Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 348
________________ પ્રત્યેકબુદ્ધ – રુદ્રક કથા ઉપાધ્યાય પાસે આશ્રમમાં પહોંચી શકું. તેમ વિચારીને તેણે જ્યોર્તિયશા વત્સપાલિકાને મારી નાંખીને એક ખાડામાં ફેંકી દીધી. તેણીની પાસે જે લાકડાનો ભારો હતો. તે છિનવી લઈને કોઈ બીજા ટૂંકા માર્ગેથી ચંપાનગરીમાં આવી ગયો. ત્યારપછી તેણે કૌશિક ઉપાધ્યાયના હાથમાં લાકડાનો ભારો મૂકી દીધો. પછી તેણે ઉપાધ્યાયને કહ્યું, આ તમારા સુંદર શિષ્ય અંગર્ષિએ જ્યોતિર્યશા વત્સપાલિકાને મારી નાંખેલ છે. પછી રખડતો—ભટકતો તે આવી રહ્યો છે. જ્યારે અંગર્ષિ આવ્યો ત્યારે કૌશિક ઉપાધ્યાયે તેને કાઢી મૂક્યો. ત્યારે અંગર્ષિ વનખંડમાં ગયો અને પોતાના અશુભ કર્મોનું જ આ ફળ પ્રાપ્ત થયેલ છે. એ પ્રમાણે ચિંતવવા લાગ્યો. એ પ્રમાણે ધર્મધ્યાનમાં આગળ વધતાં અંગર્ષિને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાનો પૂર્વભવ સ્મરણમાં આવતા સાધુપણું યાદ આવ્યું. અંગર્ષિએ સ્વયંકેશલોચ કરી દીક્ષા લીધી. ત્યાંજ શુક્લધ્યાનની ધારાએ ચઢેલા અંગર્ષિને કેવળજ્ઞાન થયું. દેવોએ આવીને અંગર્ષિકવલીનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ત્યાર પછી દેવોએ લોકો મધ્યે જાહેર કર્યું કે, રુદ્રકે આ અંગર્ષિ કેવલી પર ખોટું આળ ચઢાવેલ છે. જ્યોતિર્યશા વત્સપાલિકાને અંગર્ષિએ નહીં પણ રુદ્રકે મારી નાંખીને ખાડામાં ફેંકી દીધેલ છે. એ કહીને દેવોએ સમગ્ર સત્ય વૃતાંત લોકો સમક્ષ જણાવ્યો. લોકો રુદ્રકની નિંદા કરવા લાગ્યા. રુદ્રક ઘણી હેલના પામ્યો. તેહિલનાથી વ્યથિત થયેલો રુદ્રક મનોમન ચિંતવવા લાગ્યો કે, ખરેખર, દેવોનું કથન સત્ય જ છે. મેં જ અંગર્ષિ પરત્વે ખોટું આળ ચઢાવેલ છે કે, તેણે જ્યોતિર્યશા વત્સપાલિકાને મારી નાંખેલ છે. વાસ્તવમાં જ્યોતિર્યશા વત્સપાલિકાને તો મેં જ મારી નાંખીને લાકડાનો ભારો તેણીની પાસેથી છિનવી લીધો હતો. આ પ્રમાણે રુદ્રક મનોમન ચિંતવના કરવા લાગ્યો. એ પ્રમાણે શુભ ચિંતવના કરતા-કરતા તે સંબુદ્ધ થયો અર્થાત્ રુદ્રક સમ્યક્ પ્રકારે બોધ પામ્યો. (જાતિસ્મરણ જ્ઞાન થયું) અને ત્યાર પછી રુદ્રક પ્રત્યેક બુદ્ધ થયા. (દેવતાએ મુનિર્લિંગ અર્પણ કર્યું. અર્થાત્ સાધુનો વેશ, રજોહરણાદિ અર્પણ કર્યા. ત્યાર પછી પ્રત્યેકબુદ્ધ એવા રુદ્રક અણગાર ત્યાંથી પૃથ્વીતલ ઉપર વિચરવા લાગ્યા). આ રીતે પ્રથમ શિષ્ય અંગર્ષિને કેવળજ્ઞાની થયેલા જોઈને તથા બીજા શિષ્ય રુદ્રકને પણ પ્રત્યેકબુદ્ધ થયેલા જાણીને કૌશિક ઉપાધ્યાય બ્રાહ્મણ તથા તેની પત્ની (બ્રાહ્મણી) બંને પણ સંવેગને પામ્યા. તે બ્રાહ્મણ–બ્રાહ્મણીએ પણ વૈરાગ્યભાવ ધારણ કરીને ત્યાર પછી પ્રવ્રજ્યા ગ્રહણ કરી – સાધુપણાને અંગીકાર કર્યું. કાળક્રમે તે ચારે : ૧. અંગર્ષિ કેવળી, ૨. રુદ્રક પ્રત્યેક બુદ્ધ, 3. કૌશિક ઉપાધ્યાય બ્રાહ્મણ અને ૪. બ્રાહ્મણી—કૌશિક ઉપાધ્યાયની પત્ની સિદ્ધ થયા. અર્થાત્ તેમના સઘળા કર્મોનો ક્ષય કરીને તેઓ મોક્ષગતિને પામ્યા. ૦ આગમ સંદર્ભ આવ.નિ. ૧૨૯૩ + ; Jain Education International — * - * —— ૩૪૭ X X --- For Private & Personal Use Only આવ.ચૂ.૨-પૃ. ૧૯૩; www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370