Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 347
________________ ૩૪૬ આગમ કથાનુયોગ-૨ આપ્યા. પ્રત્યેકબદ્ધ એવા ધર્મરચિ અણગાર પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. આકુટ્ટિ અર્થાત્ હિંસા અને અનાકુષ્ટિ અર્થાત્ હિંસાનો ત્યાગ. આવશ્યક નિર્યુક્તિકાર મહર્ષિ જણાવે છે કે, ફક્ત એક જ વખત “અનાકુટ્ટી” શબ્દને સાંભળતા જ - “સર્વકાલને માટે અનાફટ્ટી વર્તે છે.” એવું વાક્ય સાંભળતા જ પાપભીરુ એવા ધર્મરુચિને બોધ થયો. તે આ પ્રમાણે – તે–તે યોનિના જીવોની હિંસા કરવારૂપ પાપનું વર્જન કરીને – પરિત્યાગ કરીને તેમણે અનવદ્ય ભાવને ઉપાગત કર્યો અર્થાત્ સર્વ સાવદ્યયોગનો ત્યાગ કરી નિરવદ્ય યોગની ઉપાસના કરી અને ધર્મચિ અણગાર આશ્રવનો ત્યાગ કરીને સંવરધર્મના આરાધનમાં પ્રવૃત્ત થયા. ૦ આગમ સંદર્ભ :આયા.મૂ૪ ની વૃક આવનિ ૮૭૭ + ૪ આવરૃ. ૧–પૃ. ૪૯૮; આવ.નિ. ૮૭૬ ની (નોધ – પ્રથમ ઉત્તરાધ્યયન સૂત્ર—વિખ્યાત ચાર પ્રત્યેક બુદ્ધોના કથાનકો નોંધ્યા, ત્યાર પછી ઋષિભાષિત પયત્રામાં આપેલ એવા પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધોનો ઉલ્લેખ કર્યો પણ ઓગણ પચાશ પ્રત્યેકબુદ્ધોના નામ નિર્દેશમાં ક્યાંય ધર્મરુચિ પ્રત્યેક બુદ્ધનો નામોલ્લેખ જોવા મળેલ નથી. ઘર્મયિ પ્રત્યેકબુદ્ધ આ ઓગણપચાશથી અતિરિક્ત એવા પ્રત્યેકબુદ્ધ જાણવા. – – – ૦ પ્રત્યેક બુદ્ધ રુદ્રક કથા : ચંપા નામે એક રમણીય નગરી હતી, ત્યાં કૌશિકાર્ય નામના (બ્રાહ્મણ) ઉપાધ્યાય હતા. તે ઉપાધ્યાયને બે શિષ્યો હતા. ૧. અંગર્ષિ અને ૨. રુદ્ર. તે બંને શિષ્યોમાં જે અંગક હતો તે પ્રકૃત્તિથી ભદ્ર હોવાથી, તેનું અંગર્ષિ એવું નામ પાડવામાં આવેલ હતું. બીજો શિષ્ય જે રુકક હતો તે ગ્રંથિ છેદક હતો. તે બંને શિષ્યોને કૌશિક ઉપાધ્યાયે જંગલમાંથી લાકડા કાપીને લઈ આવવાનું કામ સોંપેલ હતું. પહેલો શિષ્ય જે અંગર્ષિ હતો, તે અટવીમાં જઈ લાકડા કાપી, તેનો ભારો બાંધી, લાકડાનો ભારો લઈને પાછો આવતો હતો. ત્યારે બીજો શિષ્ય રુદ્રકે આખો દિવસ રખડ્યા કર્યું. જ્યારે વિકાસ અર્થાત્ સંધ્યાકાળ થયો ત્યારે તેને અચાનક યાદ આવ્યું કે, ઉપાધ્યાયે અટવીમાં જઈને લાકડા કાપીને ભારો લાવવાનું કાર્ય સોંપેલ છે. તેથી તે જેમતેમ કરીને અટવી તરફ દોડ્યો. તેણે જોયું કે, પહેલો શિષ્ય અંગર્ષિ લાકડાનો ભારો લઈને આવી રહ્યો છે, ત્યારે રકમને થયું કે, જો હું હવે લાકડાનો ભારો લઈને આશ્રમમાં નહીં પહોંચુ તો ઉપાધ્યાય નક્કી મને આશ્રમમાંથી કાઢી મૂકશે. તે વખતે એવું બન્યું કે, એક જ્યોતિર્યશા નામની વત્સપાલિકા હતી, તેનો એક પુત્ર પંથક નામે હતો. તે જ્યોતિર્યા વત્સપાલિકા પોતાના પુત્ર પંથકને માટે ભોજન લઈને ગયેલ હતી તે લાકડાનો ભારો લઈને આવી રહી હતી. રકકે તેણીને જોઈ અને તેના મનમાં વિચાર આવ્યો કે, જો હું આને મારીને લાકડાનો ભારો છિનવી લઉં, તો જ સમયસર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370