Book Title: Agam Kathanuyoga Gujarati Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi

View full book text
Previous | Next

Page 326
________________ પ્રત્યેકબુદ્ધ – નમિરાજર્ષિ કથા ૩૨૫ મોટો પુત્ર ચંદ્રયશા ત્યાંનો રાજા થયેલો. કોઈ વખતે નમિરાજાનો પટ્ટહતિ બંધનના સ્તંભને ઉખેડીને નાસી ગયો, તેને કોઈ પકડી શક્યું નહીં, તે હાથી નાસતોનાસતો ચંદ્રયશા રાજાના નગરની હદમાં પ્રવેશી ગયો. એટલે રાજા ચંદ્રયશાએ તે હાથીને પકડીને પોતાની હાથી શાળામાં મૂકાવી દીધો. આ વાતની જાણ નમિરાજાને થઈ, ત્યારે તેણે પોતાના દૂતને ચંદ્રયશા રાજા પાસે મોકલ્યો, મોકલીને પોતાના હાથીને પરત આપવા માંગણી કરી. ત્યારે ચંદ્રયશા રાજાએ હાથી પરત આપવાની ના પાડી દીધી, તે સાંભળી નમિરાજા તેની સાથે યુદ્ધ કરવાને આવ્યો અને ચંદ્રયશા રાજાના નગરને ઘેરો ઘાલીને ત્યાં રહ્યો. આ સમગ્ર વૃત્તાંત સાધ્વી મદનરેખાના સાંભળવામાં આવ્યો, તેથી તેણી આવ્યા અને નમિરાજાને સમજાવવા લાગ્યા કે, હે વત્સ નમિ ! તારા પોતાના જ મોટા ભાઈ સાથે તારે યુદ્ધ કરવું એ યુક્ત નથી. તે સાંભળી વિસ્મીત થયેલા નમિ રાજાએ સાધ્વી મદનરેખાને પૂછયું કે, ચંદ્રયશા રાજા મારો ભાઈ કઈ રીતે થાય ? ત્યારે સાધ્વી મદનરેખાએ નમિરાજાને તેના જન્મથી માંડીને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તે સાંભળી કિંચિત્ શંકાશીલ થયેલા નમિ રાજાએ પિતાના નામની મુદ્રિકા જોઈ તે જોઈને તે નિશ્ચિત્ થઈ ગયો. એટલે યુદ્ધને છોડી દઈને તે પોતાના મોટાભાઈ એવા રાજા ચંદ્રયશા પાસે ગયો. ત્યાં જઈને તેણે રાજા ચંદ્રયશાને સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યાર પછી બંને ભાઈઓ પરસ્પર પ્રીતિવાળા થયા. અનુક્રમે રાજા ચંદ્રયશાએ નમિકુમારને પોતાનું રાજ્ય સોંપીને વ્રત ગ્રહણ કરવાની તીવ્ર ભાવનાથી પ્રવજ્યા અંગીકાર કરી, નમિ રાજા બંને રાજ્યોનું અખંડપણે અને ન્યાયપૂર્વક પાલન કરવા લાગ્યા. કોઈ વખતે તથા પ્રકારના પૂર્વકર્મના ઉદયથી નમિરાજાના દેહમાં છ માસની સ્થિતિવાળો મહા દાડમ્પર ઉત્પન્ન થયો. અનેક વૈદ્યોએ અનેક પ્રકારે ચિકિત્સા કરી, તો પણ તે દાહવર શાંત થયો નહીં. એક વખત કોઈ વૈદ્યના કહેવાથી નમિરાજાને વિલેપન કરવા માટે સર્વ રાણીઓ ચંદન ઘસવા લાગી. તે વખતે રાણીઓના હાથમાં રહેલા કંકણોના પરસ્પર અથડાવાથી ઘણો જ અવાજ થતો હતો, જે અવાજ નમિ રાજાથી કોઈ રીતે સહન થતો ન હતો. એટલે તેણે રાણીઓને આજ્ઞા કરી કે, તમે આ કંકણો કાઢી નાંખો, મારાથી તેનો અવાજ સહન થતો નથી. રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સાંભળી – હૃદયમાં અવધારીને ફક્ત એક–એક કંકણ હાથમાં પહેરી રાખ્યું, બાકીના સર્વ કંકણો કાઢી નાંખ્યા. થોડી વારે કંકણોનો ખણખણાટ બંધ થયો જાણીને રાજાએ પૂછ્યું કે, કેમ હવે કંકણનો અવાજ સંભળાતો નથી ? ત્યારે રાણીએ તેને એક–એક કંકણ બતાવ્યું. તે જોઈને એ જ વખતે રાજાને ચારિત્રાવણકર્મનો બંધ તુટવાથી એવો અધ્યવસાય થયો કે– કંકણના સમૂહના દૃષ્ટાંતથી એવું સિદ્ધ થાય છે કે ઘણાં બધાં પરિગ્રહને ધારણ કરનારો જીવ નિશ્ચય કરીને દુઃખને અનુભવે છે. એકલો જીવ દુઃખથી મુક્ત થાય છે, માટે એકલા રહેવું તે જ શ્રેષ્ઠ છે. આ પ્રમાણે એકત્વ ભાવનાની ધારાએ ચડેલા નમિરાજાને ગાઢ નિદ્રા આવી ગઈ. તેમણે સ્વપ્નમાં પોતાને મેરૂ પર્વત પર રહેલા અને શ્વેત હાથી પર બિરાજમાન થયેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370