Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 330
________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૯ કેમકે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ વડે કોઈ સંયમ અંગીકાર કરશે તો તે આશ્રવ આદિથી વિરમવાનો જ છે. આશ્રવ આદિથી અટકવું તે દાન દેવા કરતાં પણ પ્રશસ્તતર પ્રવૃત્તિ છે. સંયમનો અર્થ જ છે – પ્રાણીની હિંસા આદિ પ્રવૃત્તિથી અટકવું તે. વળી જે યજ્ઞ કરવાનું, ભોજન કરાવવાનું કે ભોગ ભોગવવાનું તમે કહો છો તે સર્વ પ્રવૃત્તિતો પ્રત્યક્ષતયા સાવદ્ય જ છે કેમકે તેમાં તો જીવોનું ઉપમર્થન આદિ થવાના જ છે. જે સાવદ્ય છે, તે પ્રાણીને પ્રતિકર્તા થતા નથી. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે મનુજાધિપ ! તમે ગૃહસ્થ આશ્રમને છોડીને, જે બીજા સંન્યાસ આશ્રમની ઇચ્છા કરી રહ્યા છો, તે ઉચિત નથી. ગૃહસ્થ આશ્રમમાં રહીને જ પૌષધવ્રતમાં અનુરક્તજોડાયેલા રહો. કેમકે ગૃહસ્થ આશ્રમ અલ્પ સત્ત્વવાળા જીવો માટે અતિદુષ્કર કે અત્યંત દુરનુચર (દુઃખે કરીને વિચારી શકાય તેવો) છે. તેથી જ કહ્યું છે કે, ગૃહસ્થાશ્રમ સમાન કોઈ ધર્મ થયો નથી કે થવાનો નથી. તેનું પરિપાલન શૂરવીરો જ કરી શકે કલીબ (નપુંસકો) તો પાખંડનો જ આશ્રય કરે છે. વળી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ઇત્તર ધર્મની ઇચ્છા તો કૃષિ કે પશુપાલનાદિમાં પણ અશક્ત એવા કાયરજનો કરે છે. તો હે રાજર્ષિ તમે ગૃહસ્થ ધર્મનું પાલન કરીને પણ અષ્ટમ્યાદિ તિથિમાં પૌષધ નામના વ્રતમાં આસક્ત રહો – અણુવ્રતાદિની પરિપાલના કરો. કહ્યું પણ છે કે, સર્વે તપોયોગમાં પ્રશસ્ત એવા આઠમ, ચૌદશ, પૂનમ, અમાસના દિવસોમાં પૌષધવતમાં મનુષ્ય વસવું જોઈએ. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નમિરાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું જે બાળ સાધક મહિના–મહિનાનો તપ કરે છે અને પારણે ઘાસના તણખલાના અગ્રભાગ ઉપર આવે એટલો જ આહાર ગ્રહણ કરે છે. તે સુઆખ્યાત ધર્મની સોળમી કળા જેટલો ધર્મ પણ પામી શકતા નથી. કેમકે – આવા પ્રકારનું કષ્ટદાયી અનુષ્ઠાન કરવા કરતા પણ તીર્થકર ભગવંતે કહેલો સર્વ સાવદ્ય વિરતિરૂપ એવો ચારિત્ર ધર્મ વધારે શોભન – સારો કહેલો છે. (પ્ર–) જે-જે ઘોર ધર્મ હોય તેનું ધર્માર્થીઓએ અવશ્ય અનુષ્ઠાન કરવું જોઈએ તેમ કહ્યું તેનું શું? (ઉત્તર) અહીં “ઘોરત્ન” શબ્દ અનેકાંત અર્થ વડે ચિંતવવાનો છે. ઘોર હોય તો પણ સ્વાખ્યાત (કેવળી પ્રરૂપિત) એવું ધર્માનુષ્ઠાન – કરવું જોઈએ. કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ સિવાયનું તપ આત્મવિઘાતક બને છે. તેથી ધર્મના અર્થી જીવોએ સ્વાખ્યાત ધર્મ ન હોય તેવા ઘોર અનુષ્ઠાન કરવા ન જોઈએ. ગૃહસ્થ ધર્મ તો સાવદ્ય હોવાથી હિંસાવત્ જ જાણવો તેનો આદર કેવળ સર્વવિરતિ ન જ ગ્રહણ કરી શકનાર માટે ઉપદેશામેલ છે. આ અર્થને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત દેવેન્દ્રએ નમિરાજર્ષિને આ પ્રમાણે કહ્યું, હે ક્ષત્રિય ! તમે ચાંદી, સોના, મણિ, મોતી, કાંસાના પાત્ર, વસ્ત્ર, વાહન અને કોશની વૃદ્ધિ કરીને પછી મુનિપણું અંગીકાર કરો. દેવેન્દ્રના આ કથનને સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત નિમિરાજર્ષિએ દેવેન્દ્રને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370