Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 335
________________ ૩૩૪ આગમ કથાનુયોગ-૨ - ત્રીજે દિવસે ફરી રાજાને વાર્તામાં શું સમાધાન આવે છે તે જાણવાની જિજ્ઞાસા થઈ. રાજાએ ત્રીજે દિવસે પણ કનકમંજરીને જ રાત્રે સુવાનો ક્રમ આપ્યો. તે દિવસે પણ રાત્રે રાજા ખોટો જ નિદ્રાધીન થઈ ગયો એટલે દાસીએ પૂર્વની જેમ જ પૂછયું – ત્યારે રાણીએ તેને ખુલાસો કર્યો. તે વૃક્ષ કુવા પર હતું. તેથી તેની છાયા કુવામાં પડતી હતી, એટલે પૃથ્વી પર પડતી નહોતી. આ પ્રમાણે કનકમંજરીએ છ મહિના સુધી વાર્તાઓ કહીને રાજાને વશ કરી લીધો. તેથી બીજી રાણીઓ કનકમંજરી ઉપર કોપાયમાન થઈને તેના છિદ્રો શોધવા લાગી. કનકમંજરીને એવો નિયમ હતો કે, હંમેશા એક વખત પોતાનો નિવાસખંડ બંધ કરીને પોતાના પિતાના ઘરના વસ્ત્રો પહેરી, રાજાએ આપેલા ઉત્તમ વસ્ત્રો તથા આભૂષણો કાઢી નાંખીને પૂર્વાવસ્થાનું સ્મરણ કરી પોતાના આત્માની નિંદા કરવી તે આ પ્રમાણે :હે જીવ! તું મદ કરીશ નહીં, દ્ધિનો ગૌરવ કરીશ નહીં, કેમકે કદાચિત્ રાજા કોહવાયેલી કૂતરીની જેમ તને ઘરમાંથી કાઢી મૂકે, માટે તું અહંકાર કરીશ નહીં. આ પ્રમાણેની તેની ચેષ્ટા જોઈને બીજી રાણીઓએ રાજાને કહ્યું કે, હે સ્વામી ! પેલા વૃદ્ધ ચિત્રકારની પુત્રી અને તમારી નવી રાણી કનકમંજરી, જે તમારી માનીતી છે, તે હંમેશા કંઈક કામણ કરે છે, માટે તમે જાતે પ્રમાદનો ત્યાગ કરીને જૂઓ અને અમારી વાતની તમે જાતે ખાતરી કરો, નહીં તો તેણીની ઉપરના મોતના કારણે ક્યારેક તમે કંઈપણ કામ કરવા લાયક રહેશો નહીં. તે સાંભળીને રાજા પોતે પ્રચ્છન્નપણે ત્યાં જોવા માટે ગયો. તે વખતે કનકમંજરીને હંમેશાની માફક પોતાના આત્માને શિખામણ આપતી જોઈ. તેના વચનોને સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ વિચાર કર્યો કે જ્યારે મારી બીજી રાણીઓ થોડી સંપત્તિ મળતા પણ મદોન્મત્ત થયેલી છે, ત્યારે આ કનકમંજરી આટલી મોટી સમૃદ્ધિ પામ્યા છતાં પણ ગર્વ કરતી નથી. મારી બીજી રાણીઓ ઇર્ષ્યાથી આ રાણીના ગુણને પણ દોષરૂપે જુએ છે. પરંતુ દુર્જનનો એવો સ્વભાવ જ હોય છે. આ પ્રમાણે વિચારીને રાજાએ તેને પટ્ટરાણી પદે સ્થાપી. કોઈ વખતે રાજાએ પટ્ટરાણીની સાથે ધર્મોપદેશ સાંભળીને શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પછી કાળક્રમે તે ચિત્રકાર પુત્રી કનકમંજરી રાણી ધર્મનું આરાધન કરીને સ્વર્ગ ગઈ. સ્વર્ગમાંથી ચ્યવીને તે વૈતાઢ્ય પર્વત પર દઢશક્તિ રાજાની પુત્રી થઈ. તે પુત્રી જ્યારે યુવાવસ્થા પામી ત્યારે તેના રૂપ અને લાવણ્યથી મોહિત થઈને વાસવ નામનો ખેચર તેનું હરણ કરીને આ પર્વત પર લાવ્યો. અહીં આવીને પોતાના વિદ્યાના બળથી આ પ્રાસાદ બનાવ્યો. પછી તે કન્યાને પરણવાને માટે તૈયાર થયો. તેટલામાં તે કન્યાનો મોટો ભાઈ આવ્યો. પછી વાસવ સાથે તેનું યુદ્ધ થયું. તે યુદ્ધના પરિણામરૂપે તે બંને મૃત્યુ પામ્યા. પોતાના ભાઈને મૃત્યુ પામેલો જોઈને તે કન્યા શોકાતુર થઈ અને અત્યંત વિલાપ કરવા લાગી. તેવામાં કોઈ વ્યંતર દેવ અહીં આવ્યો. આવીને પૂછયું કે, હે કન્યા ! તું શા માટે આટલો બધો વિલાપ કરી રહી છે ? હજી તો તે કન્યા વ્યંતરને દેવને ઉત્તર આપે, તેટલામાં તે કન્યાના પિતા અહીં આવ્યા. તેને આવતા જોઈને તે વ્યંતર દેવે તે કન્યાને શબરૂપ કરી નાંખી. દેઢશક્તિ રાજાએ જ્યારે પોતાના પુત્રને તથા પુત્રીને મૃત્યુ પામેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370