________________
૨૬૨
આગમ કથાનુયોગ-૨
પ્રમાણે કહે છે, બોલે છે, પ્રતિપાદિત કરે છે અને પ્રરૂપણા કરે છે કે ગોશાલક મંખલિ પુત્ર પોતાને જિન કહેતો, જિનનો પ્રલાપ કરતો – યાવત્ સ્વયં પોતાને જિન અને જિનરૂપે પ્રગટ કરતો વિચરી રહ્યો છે, તે વાત મિથ્યા છે. પરંતુ હે ગૌતમ હું આ પ્રમાણે કહું છું – યાવતુ – પ્રરૂપણા કરું છું કે ગોશાલક મખલિપુત્રનું (ચરિત્ર આ પ્રમાણે છે–). -૦–ગોશાળાનો પૂર્વભવ :
હે ગૌતમ ! અગીતાર્થપણાના દોષથી ઈશ્વરે જે પ્રાપ્ત કર્યું. તે સાંભળીને તુરંત ગીતાર્થ મુનિ બનવું. હે ભગવંત ! ઈશ્વર મુનિવર કોણ હતા તે હું જાણતો નથી, તેમજ અગીતાર્થપણાના દોષથી તેણે શું પ્રાપ્ત કર્યું તે મને કહો, હે ગૌતમ ! કોઈક બીજી ચોવીશીના પ્રથમ તીર્થકર જ્યારે નિર્વાણ પામ્યા. ત્યારે મનોહર નિર્વાણ મહોત્સવ પ્રવર્તતો હતો અને સુંદર રૂપવાળા દેવો તથા અસુરો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા. ત્યારે નજીકમાં રહેનાર લોકો તે જોઈને વિચારવા લાગ્યા કે, અરે! આજે મનુષ્યલોકમાં આશ્ચર્ય દેખાય છે. કોઈ વખત પણ ક્યાંય આવી ઇન્દ્રજાળો જોવામાં આવેલ નથી.
આવા પ્રકારની વિચારણા કરતા-કરતા એક મનુષ્યને પૂર્વભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું એટલે તે ક્ષણવાર મૂછ પામ્યો. પરંતુ ફરી વાયરાથી આશ્વાસન પામ્યો. ભાનમાં આવ્યા પછી થરથર ધ્રુજવા લાગ્યો અને લાંબા કાળ સુધી પોતાના આત્માની ખૂબ નિંદા કરવા લાગ્યો. તુરંત જ તે મુનિપણું અંગીકાર કરવા ઉદ્યત થયો. ત્યાર પછી તે મહાયશવાળો જેટલામાં પંચમુષ્ટિક લોચ કરવાનો શરૂ કરે છે, તેટલામાં દેવતાએ વિનયપૂર્વક તેને રજોહરણ અર્પણ કર્યું. તેના કષ્ટકારી ઉગ્રતા અને ચારિત્રને જોઈને તથા લોકોને તેની પૂજા કરતા જોઈને ઈશ્વર ત્યાં આવીને તેને પૂછવા લાગ્યા કે તમોને કોણે દીક્ષા આપી ? ક્યાં જન્મ્યા છો ?, તમારું કુળ કયું છે ? કોના ચરણકમળમાં તમે અતિશયવાળા સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું?
- તે પ્રત્યેક બુદ્ધ જેટલામાં તેને સર્વ જાતિ, કુળ, દીક્ષા, સૂત્ર, અર્થ વગેરે જે પ્રમાણે પ્રાપ્ત કર્યા તે કહેતા હતા, તેટલામાં તે સર્વ હકીકત સાંભળીને તે નિર્ભાગી-ઈશ્વર આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે, આ જુદો છે, આ અનાર્ય લોકો દંભથી ઠગે છે, તો જેવા પ્રકારનું આ બોલે છે તેવા જ પ્રકારના તે જિનવર પણ હશે. આ વિષયમાં કંઈ વિચારવાનું નથી. એમ માનીને લાંબાકાળ સુધી મૌનપણે ઊભો રહ્યો.
– અથવા તો નાના એમ નહીં. દેવ અને દાનવોથી પ્રણામ કરાયેલા તે ભગવંત જો મારા સંશયને છેદે તો મને ખાતરી થાય. તેટલામાં વળી ફરી ચિંતવ્યું કે, જે થવાનું હોય તે થાઓ. મારે અહીં વિચાર કરવાનું શું પ્રયોજન છે, હું તો સર્વ દુઃખનો નાશ કરનાર પ્રવજ્યાને અભિનંદન આપું છું. તેટલામાં તે જિનેશ્વરની પાસે જવા નીકળ્યો. પરંતુ જિનેશ્વરને જોયા નહીં. એટલે ગણધર ભગવંત પાસે જવા માટે પ્રયાણ કર્યું. જિનેશ્વર ભગવંતે કહેલા સૂત્ર અને અર્થની પ્રરૂપણા કરનારા ગણધર મહારાજા હોય છે. જ્યારે અહીં ગણધર મહારાજા વ્યાખ્યાન કરતા હતા, ત્યારે તેમાં આલાપક આવ્યો કે, એક જ પૃથ્વીકાયજીવો સર્વત્ર ઉપદ્રવ પામે છે. તેનું રક્ષણ કરવા કોણ સમર્થ થઈ શકે?
આ વિષયમાં આ મહાયશવાળા પોતાની લઘુતા કહે છે આ સમગ્ર લોકમાં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org