Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 322
________________ પ્રત્યેકબુદ્ધ – દ્વિમુખ કથા ૩૨૧ રાજા ચંડપ્રદ્યોતના સૈન્યમાં બે લાખ હાથીઓ, પચાસ હજાર ઘોડાઓ, બે હજાર અશ્વરથો અને શત્રુને વિપત્તિ આપનારું સાત કરોડનું પાયદળ હતું. દ્વિમુખ રાજા પણ ચર (જાસૂસ)ના મુખેથી પ્રદ્યોતને આવતો સાંભળી સૈન્યસહિત સન્મુખ ચાલ્યો. ચંડપ્રદ્યોત અને દ્વિમુખ બંને રાજાઓનું સૈન્ય એકઠું થયું એટલે પ્રદ્યોત રાજાએ અતિ દુર્ભેદ્ય એવો ગરૂડ વ્યુહ રચ્યો. તેની સામે દ્વિમુખરાજાએ પોતાના સૈન્યમાં વાર્કિંગૂહની રચના કરી. બંને સૈન્યો વચ્ચે મહાયુદ્ધ થયું. પણ દિવ્ય મુગટના પ્રભાવથી હિમુખ રાજાને પ્રદ્યોતરાજા જીતી શક્યો નહીં. તેથી શ્રાંત થયેલો પ્રદ્યોતરાજા ત્યાંથી નાસવા લાગ્યો. તેને દ્વિમુખ રાજાએ સસલાની જેમ પકડી લીધો. ક્રૌંચ બંધનથી બાંધીને તેના પગમાં બેડી નાંખીને કેદ કર્યો અને ખૂબ જ આપત્તિમાં પડ્યો. કેટલોક કાળ વીતી ગયા બાદ દ્વિમુખ રાજાએ પ્રદ્યોતરાજાને બંધનમુક્ત કર્યો. તેને માનપૂર્વક પોતાના અર્ધઆસન પર બેસાડ્યો. કોઈ વખતે પ્રદ્યોત રાજાને દ્વિમુખ રાજાની પુત્રી મદનમંજરી જોવામાં આવી. જોઈને તેના પરના ગાઢ અનુરાગથી પ્રદ્યોત અત્યંત આકુળ-વ્યાકુળ થઈ ગયો. કામન્વરના દાહથી પ્રદ્યોતરાજાને કિંચિત્ માત્ર શાંતિ મળી નહીં. તે રાત્રિને તેણે મહાકાષ્ટ નિર્ગમન કરી. પ્રાતઃકાળે તે રાજસભામાં આવ્યો, તેને અતિ ઉદ્વિગ્ન જોઈને પ્રિમુખ રાજાએ તેને પૂછયું કે હે અવંતિપતિ ! તમારા મનમાં શેની ચિંતા પ્રવેશી છે ? તમારું મુખ આટલું બધું ગ્લાન અને ઉદ્વિગ્ન કેમ દેખાય છે? પ્રદ્યોતરાજા તે સાંભળીને મૌન રહ્યો. ત્યારે હિમુખરાજાએ ફરી કહ્યું કે, અવંતિપતિ! જ્યાં સુધી આપ કારણ નહીં જણાવો, ત્યાં સુધી તેનો ઉપાય કઈ રીતે થઈ શકશે ? તે સાંભળી પ્રદ્યોત રાજાએ દીર્ધ નિ:શ્વાસ મૂક્યો. પછી લજ્જાનો ત્યાગ કરીને તે બોલ્યો કે, હે રાજન્ ! જો આપ મારું કુશળ ઇચ્છતા હો તો તમારી પુત્રી મને પરણાવો, અન્યથા હું અગ્રિમાં પ્રવેશ કરી મારા જીવિતને સમાપ્ત કરીશ. તે સાંભળીને દ્વિમુખ રાજાના મનમાં થયું કે, મારી પુત્રીને માટે આ યોગ્ય વર છે. તેથી મોટા ઉત્સવપૂર્વક પોતાની પુત્રીને પ્રદ્યોત રાજા સાથે પરણાવી પ્રદ્યોત રાજા પણ પોતાનો જન્મ સફળ થયો એમ માનીને દ્વિમુખ રાજાની રજા લઈને પોતાની નગરીમાં પાછો ફર્યો એક વખત ઇન્દ્ર મહોત્સવનો દિવસ આવ્યો. તે વખતે દ્વિમુખ રાજાએ નગરજનોને આજ્ઞા કરી કે, હે દેવાનુપ્રિયો ! તમે ઇન્દ્રધ્વજની સ્થાપના કરો. નગરજનોએ રાજાની આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો અને તુરંત જ ઇન્દ્રધ્વજ માટેના સ્તંભને ઊભો કર્યો. ઊભો કરીને તેને શ્વેત ધ્વજાઓ, પુષ્પમાળાઓ અને ઘણી બધી ઘંટિકા વડે શણગાર્યો. પછી વાજિંત્રના નાદપૂર્વક તે ઇન્દ્રધ્વજની પુષ્પફળ આદિ વડે પૂજા કરવામાં આવી. પછી કેટલાંક તેની સન્મુખ નૃત્ય કરવા લાગ્યા. કેટલાંક ત્યાં બેસી ગીતો ગાવા લાગ્યા. એ પ્રમાણે સાત દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો. આઠમાં દિવસે પૂર્ણિમાના રોજ રાજા દ્વિમુખ પોતે મહાત્ ઋદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક ત્યાં આવ્યો. આવીને તેણે પૂજા કરી. ત્યાર પછી ઉત્સવ પૂર્ણ થઈ ગયો ત્યારે નગરજનો તે ઇન્દ્રધ્વજને શોભાવવા માટે ત્યાં પધરાવેલા પોત-પોતાના વસ્ત્રો આદિ સામગ્રીને લઈ ગયા. શોભાયમાન કરવા માટેની ધજા તથા ઘંટિકાઓ પણ કાઢી લીધી. માત્ર લાકડાનો (કાષ્ઠનો) જે સામાન્ય સ્તંભ બાકી રહ્યો તેને Jain Education nternational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370