________________
ગોશાલક કથા
૨૯૭
શપથથી મુક્ત થયા બાદ ફરીથી તેઓએ ગોશાલક મંખલિપુત્રની પૂજા સત્કારને સ્થિર કરવાને માટે, તેઓએ ગોશાલ મખલિપુત્રના પગની રસ્સી ખોલી નાખી, ખોલીને હાલાહલા કુંભારણની કુંભકારાપણના દ્વાર ઉઘાડી દીધા. ઉઘાડીને ગોશાલ મખલિપુત્રના શરીરને સુગંધિત ગંધોદકના રસ વડે સ્નાન કરાવ્યું, સ્નાન કરાવીને ગંધ કાષાયિત વસ્ત્ર વડે ગોશાળાના શરીરને લુંછવું ઇત્યાદિ ગોશાળા પૂર્વોક્ત કથન વડે સર્વ કંઈ કરીને – થાવત્ – મહાત્ ઋદ્ધિ અને સત્કાર પૂર્વક ગોશાલક મંખલિપુત્રના શરીરનું નીહરણ કર્યું.
(* ગોશાલકનો આર્દિકકુમાર મુનિ સાથે પણ વાદ થયેલો, જે આર્કકકુમારના કથાનકમાં નોંધેલ છે) ૦ ભગવંતના શરીરમાં રોગાંતક-પ્રાદુર્ભાવ :
- ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવાન્ મહાવીર શ્રાવતી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બહારના અન્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
તે કાળ અને તે સમયે મેંઢિક ગ્રામ નામનું નગર હતું. તે મેંઢિક ગ્રામ નગરની બહાર ઉત્તર પૂર્વ દિમાગમાં શાલકોપ્ટક નામનું ચૈત્ય હતું. (મેંઢિક ગ્રામ તથા શાલકોષ્ટક ચૈત્યનું વર્ણન કલ્પી લેવું) – યાવત્ – ત્યાં પૃથ્વી શિલા પટ્ટક હતો.
તે શાલ કોષ્ટક ચૈત્યની નજીક એક વિશાળ માલુકા કચ્છ હતો. જે શ્યામ અને શ્યામલ કાંતિવાળો હતો યાવત્ મહામેઘના સમૂહના સમાન પ્રભાયુક્ત હતો. તે પત્ર, પુષ્પ, ફળ અને હરિત વર્ણથી દેદીપ્યમાન અને ઘણો જ સુશોભિત હતો.
તે મેંઢિક ગ્રામ નામના નગરમાં રેવતિ નામના એક ગાથાપત્ની-શ્રમણોપાસિકા રહેતા હતા. જે ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પરાભવ ન પામે તેવા અર્થાત્ બહુજન અપરિભૂત હતા.
ત્યાર પછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમથી વિહાર કરતા કરતા, ગ્રામાનુગ્રામને સ્પર્શ કરતા કરતા અને સુખપૂર્વક વિચરણ કરતા કરતા જ્યાં મેંદ્રિક ગામ નામનું નગર હતું, જ્યાં શાલ કૌષ્ઠક નામનું ચૈત્ય હતું, ત્યાં પધાર્યા – યાવત્ – પર્ષદા ધર્મદેશના શ્રવણ કરવાને માટે આવી – યાવત્ – પર્ષદા પાછી ગઈ.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં મહાપીડાકારી, વિકટ, પ્રગાઢ, કર્કશ, કટુક, પ્રચંડ, દુ:ખદ, કષ્ટકર, તીવ્ર, અસહ્ય પિત્ત જવરના દ્વારા શરીરને વ્યાપ્ત કરનારી અને જેના વડે અત્યંત દાહ ઉત્પન્ન થાય છે, એવા પ્રકારનો રોગાંતક ઉત્પન્ન થયો. તે દાહજ્વર–રોગાતંકને કારણે રક્તયુક્ત ઝાડા થઈ ગયા – લોહી ખંડવા થઈ ગયો, ભગવંતના શરીરની આવી સ્થિતિ જાણીને ચારે વર્ણના લોકો–જનસમુદાય આ પ્રમાણે કહેવા લાગ્યો- શ્રમણ ભગવંત મહાવીર ગોશાલ સંખલિપુત્રના તપ અને તેજથી પરાભૂત થઈને પિત્તજ્વર અને દાહથી પીડાઈ રહ્યા છે. આ રીતે પીડાતા હવે તેઓ છ માસના અંતે છદ્મસ્થ અવસ્થામાં જ કાળધર્મ પામશે. ૦ ઉપસર્ગરૂપ આશ્ચર્ય :
લોકોમાં આશ્ચર્યરૂપ – અચ્છેરું પણ ભવિતવ્યતાનો યોગ થાય છે કે, જે આશ્ચર્યો અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ ઉત્પન્ન થાય છે. એવા દશ આશ્ચર્યો આ અવસર્પિણીમાં થયા તે આ પ્રમાણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org