચ્છુક બની ગયા. સોમચંદ્ર ઋષિએ તેના બંને પુત્રોને જોયા. તે જોઈને તે પણ પરમ સંતુષ્ટ થયા.
- ત્યાર પછી વલ્કલચીરીએ પૂર્વે ગોપવી રાખેલા પોતાના વસ્ત્ર–ઉપકરણો આદિ બહાર કાઢ્યા. તેની પડિલેહણા–પ્રમાર્જના કરવા વિચાર્યું. પછી પોતાના ઉત્તરીય વસ્ત્રના છેડા વડે તેણે પ્રતિલેખના કરવાનો અને ચક્ષુ વડે પ્રમાર્જનાદિ કરવાનો આરંભ કર્યો. પ્રમાર્જનાદિ કરતા કરતા તેને મનમાં એવો અધ્યવસાય ઉત્પન્ન થયો કે, મેં આવું ક્યાંક જોયેલ છે, આવી ક્રિયા ક્યારેક કરેલી છે. એ પ્રમાણે ઉહાપોહ કરતાં પાત્રકેશરિકા વડે સાધુની માફક કરેલ પાત્ર પ્રતિલેખના યાદ આવી. “મેં પણ આ બધું કર્યું છે.” એવા પ્રકારની સ્મૃતિ અને સંજ્ઞાદિ થતા તેણે પૂર્વે અનુસરેલી બધી વિધિ યાદ આવવા લાગી.
- તેના આવરક કર્મો ખસી જવાથી, તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. વલ્કલચીરી પોતાનો પૂર્વભવ જોવા લાગ્યા. એ રીતે પૂર્વભવનું સ્મરણ થવાથી તેને દેવભવનું અને તે પૂર્વેના મનુષ્યભવનું સ્મરણ થયું. તેને યાદ આવ્યું કે, તેણે ગતભવમાં સાધુપણું આરાધેલ છે. સાધુપણામાં જ આ બધી ક્રિયાઓ કરેલી છે. તેને મનોમન એવું થવા લાગ્યું કે, અહો ! ગતભવમાં પાડેલ સાધુપણું પણ મને યાદ આવ્યું નહીં. ખરેખર મારા સ્ત્રીલંપટપણાને ધિક્કાર છે. એ પ્રમાણે શુભ ધ્યાનથી તે વૈરાગ્ય માર્ગની ધારાએ ચયા. ધર્મધ્યાનમાં રત બની ગયા.
- ત્યાર પછી અતીવ વિશુદ્ધ પરિણામે થવા લાગ્યા અને તે વિશુધ્યમાન પરિણામોથી અનુક્રમે શુક્લધ્યાનના બીજા ચરણને પણ વલ્કલગીરી અતિક્રમી ગયા. તુરંત જ ત્યાં તેમના મોહને આવરક કર્મો નષ્ટ થઈ ગયા. મોહનીય કર્મનો ક્ષય થતાં જ તેના જ્ઞાનાવરક, દર્શનાવરક અને અંતરાયકર્મો પણ તુરંત જ ક્ષય પામ્યા. એ રીતે છઘસ્થતા આવરક કર્મોનો ક્ષય થવાથી વલ્કલચીરીને ત્યાંજ કેવળજ્ઞાન–કેવળદર્શન પ્રાપ્ત થયા.
ત્યાર પછી વલ્કલચીરી કેવળીએ જિનપ્રણીત ધર્મનો સુખ્યાત બોધ આપવા માટે પોતાના પિતા સોમચંદ્ર ઋષિને તથા પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધર્મદેશના આપી. ત્યારે તેના પિતા અને રાજા બંને જણને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. તે બંનેએ મસ્તક ઝૂકાવીને વલ્કલચીરી કેવલીને નમસ્કાર કર્યો. બંનેએ કહ્યું કે, હે ભગવન્! આપે અમને મોક્ષમાર્ગ દેખાડ્યો, કેવલી પ્રરૂપિત ધર્મનો બોધ કરાવ્યો તે ઘણું જ સારું કર્યું. એ રીતે તે બંને કેવલીની અનુમોદના કરવા લાગ્યા.
ત્યારે આ પ્રમાણે વલ્કલચીરી તાપસ પ્રત્યેકબુદ્ધ થયા. (દેવતાએ આપેલ મુનિવેશને ધારણ કર્યોતેની દેશનાથી સોમચંદ્ર ઋષિએ પણ મહાવ્રતોને અંગીકાર કર્યા. ૨/૨૩
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org