Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 346
________________ પ્રત્યેકબુદ્ધ – ઘર્મરુચિ કથા ૩૪૫ પૂછયું કે, હે માતા ! મારા પિતા રાજ્યનો પરિત્યાગ કેમ કરી રહ્યા છે ? ત્યારે માતા ધારિણીદેવીએ ધર્મચિને જણાવ્યું કે, હે પુત્ર ! આ સંસારનું ભ્રમણ અટકાવવાને – પરિમિત કરવાને માટે તેઓ રાજ્યનો પરિત્યાગ કરી રહ્યા છે. ત્યારે ફરી પૂછયું કે, મને રાજ્યભારની સોંપણી તેઓ કરવા ઇચ્છે છે, તો આ રાજ્યથી મને શો લાભ થવાનો છે ? માતા ધારિણીદેવીએ જણાવ્યું કે, રાજ્યથી સંસારની વૃદ્ધિ થાય છે, અર્થાત્ ભવભ્રમણ વધે છે. ત્યારે ધર્મરુચિ યુવરાજે માતાને જણાવ્યું કે, હે માતા ! મારે આવા રાજ્યનું કોઈ પ્રયોજન (કામ) નથી કે, જેના વડે સંસારનું ભ્રમણ વધતું હોય. ત્યાર પછી પિતા (રાજા જિતશત્રુ)ની સાથે ધર્મરુચિએ પણ તાપસપણાની પ્રવજ્યા અંગીકાર કરી. પિતા-પુત્ર બંને તાપસ થઈ ગયા. તે બંને તાપસપણે વિચરી રહ્યા હતા, તેટલામાં એક દિવસે અમાવાસ્યા આવી. તાપસના અધિપતિએ એવી ઉદ્ઘોષણા કરી કે, આવતીકાલે અમાવાસ્યા છે. સર્વે તાપસોએ ફળ–ફૂલ આદિનો જે કાંઈ સંગ્રહ કરવો હોય તો તેઓએ આજે જ સંગ્રહ કરી લેવો. અમાવાસ્યા હોવાથી આવતીકાલે ફળ-ફૂલ આદિનું છેદન-ભેદન કરવું યોગ્ય નથી અર્થાત્ તાપસોનો એવો આચાર છે કે, અમાવાસ્યાના દિવસે ફળ–કૂલ આદિ વનસ્પતિનું છેદન કરવું તેમને કલ્પતું નથી. આવી ઉદ્દઘોષણા સાંભળીને ધર્મરુચિને મનોમન એવો સંકલ્પ થયો – વિચાર ઉત્પન્ન થયો કે, જો સર્વકાળે અર્થાત્ હંમેશને માટે જો ફળ-ફૂલનું છેદન ન કરવાનો આચાર હોય તો તે કેટલું સારું કહેવાય ? અર્થાત્ તાપસોને હંમેશને માટે એવો કલ્પ હોવો જોઈએ કે, તેઓને ક્યારેય પણ ફળ-ફૂલ આદિ વનસ્પતિનું છેદન કરવું કલ્પે નહીં તો તે આચાર ઘણો પ્રશંસનીય કહેવાય. કોઈ વખતે ધર્મચિ તાપસે અમાવાસ્યાના દિવસે સાધુ ભગવંતોને તેમના આશ્રમની નજીકથી વિચરણ કરી જતા જોયા. ધર્મચિએ તેઓને જોઈને પૂછયું, ભગવંત! શું તમારે પણ આજે અનાકુટ્ટિ વર્તે છે. અર્થાત્ શું આપને પણ આજે અમાવાસ્યાનો યોગ હોવાથી પત્ર–પુષ્પાદિ વનસ્પતિનું છેદન ન કરવું ઇત્યાદિ હિંસા ન કરવારૂપ આચાર વર્તે છે ? તેથી કરીને શું તમે અટવીમાંથી પસાર થઈ રહ્યા છો ? ત્યારે સાધુ ભગવંતોએ તેમને પ્રશાંતભાવે પ્રત્યુત્તર આપ્યો કે, હે ભાગ્યવાનું ! અમારે તો યાવજીવન અનાકુટ્ટી જ વર્તે છે. અર્થાત્ અમે જીવનપર્યત્ સર્વથા હિંસાનો ત્યાગ કરેલો હોય છે. તેથી અમારે તો નિત્ય અનાકુટ્ટી જ વર્તતી હોય છે. (ફક્ત અમાવાસ્યાના દિવસે નહીં) આ શબ્દો સાંભળીને ધર્મરુચિ તાપસ સંભ્રાન્ત થયો. તે “અનાકુટ્ટી' શબ્દ માવજીવન વર્તે છે, તે વાતને ચિંતવવા લાગ્યો. સાધુ ભગવંતો તો ધર્મરુચિના પ્રશ્નનો ઉત્તર આપીને ત્યાંથી આગળ વિહાર કરી ચાલવા લાગ્યા. પણ ધર્મચિ તાપસને એમ થયા કર્યું કે, આવી વાત મેં ક્યાંક સાંભળેલી છે – જાણેલી છે. એ પ્રમાણે સતત વિચારતા - ઇહાપોહ કરતા કરતા તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેઓએ પૂર્વભવમાં પાળેલ સાધુપણું તેમના સ્મરણમાં આવ્યું, સર્વ સાવદ્યનો-પ્રાણાતિપાતાદિ હિંસાનો કરેલો ત્યાગ યાદ આવ્યો. તે નિમિત્ત માત્રથી તેમની બોધિ જાગૃત થઈ. જ્ઞાન પ્રાપ્ત થયું અને તે પ્રત્યેકબુદ્ધ થઈ ગયા. દેવતાએ તેમને સાધુલિંગ-વસ્ત્ર, રજોહરણાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370