________________
૧૮૦
આગમ કથાનુયોગ-૨
જ આત્મા પણ તેના ઉપયોગરૂપે વિનાશ પામે છે અને બીજા પદાર્થના ઉપયોગરૂપે ઉત્પન્ન થાય છે અથવા સામાન્યરૂપે રહે છે. આવી રીતે પૂર્વના ઉપયોગરૂપે આત્મા ન રહેલો હોવાથી તે પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. અર્થાત્ આત્માનો જ્ઞાનરૂપ ઉપયોગ ઉત્પન્ન થાય છે અને આત્માનો જ્ઞાનરૂપ ઉપયોગ નાશ પામે છે. આત્મા ઉત્પન્ન થતો કે નાશ પામતો નથી.
આત્માના પ્રત્યેક પ્રદેશે જ્ઞાન-દર્શનના ઉપયોગરૂપ અનંતા પર્યાયો રહેલા છે. તે વિજ્ઞાનના સમુદાયથી આત્મા કથંચિત્ અભિન્ન છે અર્થાત્ આત્મા વિજ્ઞાનમય હોવાથી વિજ્ઞાનઘન ઇવ” એટલે વિજ્ઞાનના સમુદાયરૂપ જ છે. જ્યારે ઘડો–વસ્ત્ર વગેરે ભૂતોનું જ્ઞાન થાય ત્યારે તે ઘડો–વસ્ત્ર આદિ હેતુથી “આ ઘડો છે, આ વસ્ત્ર છે' ઇત્યાદિ ઉપયોગરૂપે આત્મા પરિણમે છે (અર્થાત્ આત્માનો ઉપયોગ તે વખતે ઘડા આદિમાં હોય છે) એટલે તે તે વિજ્ઞાનપર્યાયે ઉત્પન્ન થાય છે. કારણ કે તે આત્માને ઉપયોગરૂપે પરિણમવામાં તે ઘડાદિ વસ્તુનું સાપેક્ષપણું છે. પછી જ્યારે તે ઘડો–વસ્ત્ર આદિ વસ્તુનું આંતરું પડી જાય કે તેનો અભાવ થાય, કે અન્ય પદાર્થમાં મન ચાલ્યું જાય, ઇત્યાદિ કોઈપણ કારણથી આત્માનો ઉપયોગ તે પદાર્થ થકી ખસી જાય અને બીજા પદાર્થમાં ઉપયોગ પ્રવર્તે ત્યારે પૂર્વેના ઘડો–વસ્ત્રાદિ શેય પદાર્થો શયપણે રહેતા નથી, પણ બીજા જે પદાર્થોમાં ઉપયોગ પ્રવર્યો હોય તે પદાર્થો શેયપણે પ્રાપ્ત થાય છે.
આવી રીતે જ્યારે તે ઘડો આદિ શેયરૂપે રહેતા નથી. ત્યારે આત્મા પણ આ ઘડો છે, આ વસ્ત્ર છે ઇત્યાદિ ઉપયોગ રૂપે રહેતો નથી. પણ બીજા પદાર્થના ઉપયોગ રૂપે પરિણમે છે અથવા સામાન્યરૂપે રહે છે. એટલે કે પૂર્વના ઉપયોગ રૂપે રહેતો નથી. તેથી જ વેદવાકયમાં કહ્યું છે કે, “ન ઑસંજ્ઞા ' અર્થાત્ પૂર્વના ઉપયોગરૂપ સંજ્ઞા રહેતી નથી. આત્માની ત્રણ વિશેષતા છે. જે પદાર્થનું વિજ્ઞાન પ્રવર્તતું હોય તે વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા ઉત્પન્ન થાય છે. તે સમયે પૂર્વેના પદાર્થના વિજ્ઞાનપર્યાય નષ્ટ થયેલા હોવાથી તે પૂર્વના વિજ્ઞાનપર્યાયરૂપે આત્મા નાશવંતરૂ૫ છે. અનાદિકાળથી પ્રવર્તેલી વિજ્ઞાન સંતતિ વડે દ્રવ્યરૂપે આત્મા અવિનશ્વરરૂપ છે. આવી રીતે આત્મા (જીવ) પર્યાયસ્વરૂપે ઉત્પત્તિ અને વિનાશરૂપ છે અને આત્મા (જીવ) દ્રવ્યરૂપે નિત્ય છે.
વળી હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! પ્રત્યક્ષ પ્રમાણથી પણ આત્મા સિદ્ધ થાય છે. કેમકે ઘડો–વસ્ત્ર આદિનું જે જ્ઞાન હૃદયમાં ઝૂરે છે, તે જ્ઞાન જ આત્મા છે. કેમકે જ્ઞાન આત્માથી કથંચિત્ અભિન્ન હોવાથી આત્મસ્વરૂપ જ છે. વળી જ્ઞાન પ્રત્યેકને પોતાના અનુભવથી સિદ્ધ હોવાથી સ્વપ્રત્યક્ષ જ છે. જ્યારે જ્ઞાન પ્રત્યક્ષ છે, તો પછી જ્ઞાનથી અભિન્ન એવો આત્મા પ્રત્યક્ષ જ છે તે કેમ ન મનાય ? હું બોલ્યો, હું બોલું છું, હું બોલીશ આદિ પ્રકારે ત્રણે કાળના વ્યવહારમાં “હું” એવી જે પ્રતીતિ થાય છે, તે પ્રતીતિથી પણ આત્મા પ્રત્યક્ષ સિદ્ધ છે. જો આત્માને નહીં માનો તો 'હું' શબ્દથી કોને ગ્રહણ કરશો ? કદાચ હું શબ્દથી “શરીરને ગ્રહણ કરશો તો મુડદાને પણ હું બોલ્યો ઇત્યાદિ પ્રતીતિ થવી જોઈએ, કારણ કે, તે સ્થિતિમાં પણ શરીર તો છે જ. તો પછી મુડદાને તેવી પ્રતીતિ કેમ થતી નથી ? તેથી માનવું જોઈએ કે, 'હું બોલ્યો' ઇત્યાદિ પ્રતીતિ શરીરથી જુદા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org