________________
ગોશાલક કથા
પણ શસ્ત્ર દ્વારા વધ થવાથી તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે. દાહની પીડાથી પીડિત થઈને મરણ સમયે મૃત્યુ પામીને બીજી વખત પણ ચોથી નરકભૂમિ—પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી તે ગોશાળાનો જીવ ચોથી નારકીમાંથી નીકળીને ફરી વખત સિંહરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્ર દ્વારા વધ થશે. તેના લીધે તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહજ્વરથી પીડિત થઈ કાલમાસમાં કાળ કરીને ત્રીજી નરકભૂમિ—વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નારકરૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી ત્રીજી નારકીથી નીકળીને ગોશાળાનો જીવ પક્ષીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્રથી ઘાત થશે, તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, તે દાહની પીડાથી કાળ માસે કાળ કરીને તે બીજી વખત પણ ત્રીજી નરકભૂમિ–વાલુકાપ્રભામાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી ગોશાળાનો જીવ ત્રીજી નારકીમાંથી નીકળીને ફરી બીજી વખત પણ પક્ષીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે વધ પામીને, દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં અર્થાત્ બીજી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થશે.
૩૦૯
ત્યારપછી ગોશાળાનો જીવ બીજી નરકથી ઉદ્વર્તન કરીને, નીકળીને, સરિસૃપ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્ર વડે વધ પામીને અને દાહથી પીડિત થઈને કાળ માસમાં કાળ કરીને બીજી વખત પણ બીજી નરકભૂમિ–શર્કરાપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
ત્યાર પછી ગોશાળાનો જીવ બીજી નરકથી નીકળીને બીજી વખત સરીસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રઘાત વડે ઘાતિત અને દાહથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને પ્રથમ નરકભૂમિ–રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિવાળા નારકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
ત્યાર પછી ગોશાળાનો જીવ પહેલી નારકીથી નીકળીને સંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ તે શસ્ત્રથી વધ પામીને તથા દાહથી આક્રાન્ત થઈને કાળના સમયે કાળ કરીને અસંજ્ઞી જીવોમાં ઉત્પન્ન થશે. અસંજ્ઞી જીવોમાં પણ શસ્ત્રથી વધ પામીને દાહથી પીડિત થઈને કાળ સમયે કાળ કરીને બીજી વખત પણ પ્રથમ નરકભૂમિ–રત્નપ્રભા પૃથ્વીમાં પલ્યોપમના અસંખ્યાતમાં ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
(* આ રીતે ગોશાળાનો જીવ સાતમી, છટ્ઠી, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી અને પહેલી નારકીમાં અનુક્રમે બબ્બે વખત ઉત્પન્ન થશે અને તેના મધ્ય-મધ્યના ભવમાં બે વખત મત્સ્યરૂપે, બે વખત સ્ત્રીરૂપે, બે વખત ઉર:પરિસર્પરૂપે, બે વખત સિંહરૂપે, બે વખત પક્ષીરૂપે, બે વખત સરિસર્પરૂપે એ રીતે ઉત્પન્ન થશે. આવી વિષમ ભવભ્રમણ સ્થિતિને તે ભોગવશે)
૦ ગોશાળાનું ભવભ્રમણ પંચેન્દ્રિય તિર્યંચરૂપે :
ગોશાળાનો જીવ પહેલી નારકીથી ઉદ્ભર્તન કરીને, નીકળીને ખેચર જીવોના જે ભેદ છે, જેમકે – ચર્મપક્ષી, લોમપક્ષી, સમુદ્ગપક્ષી અને વિતતપક્ષી, તે ખેચર જીવોમાં અનેક
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org