Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 359
________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૨ ૦ પ્રત્યેકબુદ્ધ નારદ કથા : (* ભગવંત અરિષ્ટનેમિના તીર્થમાં થયેલા આ પ્રત્યેકબુદ્ધ એવા નારદ એક અન્યતીર્થિક સાધુ હતા. તેને દેવનારદ પણ કહે છે. આટલું કથન તો ઋષિભાષિત પયત્રાના આધારે પણ કરેલ જ છે. અર્થાત્ નારદના પ્રત્યેકબુદ્ધ હોવાની વાત તો સુનિશ્ચિત્ છે જ. વિશેષમાં આવશ્યક સૂત્રની નિર્યુક્તિ ૧૨૯૫, ૧૨૯૬ તથા તેની વૃત્તિમાં જે નારદની કથા છે, તે કથાનકમાં નારદના પ્રત્યેકબુદ્ધપણાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તદુપરાંત વૃત્તિકાર મહર્ષિ હરિભદ્ર સૂરિજીએ ત્યાં એમ પણ જણાવેલ છે કે, આ પ્રત્યેકબુદ્ધ નારદે પ્રથમ અધ્યયન પ્રરૂપ્યું – જેમાં “શૌચ વડે યોગસંગ્રહ થાય છે. તેમ જણાવ્યું. ઋષિભાષિત પયત્રામાં પહેલું અધ્યયન “શૌચ” વિષયક જ છે. વળી તેના પ્રણેતા પણ “નારદ” ઋષિ જ છે. તેથી આવશ્યક વૃત્તિમાં અપાયેલી કથા પ્રત્યેકબુદ્ધ નારદની વાતને પુષ્ટિ આપે છે. આ જ વક્તવ્યતાની પુષ્ટિ આવશ્યક ચૂર્ણિકાર મહર્ષિએ પણ (આવશ્યક ચૂર્ણિ ર–પૃ. ૧૯૪ ઉપર) કરેલી જ છે. નાયાધમકામાં દ્રૌપદીની કથા અંતર્ગત જે નારદની વાત આવે છે, તેમાં જો કે તેના જીવનનો (પરિવ્રાજક અવસ્થાનો) કલાપ્રિય સ્વભાવ જ વર્ણવાયેલ છે, તેમજ તેને “કચ્છલ્લનારદ” રૂપે પણ ઓળખાવાયેલ છે. ત્યાં તેના પ્રત્યેકબુદ્ધપણાની કોઈ જ સાબિતી પ્રાપ્ત થતી નથી, તેથી એવી ભ્રાંતિ થાય પણ ખરી કે, દેવનારદ અને કચ્છલનારદ બંને ભિન્ન-ભિન્ન હોઈ શકે. પરંતુ વાસુદેવકૃષ્ણ સાથેના સંબંધમાં જ નારદની કથા આવશ્યકમાં છે અને નાયાધમ્મકથામાં પણ આવતા નારદનો સંબંધ વાસુદેવ કૃષ્ણ સાથે છે, તેથી બંને પાત્રો ભિન્ન ભિન્ન નહીં પણ એક જ હોવા જોઈએ તેવું અનુમાન થઈ શકે છે. | દશવૈકાલિક નિર્યુક્તિ ૧૯૩ની ચૂર્ણિ તથા વૃત્તિમાં જે નારદનો ઉલ્લેખ આવે છે, ત્યાં પણ વાસુદેવકૃષ્ણ અને રુકિમણીનો સંબંધ નારદે જોડ્યાનો તથા દ્રૌપદીના પ્રસંગનો ઉલ્લેખ આવે છે. નંદીસૂત્ર–૪૬ની વૃત્તિમાં “શૈલઘન"ના દૃષ્ટાંતમાં પણ નારદની વાત આવે છે, ત્યાં તેની કલકપ્રિયતાને જણાવતું ‘‘કલહાભિનંદી” એવું વિશેષણ આવે છે. તેથી આ એક જ નારદની કથા છે, તેવું અમારું અનુમાન છે. જો કે અહીં અમે નારદની સંપૂર્ણ કથાને વર્ણવતા નથી. કેમકે તેનું વર્ણન દ્રૌપદીની કથામાં પણ આવવાનું જ છે, તદુપરાંત અન્યતીર્થિક કથામાં જે “ઉવવાઈ” સૂત્ર-૪૫ અનુસાર અન્યતીર્થિક કે, તાપસોનું વર્ણન આવે છે, તેમાં પણ “નારદ”નો ઉલ્લેખ આવે જ છે. તેથી અહીં પ્રત્યેકબુદ્ધ એવા અન્યતીથિંક નારદ સાથે સંબંધ ધરાવતા કથાનકને જ અમે ગ્રહણ કરેલું છે.) તિ નમ્ મુનિ દીપરત્નસાગર – ૪ – ૪ – પ્રત્યેકબુદ્ધ નારદ :- (આવશ્યક સૂત્રાનુસાર કથા) જ્યારે શૌર્યપુર નગરમાં સમુદ્રવિજય રાજા હતા. ત્યારે (જણજશ) યજ્ઞયશસ્ નામે એક તાપસ પણ ત્યાં રહેતો હતો. તેની પત્નીનું નામ સૌમિત્રી હતું. તે દંપતિને (જણદત્ત) યજ્ઞદત નાનો પુત્ર થયો. યજ્ઞદત્તની પત્નીનું નામ સોમયશા હતું. તે યજ્ઞદત્ત અને સોમયશાનો પુત્ર નારદ થયો. એ પ્રમાણે કહીને ભગવંતે નારદની ઉત્પત્તિ જણાવી, તેનું ચરિત્ર કહેવાનો ત્યાં આરંભ કર્યો. તે આ પ્રમાણે– યજ્ઞદત્ત અને સોમયશા ઊંછવૃત્તિથી જીવન વ્યતીત કરતા હતા. તેમાં તેઓ એક દિવસે ભોજન લેતા હતા અને એક દિવસે ઉપવાસ કરતા હતા અર્થાત્ એકાંતર ઉપવાસરૂપ તપ કરતા હતા. ત્યારે યજ્ઞદત્ત અને સોમયશા તેમના પુત્ર નારદને અશોકવૃક્ષની નીચે દિવસના પૂર્વ ભાગમાં સારી રીતે સ્થાપીને (રાખીને) ભિક્ષાર્થે જતા હતા. કોઈ દિવસે વૈશ્રમણકાયિક જાતિના જંભક દેવો તે માર્ગે જઈ રહ્યા હતા. તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370